કાગવાણી

અખડ આનંદ’પ્રસાદી’

ઓક્ટોબર-નવેમ્બર, 2020

પાનું: 8

 કાગવાણી

0 બળ, હિંમત, સાહસ, સહકાર અને યુક્તિ, એ બધાં મળીને જે મૂર્તિ બને, તેનું નામ વિજય.

0 દરદીને  ઔષધ, ભૂખ્યાંને અન્ન, ભયભીતને અભય અને અધિકારીને ઉપદેશ સુખકારક છે.

0 પ્રસન્નતા, ઉદારત, સંતોષ અને પુરૂષાર્થ એ પુણ્યનાં ફળ છે.

0 વિનય અને શીલથી જેમ માન મળે છે અને સત્કર્મથી સુખ અને ઉત્સાહ મળે છે તેમ જ પુરૂષાર્થથી લક્ષ્મી મળે છે પણ રોગથી અશક્તિ મળે છે. અપ્રાસંગિક વાણીથી અપમાન મળે છે.

0 અતિ સુંદર ફૂલમાં પણ જો સુગંધ ન હોય તો તેનું અત્તર બનતું નથી.

0 પોતાની મહેનત્નું ફળ જે બીજાઓને ખુશીથી ભોગવવા દે, એ ભગવાન છે.

0 દયા, દાન, સમતા, પ્રસન્નતા, ભલમનસાઈ,સ્વાગતની ભાવના, વચન, નિષ્કપટતા, અને શ્રદ્ધા, એ આત્મસંતોષ અને આયુષ્ય વધારનાર છે.

0 ઉત્તમક્ષુધા, નિર્વિઘ્ન નિદ્રા, અંગ મહેનત અને ગ્રામનિવાસ એ મહાપુણ્યનાં ફળ છે.

0 નિયમિતતાની મૂર્તિ સૂર્ય છે, ક્ષમાની મૂર્તિ ધરતી છે, ઉદારતાની મૂર્તિ જળ છે અને અસંગતાની મૂર્તિ પવન છે.

0 ઉત્સાહને અખંડ રાખનાર , વેરને વિસરી જનાર, લાલચને વશ ન થનાર અને મહેનતને કાયમ મિત્ર માનનાર ધીરપુરુષ કહેવાય છે.

0 દુ:ખમાં ધીરજ , ઘડપણમાંપ્રસન્નતા, ક્લેશમાં સમાધાન અને જુવાનીમાં શાંતિ રાખનારા ધીરપુરુષ કહેવાય છે.

0 સમય તરણાનો મેરુ બનાવે છે અને મેરુનું તરણું કરે છે.

0 જેને સુખ ભોગવવાની કળા આવડતી નથી તેને સુખ પણ દુ:ખ જ લાગ્યા કરે છે.

0 સત્યનાં ચાર છોરું છે—અભય, ઉત્સાહ, આનંદ અને પ્રસન્નતા.

  કવિ દુલા ભાયા કાગ

(‘બાવન ફૂલડાનો બાગ’માંથી)

———————————–

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 627,742 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જાન્યુઆરી 2021
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: