શાંતિ તારી શોધમાં

‘અખંડ આનંદ’ પ્રસાદી

ડિસેમ્બર 2020 માંથી

શાંતિ તારી શોધમાં/ ડૉ.દિનકર જોષી

  માત્ર માણસજ નહિ  પણ પ્રાણીમાત્ર સુખ અને શાંતિની ઝંખના કરે છે. હા એમના માટે ઇચ્છિત સુખ અને શાંતિ  એટલે શું એ વિશે  દરેકની પોતપોતાની સૂઝ અને સમજ હોય છે. માણસ વ્યક્તિ રીતે જ વિચાર કરે છે.ધનસંપત્તિ, પ્રતિષ્ઠા, સુખી પરિવાર ઈત્યાદિ માણસ માટે સુખ શાંતિ ગણાય.એજ રીતે અન્ય પ્રાણીઓ  જેવાંકે જળચર્હોય કે પછી અન્ય ચોપગાં સ્થળચર હોય, એની સુખશાંતિની કલ્પના આપણે જાણતા નથી. આમ છતાં એટલું ચોકસાઈથી કહી શકાય કે આ પ્રજાતિઓને પણ શારીરિક, રહેઠાણ માટેનો માળો, દર કે ગુફા જેવી ગોઠવણ, ખોરાક માટેની વ્યવસ્થા આ બધું હોય તો એમને પણ સુખશાંતિ લાગે.

    ઉપનિષદોમાં શાંતિપાઠ બહુ અગત્યની ભૂમિકાભજવે છે. પ્રત્યેક ઉપનિષદના આરંભે અને સમાપન વખતે શાંતિપાઠ બોલવામાં આવે છે. આ શાંતિ પાઠમાં ત્રણ વાર ૐ શાંતિ:, ૐ શાંતિ:, ૐ શાંતિ:,એમ  ઉચ્ચારણ કરવામાં આવે છે

. અહીં શાંતિ એટલે શું એની સમજણ કેળવવી જરૂરી છે. જે રીતે સુખનો જે સામાન્ય અર્થ તારવી શકાય એ રીતે શાંતિ વિશે સામાન્ય અર્થ તારવવો  અઘરો છે. ઉપનિષદ ત્રણ શાંતિ વિશે સ્પષ્ટતા કેળવે છે. આધિભૌતિક, આધિદૈવિક  અને આધ્યાત્મિક એમ ત્રણ પ્રકારની શાંતિ ઉપનિષદે આપણને કહી છે. માણસ સ્વાસ્થ્યની દૃષ્ટિએ સ્વસ્થ હોય, કોઈ રોગચાળો ન હોય, શરીરમાં કોઈ રોગચાળો ન હોય, શરીરમાં કોઈ પીડા ન હોય,શરીરમાં કોઈ  પીડા ન હોય, કોઈ દર્દ નહોય અને દેહધર્મ  એટલે કે ક્ષુધા ઈત્યાદિ પૂરાં થાય એટલી સગવડ હોય તો આને ઉપનિષદે આધ્યાત્મિક શાંતિ કહી છે. આ ઉપરાંત આધિદૈવિક શાંતિ તરીકે પૃથ્વી, આકાશ,અને પાતાળની શાંતિ અભિપ્રેત છે. માણસ સુખપૂર્વક અને શાંતિથી બેઠો હોય એ જ વખતે જો બારેય મેઘ વિનાશકારી સ્વરૂપ તૂટી પડે, ઝંઝાવાત  કે પવનનાં તોફાન થાય, ધરતીકંપ થાય એવી કોઈ કુદરતી આપત્તિ આવી પડે તો પેલી આધ્યાત્મિક  શાંતિ નષ્ટ થઈ જાય. એટલે ઉપનિષદે આધિદૈવિક શાંતિની પ્રાર્થના કરી છે. એ જ રીતે આધિ-ભૌતિકશાંતિ એટલે પૃથ્વીની સપાટી ઉપર માનવપ્રેરિત જે કંઈ સ્થૂળ પ્રવૃત્તિઓ થાય છે એને કારણે ઊભા થતા કોલાહલો ઈત્યાદિ. આમ આ ત્રણ પ્રકારની શાંતિ ઉપનિષદના ઉદગાતાએ માંગી છે.

    માણસ સુખ અને શાંતિની જ્યારે ઝંખના કરે છે ત્યારેસુખ વિશેનો એનો અભિગમ સમજવો સહેલો છે પણ એ જે શાંતિની ઝંખના કરે છે એ શાંતિ એટલે એના મનમાં શું છે એના વિશે એના મનમાં સ્પષ્ટતા હોતી નથી. એક અધ્યાત્મ પુરુષ પાસે આ વિશે માર્ગદર્શન માગ્યું  ત્યારે એમણે મર્માળુ હસીને કહેલું—“તમારે શાંતિ જોઈએ છે ? ” અને પછી મર્માળા હાસ્યને મુખરિત કરતાં એમણે વળતો પ્રશ્ન કર્યો, “તમને શાંતિ માટે ઈચ્છા છે ખરી ? જો હોય તો પછી શાંતિ ક્યાંથી મળે ?”  પહેલાંતો એમના કથનનો મર્મ તરત સમજાયો નહોતો પણ મારા ચહેરા ઉપર ઉપસેલા ગૂંચવણના ભાવને કળી જઈનેએમણે સ્પષ્ટતા કરી. “ જ્યાં સુધી માણસના મનમાં કશુંક પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે ત્યાં સુધી શાંતિ એનાથી દૂર રહે છે. તમે એકવાર તમારી જાતને ‘ મારે કશું નથી જોઈતું’ની સ્થિતિમાં મૂકી દો  પછી તમારે શાંતિ શોધવી નહિ પડે. એ તમારી અંદરજ હશે.”

    આ વાત સમજવા જેવી છે. માણસ જ્યારે શાંતિની વાત કરે છે ત્યારે શાંતિ એટલે શું એ વિશે સ્પષ્ટતા જ હોતી નથી. શાંતિ એટલે સ્વાસ્થ્ય, સાંસારિક સુખ, માનસિક અવસ્થા એવું બીજું ઘણું હોય છે. ધનસંપત્તિ અપર હોય, પ્રતિષ્ઠાનો પાર  ન હોય પણ ભૂખ લાગતી જ ન હોય, કશોય ખોરાક લઈ શકાતો ન હોય અને રાતભર નિદ્રાવશ થવાતું જ ન હોય તો એને શાંતિ કહી શકાય ખરી ? આ વિશે ટૂચકા જેવો એક પ્રસંગ બહુ જાણીતો છે.

     એક ગરીબ માણસ ખૂબ પરિશ્રમ કરતો હતો.  એને સંસારના બે છેડા એકત્રિત કરવા માટે ભારે સંઘર્ષ કરવો પડતો હતો.ગામને પાદર એક મંદિર માં બહારગામથી એક મહાત્મા પધાર્યા, આ મહાત્મા વિશે એવું કહેવાતું કે શિષ્ય્ની કોઈપણ ઈચ્છા પૂરી કરી શકવાનું સામર્થ્ય એમા નઆમાં છે. પેલા ગરીબ માણસે મહાત્માની સેવા કરવા માંડી. એમનું ભોજન , રહેઠાણ , અન્ય જરૂરિયાતો માટે આ માણસ રાત દિવસ ત્યાં જ હાજત રહેવા માંડ્યો. મહિનો પૂરો થયો અને મહાત્માએ વિદાય લીધી ત્યારે આ માણસ ઉપર પ્રસન્ન થઈને કહ્યું, “ વત્સ, તારે જે કંઈ જોઈએ  એ માંગી લે.”

    “મહારાજ મને પુષ્કળ ધન મળે એવું કરો. મારે સંપત્તિ જોઈએ છે.”

