ઊઘડ્યાં દ્વાર અંતરનાં–નવેમ્બર–22 અને 23

ઊઘડ્યાં દ્વાર અંતરનાં
એઈલીન કેડી
ભાવાનુવાદ: સોનલ પરીખ
પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા. લિ.
નવેમ્બર—22
જીવનની ઊજળી બાજુને હંમેશાં જુઓ. હંમેશાં શ્રેષ્ઠની અપેક્ષારાખો અને જીવનમાંઅજવાળું અને શ્રેષ્ઠતા આકારલેતાં જુઓ. જો કોઈ નકારાત્મક પરિસ્થિતિમાં મુકાવાનું થાય તો તેનો દોષ બીજા કોઈ પર કદી ન ઢોળો. તમે જ તમારા માલિક છો. ચિત્રને પલટાવી તેની બીજી બાજુ જોવાનો અધિકાર ફક્ત તમને છે. જો તમારે જીવનની ધૂંધળી બાજુને જોવી હોય તો તેમ કરવા તમે સ્વતંત્ર છો, પણ પછી તમે એવી વ્યક્તિઓને કદી નહીં આકર્ષી શકો જે સાચી મુક્તિનો આનંદ શો છે તે જાણી ચૂકી છે, કારણ સમાન ગુણધર્મોવાળા એક બીજાને આકર્ષી શકે છે.
જેવા તમે થશો તેવી ભીડ તમારી આજુબાજુ જમા થશે. જ્યારે તમે વિશ્વમાં ઉચ્ચ આસન પર હો, તમારી અંદરથી પ્રેમનો પ્રવાહ મુક્તપણે વહેતો હોય ત્યારે તમે સર્વને તમારીતરફા ખેંચો છો. કારણ કે આનંદથી ઊભરાતી વ્યક્તિઓ સૌને ગમે છે. વ્યક્તિને,પરિસ્થિતિને ઊંચે લાવતાં શીખો અને બીજા કોઈને એટલો અધિકાર ન આપો કે તે તમને પોતાના વર્તનથી હતાશાનીગર્તામાં ધકેલી શકે. તમે અહીં શાંતિનું સર્જન કરવા માટે આવ્યા છો, સંવાદિતા, સૌંદર્ય અને સંપૂર્ણતાને સાકાર આવ્યાછો, શ્રેષ્ઠ જીવન તમારી પ્રતીક્ષા કરે છે. ઊઠો અને આગળ વધો.
નવેમ્બર—23
જ્યારે હું કહું છું, ‘ એકમેકને પ્રેમ કરો’ ત્યારે તેનો અર્થ એ નથી થતો કે તમારે એકમેકને સહન કરવાના છે. એ પણ નથી થતો કે તમારે એકબીજાને પ્રેમ કરવા માટે સખત મહેનત કરવાની છે. જ્યારે તમે તમારા હ્રદયને મોકળું કરશો, તેને સુંદર અને પ્રેમપૂર્ણ વિચારોથી ભરપૂર થવા દેશો ત્યારે તમે જોશો કે પ્રેમ આપમેળે તમારા હ્રદયમાં ઊભરાશે અને તમે તમારા સંપર્કમાં આવતા સર્વને, અજાણ્યાઓને પણ ચાહી શકશો.એ પ્રવાહ મારા સાર્વત્રિક મુક્ત પ્રેમનું વહેણ છે. જેમાં કોઈ ભેદભાવ નથી, કોને પ્રેમકરવો ને કોને ન કરવો એવી કોઈ શરત નથી.
દરેક પ્રત્યે મારો પ્રેમ એકસરખી રીતે વહે છે. તે પ્રવાહમાંથી તમે કેટલું ગ્રહણ કરો તે તમારાપર આધાર રાખે છે. પ્રેમને પ્રગટ કરતાં કદી ભય ન અનુભવો. પ્રેમની તાકાત તમારા વ્યક્તિત્વને ઓળંગી જઈ પરમ તત્ત્વની ઊંચાઈ ધારણ કરે છે. તમારા હ્રદયને તમારી હથેળીઓ સુધી વિસ્તરવા દો અને પરસ્પર પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરવામાં કદી સંકોચ ન રાખો. બ્રહ્માંડમાં પ્રેમ જેવું એકત્વ આપનારું તત્ત્વ બીજું એકેય નથી, તેથી પ્રેમાપો, પ્રેમ આપો.

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “ઊઘડ્યાં દ્વાર અંતરનાં–નવેમ્બર–22 અને 23
  1. akbarhabib42yahoocom કહે છે:

    આઇલિન કેડી ની જીવન જરમર ક્યારેક જણાવજો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 535,823 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જુલાઇ 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: