જન્મ્ભૂમિ 30-12-2020
કકવિ દુલા ભાયા કાગ : ગુજરાતી લોકસાહિત્યના સંત કવિ ‘કાગ બાપુ’
25 નવેમ્બર, 1903 ના રોજ દુલા કાગનો જન્મ મહુવા પાસે આવેલા સોદડાવદરીગામમાં થયો હતો. તેમના પિતાભાયાકાગ અને માતાધનબાઈ, દુલા કાગે પોર્ટ વિક્ટરની શાળામાં પાંચ ધોરણ સુધી અભ્યાસ કર્યો.ત્યારબાદ તેઓ
કૌટુમ્બિક વ્યવસાયમાંજોદાયા. તેઓ તેર વર્ષની ઉંમરેપીપાવાવ અને જોલાપરનીસીમમાંગાયો ચરાવવા જતા. એ સમયે તેઓ પદ્ય્રચનાઓ તેમજ દોહા-ચોપાઈ રચવામાં સમત પસાર કરતા. તેઓ ગણપતિની પૂજા કરતા. આ જોતા રેમના પિતાએ તેમને સંતમુક્તાનંદજીને સોંપ્યા. તેમણે ‘વિચારસાગર’ ’પંચદર્શી’ ‘ગીતા’વગેરે કંઠસ્થ કર્યા.તેમને પિંગળનો અભ્યાસ કરવાની ઇચ્છા થઈ. ગુરુકૃપાથીચારણ કવિકાગની સરવાણી માત્ર સત્તર વર્ષની ઉંમરે સવૈયામાં રચના કરી.
નિજાનંદમાં મસ્ત રહેતા દુલા કાગ ડાયરામાં પોતાની કૃતિઓ લલકારતા. ડાયરામાં રંગત જમાવતા. બાળપણથી જ અધ્યાત્મના રંગે રંગાયેલા આ કવિને ધાંગધ્રાનામહારાજાએ રાજકવિ થવા માટે આમંત્રણ આપેલું, પરંતુ તેમણે તેનો અસ્વીકાર કરેલો. તેમની આસપાસની રૂઢિચુસ્ત જિંદગીમાં નવીન વિચારધારા પ્રવેશતાં તેમની કવિતામાં વિષય વૈવિધ્ય પ્રવેશ્યું. ઝાકમઝોળ છંદો સાથે તેમણે સરળ લોકઢાળોમાં ગીતરચનાઓ આપી.તેમનાં ગીતોમાં માનવપ્રેમ, રાષ્ટ્રભાવન,માત્રુભૂમિની વેદના તેમજ પ્રજાની જાગ્રતિ વગેરેનું નિરૂપણ છે. ચારણ કવિની કવિતા રાજદરબારીઓની ખુશામત કરવાને બદલે રાષ્ટ્રઉત્થાનની પ્રહરી બની.
દુલા કાગ ભક્તકવિ છે. એમના ભજનોમાં સંસ્કૃત સુભાષિતો તથા સંસ્કૃત મહાકાવ્યોમાં આલેખાયેલા ભાવો પ્રતિબિંબિત થાય છે.’દ્રૌપદીનું વસ્ત્રાહરણ’ ‘મેઘ અને મયૂર’ ‘પગ ધોઈનાવમેં પધારો રે નરના પતિ’માં રામાયણના પ્રસંગનું આલેખન વગેરે લોકહ્રદયમાં સોંસરવી ઊતરી જતી રચનાઓછે. તો ગણપતિ, સરસ્વતી અને સદગુરૂની સ્તુતિ, જોગમાયા અંબા, નંદરાણી,રામરાજ્ય વગેરે અનેક રચનાઓ કાગવાણીની અમૃતપ્રસાદી છે.. એમના દુહાઓમાંખારવાની વાતો, ધીંગાણું, ખાનદાન ખોરડું ,રાણા કુંવરની વિરહભરી વાત વગેરે અનેક પ્રસંગો તાદૃશ થાય છે. કવિ કાગની સમગ્ર રચનાઓ’કાગવાણી’ ભાગ 1 થી 8 માં ગ્રંથસ્થ થયેલી છે, જેમાં દુહા, છંદ, ભજનો,રામાયણ-મહાભારતના પ્રસંગો,ગાંધીભાવનાનાં ગીતો, રાસડા,ગરબા, લોક્વાર્તા વગેરેમબલખ સામગ્રી લોકહ્રદયમાં સ્થાન પામે તેવીછે. કંઠ, કહેણી અને કવિતાના આકર્ષણને કારણે તેઓ અનેક પ્રતિભા સંપન્ન મહાનુભાવોના પરિચય્માં આવેલા.
1963માં કવિ કાગે મજાદરમાં ગુજરાતના 250 જેટલા સાક્ષરોને આમંત્રિત કરીને ત્રણ ત્રણ દિવસનોકાવ્યસમારોહ યોજીને કાવ્યરસમાં સૌને તરબોળ કર્યા હતા. કવિ કાગનો કંઠ શૌર્યકથાઓમાં બુલંદ , પ્રેમકથાઓમાં શીળો, લગ્નગીતોમાં સરવો અને ભજનમાં ભૈરવીની ભભક અને મરસિયામાં રજૂ કરેત્યારે હરુણતાની પરાકાષ્ઠાએ પહોંચી જતો. તેમની અસ્ખલિત વાગ્ધારા જનમેદનીને રસતરબોળ કરી દેતી. બહુમુખી પ્રતિભા ધરાવતા આ કવિએ આતિથ્યધર્મની વાત સરળ સાદા શબ્દોમાં કરી: ‘એ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે… આવકારો મીઠો આપજે હોજી…’ જે આજેય લોકજીભે રમે છે.
26મી જાન્યુઆરી 1962માંભારત સરકારે આ કવિને પદ્મશ્રીનો ખિતાબ આપ્યો હતો.
જેમનો કંઠ આજેય પડઘાય ચી એવા લોકકવિએ 22 ફેબ્રુઆરી, 1977ના રોજ મજાદરમાંથી-આપણી વચ્ચેથી વિદાય લીધી.
———————————————–જન્મભૂમિ’30 ડિસેમ્બર, 2020——————-
પ્રતિસાદ આપો