   “સંપત્તિ મેળવીને તું શું કરીશ વત્સ ? ”  

   “હું બંગલો બનાવીશ, મોટર ખરીદીશ, ગામમાં અને સમાજમાં બધાને દાન આપીશ અને પછી શાંતિથી રહીશ.”

   પેલા મહાત્માએ હસીને કહ્યું, “ પુત્ર, જો  શાંતિથી રહેવું એ જ તારો ઉદ્દેશ હોય તો એ માટે પુષ્કળ ધન, બંગલો, મોટર કે એવી કોઈપણ ચીજની જરૂરિયાત નથી. જે શાંતિથી તું આ બધું કર્યા પછી રહેવા માંગે છી જ શાંતિપૂર્વક  તું અત્યારે પણ રહી શકે છે.”

    મહાત્માની આ વાત પેલા માણસને સમજાઈ હશે કે નહિ એ વાત આપણે જાણતા નથી,આપણને પણ આ વાત સમજાશે કે નહિ એ પણ સમજવું અઘરું છે.

    મુંબઈ,અમદાવાદ જેવાં મહાનગરોમાં માણસ શાંતિની શોધ કરતો હોય છે. આ શાંતિ સ્થૂળ હોય છે. મારા એક મિત્રનો રહેઠાણ માટેનો બંગલો એવી જગ્યાએ હતો કે આસપાસના કોલાહલથી એક મિનિટ પણ મુક્તિ મેળવી શકતો નહિ. આ મિત્ર કોલાહલ વચ્ચે એટલા બધા ટેવાઈ હયા હતા કે બીજી શાંતિનો કોઈ વિચાર જ તેઓ કરી શકતા નહોતા. આ કોલાહલ એમના માટે સહજ થઈ ગયો હતો. બહારના આ કોલાહલ ઉપરાંત આંતરિક કોલાહલ પણ સમજવાજેવો છે. મહાનગરોમાં લોકલ આવાગમન માટે મેટ્રો કે અન્ય ટ્રેનની વ્યવસ્થા હોય છે. આ ટેનના પાટા રહેઠાણની વચ્ચેથી પસાર થતા હોય છે. રહેઠાણનાં મકાનો આ પાટાથી એટલાં નજીકહોય છે કે અહીં રાતદિવસ એકધારો ધડધડાટ અનુભવાતો હોય છે.  આનું અરિણામ એ આવે છે કે માણસ કોલાહલથી ટેવાઈ જાય છે.આંતરિક શાંતિની વાત તો દૂર રહી પણ આ સ્થૂળશાંતિ પણ એ મેળવી શકતો નથી. તમુક કામ  કરવા માટે બાહ્ય શાંતિની અપેક્ષારાખતા હોય છે.

   જો કે આંતરિક શાંતિ સહુથી વધારે અગત્યની છે. કેટલાક માણસો અમુક તમુક કામ કરવા માટે બાહ્ય શાંતિની અપેક્ષા રાખતા હોય છે. મારા એક લેખક મિત્ર  જેઓ ગુજરાતના એક સારા પ્રતિષ્ઠિત સાહિત્યકાર છે. તેઓ લખવા માટે સહેજ પણ વિક્ષેપ વિનાની, અંગ્રેજીમાં જેને પિન ડ્રોપ સાયલન્સ કહે છે એવી અવસ્થની અપેક્ષા રાખે છે. એ સિવાય એ લખી જ નથી શકતા. એમનું લેખન કાર્ય ચાલતું હોય  ત્યારે જો કોઈ એમને ખલેલ પહોંચાડે તો તેઓ તત્પૂરતું લખવાનું છોડી દે છે. આથી વિરુદ્ધ , બીજા એક એવા લેખક મિત્ર પણ છેકે જેઓ પોતાના વ્યવસાયની દુકાન પર બેસીને માલસામાન વેચતા, ગ્રાહક સાથે હસીખુશીથી વાતો કરતા અને વચ્ચે થોડોક સમય મળે ત્યારે અધૂરા લખેલા લેખને પૂરો કરવા બે ચાર લીટી લખી પણ નાખતા હોય છે.

      આંતરિક શાંતિ  વિશે એક બીજીવાત સમજી લેવા જેવી છે. કેટલીક વાર માણસ પોતાની જાતને બાહ્ય વાતાવરણથી એટલી અલિપ્ત કરી શકતો હોય છે કે બહારનું વાતાવરણ એને ઝાઝું ખલેલ પહોંચાડી શકતું નથી. આવું ત્યારે જ બની શકે છે જ્યારે માણસ પોતાની જાત સાથે સંવાદ કરતો , એકલો જ ઊંડો ઉતરી જાય. દેખીતી રીતે આ વાત આધ્યાત્મિક અભ્યાસ જેવી લાગે છે પણ વાસ્તવમાં કોઈપણ માણસ આવી એકલવાઈ  અવસ્થા થોડાક પ્રયત્નો પછી કેળવી શકે છે. અન્યથા એવું થાય છે કે શાંતિની શોધમાં માણસ રજાઓ ગાળવા હિલ સ્ટેશને જાય પણ હિલ સ્ટેશને સુદ્ધાં એનો જીવ શહેરમાં પોતાના વ્યવસાયમાં રહેતો હોય  અને એ ઉપરાંત આ રજાઓ પૂરી થાય પછી કોની કોનીસાથે શં કરવું એના આયોજનમાં જ એ ડૂબેલો હોય, ક્યારેક એવું બને કે કોઈક અણગમતી ઘટના બને, કશોક માનસિક  સંતાપ પેદા થાય પણ આ સંતાપ એ ઘટના પૂરી થઈ ગયા પછી લાંબો સમય સંઘરી રાખવો અને આસપાસ જ ચિત્તને ઘુમાવ્યા કરવું, એનાથી અશાંતિ  વધતી જાય છે, આને  તમે દૂર કરી શકતા નથી, એ સ્વભાવગત નબળાઈ છે.

     મૂળ વાત આપણને શાંતિ એટલે શું જોઈએ છે એ સમજી લેવાની જરૂર છે. શાંતિબહારથી  મેળ્વાતો પદાર્થ નથી. બહારનું વાતાવરણ તમને આ પ્રક્રિયામાં મદદ કરે છે અથવા ખલેલ પહોંચાડે છે એ વાત સાચી પણ મુખ્ય્તવે શાંતિ એ સ્વભાવ છે. માણસ જ્યારે શાંતિ નથી એમ કહે છે ત્યારે એનો અર્થ એટ્લોજ થાય કે એણે સ્વભાવ્માં એ કેળવી નથી. જગતમાં અણગમતી ઘટનાઓ  રોજ બન્યા જ કરવાની. આ ઘટનાઓને જો સ્વભાવ સાથે સાંકળી લઈશું તો શાંતિ એટલે શું એ વાત જ સ્સ્વ ભૂલાઈ જશે.

