‘અખંડ આનંદ’પ્રસાદી
ડિસેમ્બર,2020
પાનું: 78
કરુણા—દયા રાખીએ સદા યાદ\નરેંદ્ર કે. શાહ
આજે આપને સહુ હળહળતા કળિયુગ્માં જીવન વિતાવી રહ્યા છીએ. જે કારણેકારણેનીતિવાન ભક્તિને ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પ્રેમ, મમતા, લાગણી, કરુણા ને સ્નેહભાવની સરિતાના જળ હળવેક-હળવેક સુકાઈ જતાં હોય તેવું જણાઈજણાઈઆવે છે.
ઘણા પરિવારને પોતાના કુંટુંબીજનો તરફથી પણ દયાભાવનું રસપાન કરવાની સોનેરીતક મળતી નથી. બે સગા ભાઈઓ એકબીજાના દુશ્મન હોય તેવું વર્તન રાખતા હોય છે. આજે દિલમાં દયાનો ભાવ સૂકાતો જાય છે, પરિણામે સંયુક્ત કુટુંબની ભાવના દેખાવ પૂરતી કંકોત્રીના પાને કે અવસાન નોંધના પાને દેખાય તેવું દિનપ્રતિદિન સમય સંજોગ ને સમાજના વર્તન વાતાવરણને કારણે થતું જાય છે. કેટલાક સમાજમાં કરુણાનો પ્રવાહ જોવા અને જાણવા મળે છે. ઘણા પરિવારમાં સંપ,સહકાર ને એકતાનાં દર્શન થાય છે.
આપણે એક ક્ષણ માટે વિચારીએ તો પશુ—પક્ષી જગતમાં કારુણ્યની મંગલ પ્રેમધારાનાં અચૂક દર્શન થશે.પશુ-પક્ષી પોતાના જીવનમાંથી માનવને જણાવે છે કે….
ભૂલો ભલે, બીજું બધું કારુણ્યની મંગલ ભાવના ન ભૂલશો કેમ કે દયા શબ્દને ઉલટો કરો તો સમજાશે કે દયા હંમેશં કરવા જેવી અને યાદ રાખવા જેવી છે.
‘મંગલમ’ ગણેશગલી, મણિનગર ચાર રસ્તા પાસે, મણિનગર,અમદાવાદ-380008
પ્રતિસાદ આપો