ઊઘડ્યાં દ્વાર અંતરનાં–ફેબ્રુઆરી-10,11 અને 12

ઊઘડ્યાં દ્વાર અંતરનાં
એઈલીન કેડી
ભાવાનુવાદ: સોનલ પરીખ
પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા. લિ.
ફેબ્રુઆરી—10
ધ્યેય ઊંચું રાખો. જેટલું ઊંચું ધ્યેય રાખશો તેટલું વધારે સારું.ભલે પછી દર વખતે એ ઊંચું ધ્યેય સાધી ન શકાય, પણ એ કોશિશમાં તમને તમારી ક્ષમતા કેટલી છે તે સમજાશે. હંમેશાં સર્વશ્રેષ્ઠ માગો.પોતાની જાતને એ મેળવતી જુઓ અને તે માટે શાશ્વત કૃતજ્ઞતાનો ભાવ રાખો. યાદ રાખો, હું જાણું જ છું કે તમારે શાની જરૂર છે. તમે માગશો તે પહેલાં એ જરૂરતોને પૂરી કરતાં મને આવડે છે.
આ અદભુત સત્યોને જાણવા અને તમારા અસ્તિત્વના ઊંડાણમાં એને પચાવવાની ક્ષમતા તમને મળી છે એ મારી કૃપાનું ફળ છે. આમૂલ પરિવર્તનો અને વણથંભ્યા વિકાસથીદરેક રીતે વિસ્તરવાનું છે તે કદી ન ભૂલશો. દુનિયામાં ઘણી ઊથલપાથલ થયા જ કરે છે, કારણ કે જૂનાએ ખસી જઈ નવાને જગ્યા આપવી પડે છે, પણ જે આત્માઓ પોતાની પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ મારામાં મૂકવાનું શીખ્યા છે, તેમનો વાળ પણ વાંકો નથી એ જાણો.જાણો કે મારા માટે કશું જ અસંભવ નથી અને એ નિ:સંદેહ છે.
ફેબ્રુઆરી—11
તમે શાંત-સ્થિર થવા માટે સમય કાઢીને, મારી સાથે સૂર સાધો નહીં અને તમારી જાત મને અર્પણ કરી દેવા તૈયાર થાઓ નહિ ત્યાં સુધી, તમારામાં ને તમારી મારફત કામ કરવા માટેનું માધ્યમ મને મળી શકે નહિ. હંમેશાં યાદ રાખો કે તમારા ભાગે આવેલી ભૂમિકા તમારે અદા કરવાની છે. પ્રાથમિક વસ્તુઓને તમારે પ્રાથમિકતા આપવી જોઈએ. એમ કરીને તમે સઘળાં દ્વાર ઉઘાડો છો અને પછી તમારામાં અને તમારી દ્વારા હું અનેક આશ્ચ્રર્યકારી બાબતો કરવાને શક્તિમાન બનું છું. માધ્યમો વગર મારું કામ અટકી પડે છે. જાતથી મુક્ત થયેલાં વધુ ને વધુ માધ્યમો મને જોઈએ છે, જેથી તમારામાં અને તમારી દ્વારા વહેતા મુક્ત પ્રવાહને કશું અટકાવી શકે નહિ. તમે તમારી જાતને સમર્પી ન દો ત્યાં સુધી હું તમારો ઉપયોગ કરી શકું નહિ. મુક્તપણે અપાયું ન હોય ત્યાં સુધી હું કદી કંઈ લઉં નહિ,એટલે તમારું સકળ મને સમર્પી દો, કશું પાસે રાખી ન લો, અને એ અર્પણમાં જાતને સર્વથા ભૂલી જાઓ.જીવનના તાલ સાથે તાલ મેળવો,મારી સાથે તાલ મેળવો અને સરળતાથી એના લયમાં વહો. વિચાર કરવામાં વધુ વખત ન બગાડો, એ વિશે આ પળે જ કંઈક કરો.
ફેબ્રુઆરી—12
તમારું આખું જીવન એક સંપૂર્ણ આકાર અને આયોજનમાં ચાલી રહ્યું છે તે જુઓ. એમાં કશું જેમ તેમ, ઢંગધડા વગરનું નથી. ભલે એ અતિશય વિચિત્ર દેખાતું હોય, પણ એ સઘળી મારી દૈવી યોજના છે. મેં મારો હાથ તમારી પર ન મૂક્યો હોત, તો તમે અત્યારે જ્યાં છો ત્યાં ન હોત. જે કરો છો તે ન કરતાં હોત. મારી રીત તો તમારી રીતો નથી. હંમેશાં મારું ધારેલું કરવાને પ્રયત્નશીલ રહો. તમારે માટે સર્વોત્તમ શું છે તે હું જાણું છું, તો પછી શા માટે એની સામે લડવું અને માનવું કે ઉત્તમ શું છે તે તમે જાણો છો ? મારામાં નિ:શેષ શ્રદ્ધા ને વિશ્વાસ રાખો. જાણો કે હું સદાકાળ અહીં જ છું અને હું તમને કદી નિરાશ કરીશ નહિ કે ત્યજી દઈશ નહિ. હંમેશાં મારા ભણી દૃષ્ટિ કરતાં રહો. મારે તમને જે કહેવાનું છે તે મૌનમાં સાંભળો અને મારી જરા અમથી વાતનું પણ પાલન કરો. આજ્ઞાધીનતા તમારે માટે એક આખી નવી જિંદગી ખોલે છે અને તમારા છેક ઊંડાણમાં ઢંકાઈને પડેલી, મુક્ત થવાની રાહ જોતી નવી શક્તિઓને મોકળી કરે છે. અને આ ત્યારે જ બને, જ્યારે પ્રશ્ન કર્યા વગર એને અનુસરવા તમે તૈયાર ને તત્પર થાઓ.

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 535,830 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જુલાઇ 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: