જોયેલુંને જાણેલું
અખંડ આનંદ, ડિસેમ્બર,2020
પાનું: 97
બાપ કરતાં સવાયા…
ભૂપતરાય ઠાકર ‘ઉપાસક’
ડૉ.ડાભી મારા ખાસ, અંગત અંતરંગ ,સ્નેહી મિત્ર. દરરોજ સાંજે એક કલાક સાથે બેસીને હળવી-નરવી વાતો કરીએ. કૉફી કે ઠંડુ પીએ. દર્દી હોય નહીં. આ રોજનો અમારો સહવાસ.બંને હળવા થઈ જઈએ.
આ ડૉક્ટર , દર્દીઓના તો દેવ-મશીહા. અંતરિયાળ , ઊંડાળવાળ, અશિક્ષિત , ગામડાંઓમાંથી આવતા ગરીબ દર્દી માંડ… દવાખાને પહોંચે. ડૉકટર સાહેબ પોતાનાં સંતાન કે પરિવારકરતા હોય એવી દાક્તરી કરે. ફી ન હોય તોય દર્દીનું અપમાન ન કરે. અરે! ઘેર જવા માટે ભાડાના પૈસા આપે. ‘હવે આવો ત્યારે આપજો હોં…’એમ હસતાં હસતાં કહે.
ડૉ.ડાભીનું સૌ આદર-માન કરે.આખા નાના નગરના લોકોના પ્રીતિપાત્ર. સૌ માટે સન્માનનીય, આદરણીય ! પોતે ખૂબ વિનયી, મિતભાષી, પ્રેમાળ અને ઉદાર.સૌને આવકારે.
સાહેબને ‘બ્રેઈન ટ્યુમર’ થયાના સમાચારે આખા નગર, પંથકના લોકોને અંતરથી ઊંડો આઘાત લાગ્યો. ગામડાંનાં લોકોની આંખે આસુનાં તોરણ બંધાયાં. સૌ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા.
ડૉ. ડાભીએ સારવાર પાછળ ખૂબ ધન વાપર્યું. સાવ ખાલી થઈ ગયા. છ્તાં દર્દરમાં ફરક પડ્યો નહીં.
એક સાંજે મનેકહે, ચંદ્રકાંતભાઈ, ઑસ્ટ્રેલિયા જાઉં તો દર્દ મટે,સારી સારવાર મળે. પણ… તમે જાણો છો કે મેં એવું ધન ભેગું કર્યું નથી. રીતિ-નીતિની કમાણી હતી તે વપરાઈ ગઈ…” હું ઘેર આવ્યો.
મેં મારા દીકરાને હાર્દિકને વાત કરી. દીકરાએ ક્ષણના વિલંબ વગર કહ્યું, પાંચ લાખ રૂપિયા આપી દો. મારી પાસે સગવડ છે. પૈસાની આ સાચી કિંમતા છે, પપ્પા…’
‘પણ …બેટા , પાંચ લાખ બહુ મોટી રકમ છે. પાછી મળે કે ન મળે, તમારા મિત્ર છે ને? ‘ તમારા મિત્ર માટે આ રૂપિયા આપવા તૈયાર છું. પૈસા પાછા મળે કે ન મળે, નવું જીવન તો પાછું મળશે ને ? પૈસા પાછા મળ્યા કરતાં નવું જીવન તો પાછું મળશે ને? પૈસાપાછા મળ્યાં કરતાં વિશેષ નથી?”
આ વાક્યોએ મારા હૈયાનાં કમાડ ઉઘાડી નાખ્યાં. મને પસ્તાવો થયો. દીકરાની દિલાવરીથી મને બાપ હોવાનું ગૌરવ થયું.
ડૉ.ડાભી દેવસ્થ થયા.
ગરીબ, અભણ માણસોના/દર્દીઓનાં આશિષ તો જરૂર જમા થયા હશે.. સ્વર્ગમાં તંદુરસ્ત હશે !
‘બહુચરશિષ’ 8,રઘુવીર નગર,ધાંગધ્રા-3633310
મો09925566298
===================================================
પ્રતિસાદ આપો