     શાંતિનો એક બીજો વ્યાવહારિક અર્થ પણ સમજવા જેવો છે. મારા પરિચયમાં આવેલો કોઈક માણસ અત્યારસુધી મને બહુ ઉપયોગી હોય. એવી જ રીતે હું પણ એના માટે લાભદાયી હોઉં પણ ઉપયોગિતા અને લાભ સમયાંતરે બદલાય છે. એમાં કશું ખોટું નથી. આ અસ્વાભાવિક પણ નથી પણ બદલીની આ પ્રક્રિયા વખતે આપણે પરસ્પરને અણગમતા ધારી લઈએ અને અણગમતા પ્ર્ત્યે જે સહજ છે એવો વ્યવહાર કરીએ તો શાંતિનું સપનું સુદ્ધાં તમારી આંખમાં આવે એવો સંભવ નથી. પરસ્પરના આ વ્યવહારોમાં ઘડી બે ઘડી માટે જે અણગમો પ્રવેશી જાય છે એને સરિયામ સડક ઉપરથી સાઈડમાં ધકેલી દો અને પછી જે શેષ માર્ગ રહ્યો છી માર્ગનેપહેલા જેવો જ સ્વચ્છ બનાવીને પ્રવાસ આગળ ચાલુ કરો. જિંદગી ભલે ટૂંકી હોય, સાઠ,સિત્તેર કે બહુ બહુ તો એંસી વરસ પણ આ ટૂંકી જિંદગીનો પ્રવાસ સુદ્ધાં ક્યાતે ભારે લાગે છે. આ લાંબો લાગવાનું કારણ શાંતિને નસમજવાની , એને ઉકેલવાની અણઆવડત છે. અણઆવડતને આવડતમાં પલટાવી શકાય છે—થોડીક શ્રદ્ધા, થોડીક આવડત, થોડીક જતું કરવાની તૈયારી અને માત્ર સ્વીકાર માટેનો આગ્રહ આ બધાની બાંધછોડની પોટલી સાથે હોવીજ જોઈએ.

    શ્રમણ પરંપરામાં સ્યાદવાદ એ નામે ઓળખાતી એક વિષિષ્ટ પરંપરા છે.આ પરંપરનો વૈશ્વિક સ્તરે સમજણપૂર્વક સ્વીકાર થાય તો અશાંતિ ક્યાંય રહે જ નહિ. સ્યાદવાદ કહે છે કે તમે અમુક મુદ્દા ઉપર સાચા છો એ આગ્રહ જતો કરવાની સૂઝ  તમારામાં હોવી જોઈએ. એક  મુદ્દા ઉપર અમુક માર્ગે વિચારતાં બીજું સત્ય સામે આવે, આમ એકના એક નિર્ધારિત સ્થાનેપહોંચવા માટે જુદા જુદા માર્ગો હોઈ શકે. મુંબઈથી અમદાવાદ જવા માટે ગુજરાત મેલ એક ગાડી છે પણ સૌરાષ્ટ્ર મેલ, કર્ણાવતી, શતાબ્દી, ડબલ ડેકર એવી બીજી અનેક ગાડીઓ છે. આ ગાડીઓ ઉપ્રાંત)ત અએક વિમાનો તથા બસ-સર્વિસો નિયમિત આવજા કરે છે . આનો અર્થ એ થયો કે તમે શતાબ્દી મારફતે મુંબઈથી અમદાવાદસુખરૂપ પહોંચી ગયા એનો અર્થ એવો નથી કે શતાબ્દી જ એક માત્ર ગાડી સુખરૂપ પહોંચાડે છે. તમારે બીજાઓના પ્રવાસને સુખરૂપ જોઈને એનો પણ સ્વીકાર કરવો જોઈએ. શતાબ્દી મારફતે આ પ્રવાસ થઈ શકે છે, તમારો એ અનુભવ સાચો છે, તમે સાચા જ છો પણ તમે જ સાચા છો એવો આગ્રહન રાખી શકો. આ આગ્રહ જ અશાંતિની ગંગોત્રી છે. જે ક્ષણે હું સાચો છું પણ તમે પણ સચા હોઈ શકો. સ્યાદવાદનો આ  સિદ્ધાંત આપણે સ્વીકારી લીધો  એ ઘડીએ જ અશાંતિની જડ ઉખડી જશે અને શાંતિનો જન્મ થશે.

102એ, પાર્ક એવન્યુ, મહાત્મા ગાંધી રોડ, દહાણુકરવાડી, કાંદિવલી(વેસ્ટ),મુંબઈ -400067

મો0 09969516745

—————————————————————- 

ક    

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 569,568 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 273 other followers

તારીખીયું
જાન્યુઆરી 2021
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: