અખંડ આનંદની પ્રસાદી (5)

અખંડ આનંદની પ્રસાદી (5)
જોયેલું ને જાણેલું
મિત્રતા નિભાવી જાણી/ કનુભાઈ વ્યાસ
ડૉ. જયંત ખત્રી એ સમયમાં માંડવી (કચ્છ) માં સેવાભાવી ડૉક્ટર તરીકે જાણીતા હત. મુંબઈની ધીખતી કમાણી છોડી પોતાના વતનમાં માંડવી પ્રેક્ટિસ શરૂ કરી. હું 1973માં મુન્દ્રામાં બી. એડ. કરતો હતો. તે વખતે માંડવીના આંખના સર્જન ડૉ. મિસ્ત્રીના પુત્ર ધીરજ મિસ્ત્રી મારા સહાધ્યાયી હતા. ડૉ. જયંત ખત્રી અને ડૉ. જેઠાભાઈ મિસ્ત્રી સમવયસ્ક અને ગાઢ મિત્ર હતા. ધીરજ મિસ્ત્રીએ કરેલી વાત તેમના શબ્દોમાં જ રજૂ કરું છું.
ડૉ.ખત્રીને હું જયંતકાકા કહેતો. ત્યારે હું પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો. ખત્રીસાહેબ ખૂબ જ પ્રવૃત્તિશીલ માણસ હતા. તેઓ નિષ્ઠાવાન રાજકરણી, સારા ચિત્રકાર તેમ જ ઊંચી કક્ષાના લેખક હતા. સારા વક્તા અને માનવતાવાદી ડૉક્ટર તરીકે જાણીતા હતા.
ડૉ. ખત્રીસાહેબને ચા, કોફી અને સિગારેટનો ખૂબ જ શોખ હતો.વર્ષોના સતત સેવનના પરિણામે 1967માં તેમને કેન્સરની બીમારી લાગુ પડી. ડૉકટર્નો વ્યવસાય તેમણે પૈસા કમાવામાં ન કરતાં, ગરીબ લોકોની મફત સારવર કરી.કોઈ દર્દી પૂછે, ‘સાહેબ, કેટલા આપવાના છે ? ’ તો જ તેઓ કહેતા નહીંતર આપે તેની જય અને ન આપે તેની જય ! આના કારણે આર્થિક સ્થિતિ સદ્ધર ન કરી શક્યા. મિલનસાર સ્વભાવ એટલે અનેક મિત્રો હોવાથી ઘરા મહેમાનો અને સગાંવહાલાંથી ભરેલું રહેતું.
કેન્સરની બીમારીને કારણે તેમને પ્રેક્ટિસ બંધ કરવી પડી. ખર્ચાઓ એના એ જ રહ્યા. હજુ ત્રણે દીકરાઓ અભ્યાસ કરી રહ્યા હતા પરિણામે આર્થિક તંગીનો સામનો કરવાનો સમય આવ્યો.
ડૉ. જયંતભાઈએ મારા પિતાજી પાસેથી દસહજાર રૂપિયા ઉછીના લીધ. ડૉ. ખત્રી કેન્સર સામે આખરે હારી ગયા. 6 જૂન,1968ના રોજ માત્ર ઓગણસાઠ વર્ષની ઉંમરે આ ફાની દુનિયા છોડી ગયા.
અખંડ આનંદની પ્રસાદી (5)હોનહાર ખેલાડી-નેકદિલ ઈન્સાન: હાશિમ આમલા\ નટવરલાલ કાપડિયા
દ.આફ્રિકા વતી ટેસ્ટ ક્રિકેટ રમનાર, નેકદિલ હોનહાર ક્રિકેટ ખેલાડી હાશિમ આમલા મૂળ સૂરતી પરિવારમાંથી આવે છે. તેમને મળેલા સંસ્કારો તેમની કારકિર્દીના દરેક વળાંકર જોવા મળે છે. તેમણે ઇન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિ જાહેર કરી છે. 2004થી રમવાની શરૂઆત કરી હતી અને ઇન્ટરનેશનલ મેચોમાં 66 સદી 19,000 રન કર્યા. દ.આફ્રિકા વતી ટેસ્ટ્માં બેવડી સદી. અમલાએ એક માત્ર બેટસમેન જેણે વન ડેમાં સર્વાધિક 27 સદી ફટકારી.
ઈસ્લામિક ખેલાડી, સુરતની હરિપુરા લતાની શાનનાં આફ્રિકાનો ઉત્તમ બેટ્સમેન. દાઢીધારી જનાબ હાશિમ મોહમદના દાદા સુરતથી ડર્બન આવી પરચૂરણની દુકાનમાં સર્વિસે રહ્યા. દાદીમા દ.આફ્રિકામાં જન્મેલાં સુન્ની મુસ્લિમ હતા.આમલાના પિતા મોહંમદ એચ.આમલા ડૉકટર છે. તેમના બે પુત્ર પૈકી હાશિમ આમલા 1983માં જન્મેલા. આમલા ત્રીજા ક્રમે રમે છે. ડર્બન સ્કૂલમાંથી સ્નાતક થયા છે.
મુંબઈમાં જ્યારે આતંકવાદી હુમલો થયો ત્યારે તેમનું સંવેદનશીલ, ધાર્મિક નેકદિલ દુ:ખી થયું. તેમનાસંસ્કાર બોલી ઊઠ્યા: ‘આવી બર્બર હત્યા કરનાર ઈન્સાન મુસ્લિમ નથી. સાચો મુસ્લિમ કદી આતંકવાદી હોઈ શકે નહીં.’ હાશિમભાઈની ધર્મની વિભાવના અને શ્રદ્ધાનાં કેન્દ્રમાં શુદ્ધ માનવતાની મહેક છે.
તેમની ક્રિકેટર જીવનયાત્રામાં એક પ્રશંસનીય દૃષ્ટાંત મળે છે જે ભાગ્યે જ કોઈ પ્રખ્યાત ક્રિકેટરમાં જોવા મળે.
દક્ષિણ આફ્રિકામાં રાષ્ટ્રીય ક્રિકેટર તરીકે હાશિમની પસંદગી થઈ. તેમના મેદાન પરના પોશાક પર દારૂ અને બીયર બનાવતી દક્ષિણ આફ્રિકાની મોટી કંપની કોસ્ટલનો ‘લોગો’ આવ્યો. અન્ય ક્રિકેટરોએ તે પોશાક સ્વીકાર કર્યો. પરંતુ હાશિમે તેનો પ્રખર વિરોધ કર્યો.દારૂ અને બીયરનો પોશાકનો ‘લોગો’ ન રાખવા વિનંતી કરી. વિવાદ થયો, હાશિમ મક્કમ રહ્યા અને કહ્યું ‘ અમારા ઈસ્લામમાં દારૂનું સેવન કરવું કે તેવી કંપનીને પ્રોત્સાહન આપવુંપણ ગુનો છે. હું મારા પોશાક પર આ વાંધાજનક લોગો કદી નહીં લગાડું’
દ.આફ્રિકા ક્રિકેટ બોર્ડે આ બાબતે હાશિમની આ વાતને સમર્થન આપ્યું. લોગો દૂર કરાયો. આ એક નેકદિલ ઈન્સાનની જીત હતી. ઈસ્લામના આમાનવીય સિદ્ધાંતને જીવનમાં સાર્થક કરનાર, અમલ કરનાર રમતવીરને એક પત્રકારે પ્રશંસાફૂલ વેરતાં કહ્યું, ‘વાહ સલામા છે નેક વિચારને.’
7/7127, શ્રાવક શેરી, સૈયદપુરા, સુરત-395 003

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 535,823 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જુલાઇ 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: