[Enter Post Title Here]
ઊઘડ્યાં દ્વાર અંતરનાં
એઈલીન કેડી
ભાવાનુવાદ: સોનલ પરીખ
પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા. લિ.
ઑક્ટોબર—28
મહાવરો કરવાથી નિપુણતા વધતી જાય છે. જેમ તમે જીવનને ‘ જીવતાં ’શીખતાં જાઓ,તેમ તેમ તમારામાં જીવન ઉમેરાતું જાય છે અને તમારા અસ્તિત્વમાં, તમારા કાર્યમાં અને તમારી જીવનશૈલીમાં એનો સ્પર્શ અનુભવતાં જાઓ છો. પછી તમે સ્થગિત રહી શકતા નથી.એટલે પોતાને પ્રસન્નતાપૂર્વક,સ્વતંત્રતાપૂર્વક વિકસવા અને વિસ્તવાની શક્યતાઓ હંમેશાં ખુલ્લી રાખો.તમને ભૂતકાળની સાથે જકડી રાખતાં બંધનોને તોડી નાખો. જે ભયને લીધે તમે પોતાને વિસ્તરતા રોકતા હતા, જે ભયને લીધે તમે આંખો મીંચીને બંધનોને સ્વીકારી લેતા હતા, તે ભયમાંથી બહાર આવો, મુક્ત થાઓ. તો જ તમારી દૃષ્ટિ નિર્મળ અને તેજસ્વી બનશે, વર્તમાનને સ્પષ્ટપણે નિહાળી શકશો.
શ્રદ્ધાના બળને સમજો અને શ્રદ્ધા અશક્યને પણ શક્ય બનાવી શકે છે તે કદી ન ભૂલો. મારું સામ્રાજ્ય આ પૃથ્વી પર ઉતારી લાવો, મારી ઇચ્છાને અનુસરો અને મારા બાંધેલા માર્ગ પર ચાલો. બની શકે કે શરૂઆતનાં તમારાં પગલાં ધીમાં અને ડગમગતાં પડે, ચાલવાનું ચાલુ રાખો. ગમે તેટલી વાર પડો—તોપણ.બસ યાદ રાખો કે, તમારે ઊભા થવાનું છે, પ્રયત્નો ચાલુ રાખવાના છે, ચાલતા રહેવાનું છે.
ઑક્ટોબર—29
હંમેશાં ઉત્તમની શોધ કરો. હંમેશાં ઉત્તમની અપેક્ષા રાખો અને કદી ઉત્તમથી ઊતરતાથી સંતુષ્ટ નથાઓ.એ તમારા માટે મુશ્કેલ હોઈ શકે કારણ કે ઘણી વાર તમે પરિસ્થિતિની અંદર બૉટલમાં પુરાયેલા ભૂતની જેમ કેદ થઈ ગયાહો છો, પણ હતાશ ન થાઓ. તમારી ચેતનાને ઊંચે લો અને કદી અભાવ વિશે ન વિચારો. હંમેશાં સભરતા અને પૂર્ણતા વિશે જ વિચારો. જુઓ કે બધે સમૃદ્ધિ છે. સભરતા છે અને પછી મારા અનંત અખૂટ ખજાનાને માટે કૃતજ્ઞ બનો. શા માટે ઉત્તમથી ઊતરતું કશું સ્વીકારવું જોઈએ ? ઉત્તમ તો તમે તેને સ્વીકારો તેની રાહ જુએ છે. તમારા પર વરદાનોની વર્ષા કરવા તત્પર છે. જ્યારે તમે સર્વોત્તમની કલ્પના કરો છો, તમારું સમગ્ર જીવન અને તમારું આખું અસ્તિત્વ તમને અંદર બહારથી વિસ્તૃત અને વ્યાપક બનાવવા માંડે છે, જેથી તમે એ કલ્પનાને સાકાર કરી શકો.યાદ રાખો, આ ઘટના તમારામાં જ જન્મશે.તમારા વિચારોને યોગ્ય સ્તર અને આકાર આપો.અંદરથી પોતાને ફરી વ્યવસ્થિત કરો, અને પછી એને ધીરે ધીરે તમારામાં કાર્યાન્વિત થવા દો. કદી ભૂલશો નહીં કે દરેક ઘટનાની પાછળ મારો હાથ રહેલો છે અને કદી કૃતજ્ઞ થવાનું ચૂકશો નહીં. કોઈ ચીજને મૂલ્યહીન કે આપમેળે આવી મળેલી સમજી અવગણશો નહીં. ઊલટું, દરેક નાની પ્રાપ્તિ માટે પણ ધન્યતા અનુભવો.
પ્રતિસાદ આપો