કવિ કલાપીજીને શ્રદ્ધાંજલિ\ધૈર્યચંદ્ર ર, બુદ્ધ

કવિ કલાપીજીને શ્રદ્ધાંજલિ\ધૈર્યચંદ્ર ર, બુદ્ધ
1– મેરાયું
કાયા આ તો માટીનું મેરાયું !
મનના માટીનું મેરાયું.
રામચાકડે ઘાટ ઘડાયું,
ચેતનતેલ પુરાયું.
જ્યોત જ્યોત ગઈ પેટાઈ,
મલક મલક મલકાયું.
મનવા…(1)
વિરાટના ઝૂલે ઝૂંલતાં,
રૂપ-જોબન લ્હેરાયું.
આશા ને તૃષ્ણાના તંતુ
તાણે એમ તણાયું.
મનવા (2)
મેરાયું મેરાયું મળતાં,
રસજીવન છલકાયું,
સુખ-દુ:ખના સાથી થઈને,
બંધનમાં બંધાયું.
મનવા (3)
ઝગમગ ઝગમગ જગમાં થાતા,
એક દિવસ ઓલવાયું.
તેલ ખૂટ્યું ને તૂટ્યું મેરાયું,
રાખ થઈ રોળાયું.
મનવા (4)
——————————————–
2–(ગઝલ)
ગુજરાતના જોબન-જિગરને જાગતું રાખ્યું તમે;
ને પ્રેમનું નિશદિન ચમન મહેકાવતું રાખ્યું તમે.
સુરતાની વાડી આજ પણ ગહેંકી રહી કેકારવે;
ગૂર્જરગિરાનું દિલ સદા ટહૂકાવતું રાખ્યું તમે.
ખૂની બધા ભપકા ત્યજી, પામ્યાં ફકીરી હાલને;
ઉલ્ફતની ચિનગારી થકી દિલ દાઝતું રાખ્યું તમે.
ઓ ઈશ્કના બંદા ! અનલહકનો કરી દાવો તમે,
મનસૂર જેવું દિલ સનમને ચાહતું રાખ્યું તમે.
મ્હેતા ને મીરાંના અભેદી જામની મસ્તી લઈ,
ગેબી સફરમાં મોતને મલકાવતું રાખ્યું તમે.
ના ભૂલશે અહેસાન ક્યારેય પ્રેમીઓ તવ રાહબર !
કે પ્રેમના પંથે સુરાલય ગાજતું રાખ્યું તમે.
તારા તણા કૈં ઝૂમખામાંથી સદા ડોકાઈને,
છે “ બુદ્ધ “ નું અંતર અમી છલકાવતું રાખ્યું તમે !
–ધૈર્યચન્દ્ર ર. બુદ્ધ
‘સંતોષ’ 1, વૈશાલી નગર, કવિશ્રી ધૈર્યચન્દ્ર બુદ્ધ માર્ગ, રાજકોટ-360 007
નોંધ : કવિશ્ર્ર ધૈર્યચન્દ્ર ર. બુદ્ધ (1909-2000) લાઠીના આહિત્યના વારસાને જીવંત રાખનાર એક અગ્રણી સાહિત્યસેવી, સેવાભાવી નાગરિક, અને સંસ્કારસિંચન કરનાર તરીકે પ્રખ્યાત હતા. નાની વયથી જ લેખન શરૂ કરેલું. 1933માં લાઠીમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન યોજાયું તેમાં યુવાકવિ તરીકે ભાગ લીધો અને 1936માં તે સમયનું પ્રતિષ્ઠિત ‘ગલિયારાપારિતોષિક’ નવકવિઓના વિભાગમાં તેમને એનાયત થયું. ભક્તિ-અધ્યાત્મથી,સમાજનિષ્ઠા, રાષ્ટ્રપ્રેમ અને બાલ્સાહિત્ય સુધીના વિષયોમાં તેમનું પ્રદાન, ગદ્ય અને પદ્યમાં થયું. વકીલ તરીકેના વ્યવસાય સાથે લોક્સેવાનાં કાર્યોમાં સતત સક્રિય રહ્યા. યશસ્વી જીવન અને ઉત્તમ સંસ્કાર વારસો મૂકી જનાર આ કવિ અંતિમ વર્ષોરાજકોટમાં રહ્યા. જ્યાં તેમનું નિવાસસ્થાન હતું તે માર્ગને ‘કવિશ્રી ધૈર્યચન્દ્ર બુદ્ધ માર્ગ’ નું નામ આપીને રાજકોટના મ્યુનિસિપલ કોર્પોરેશને તેમનું બહુમાન કર્યું. અને કવિશ્રીનાં બે કાવ્યો રજૂ કર્યા છે. આપણે ત્યાં ભજનવાણીમાં દેહની ભંગુરતાને ચીંધતી રચનાઓમાં દેહને ‘મૂળ રે વિનાનું કાયા ઝાડવું’ કહીને ક્યારેક પંચતત્ત્વના પૂતળાં રૂપે કે ‘બહુનામીના બંગલા રૂપે ઓળખ અપાતી આવી છે. અહીં કવિ તેને ‘મેરાયું’ રૂપે ઓળખાવે છે. બીજી કૃતિ રાજવી કવિશ્રી કલાપીને શ્રદ્ધાંજલિરૂપે રચાઈ છે, જેમાં તેમના તરફનો આદર અને પ્રેમ છલકાતો અનુભવાય છે.-સંપાદક

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 535,828 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જુલાઇ 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: