ઊઘડ્યાં દ્વાર અંતરનાં
એઈલીન કેડી
ભાવાનુવાદ: સોનલ પરીખ
પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા. લિ.
ઑક્ટોબર—18
હું તમારો આશ્રયદાતા છું, હું તમારું બળ છું, મુશ્કેલી અને હતાશાના સમયમાં હું તાત્કાલિક સહાય છું. મને પોકારતાં શીખો,મારા પર આધાર રાખતાં શીખો,મારી પાસેથી પ્રાપ્ત કરતાં શીખો, મારા પર પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખતાં શીખો. પછી જુઓ કે કેવી સરળતાથી દરેક મુશ્કેલી, દરેક સમસ્યા ઓગળીને નહીંવત થઈ જાય છે. તમે નજર કરશો અને તમને એ દેખાશે.સમસ્યાઓના વમળમાં ઘૂમતા રહી, પોતાની દયા ખાવામાં સમય ન વેડફો. એ વમળમાંથી બહાર આવતાં, ઊભા થતાં શીખો.
પાડ માનો કે જ્યારે તમે મારી શ્રદ્ધાપૂર્વક પ્રતીક્ષા કરતાં હોવ છો, ત્યારે તમને ઉકેલ મળે જ છે. તમારી ચેતનાને વિસ્તારો એટલે ઉકેલ તમને તમારી જ ચેતનામાં તૈયાર મળશે. પછી એને અમલમાં મૂકવાનું કામ તમારું છે. નવી જાગૃત ચેતના સાથે તમે તમારામાં પરિવર્તન જરૂર લાવી શકો. સ્થિર થતાં શીખો, ધૈર્યથી શોધતાં શીખો અને શ્રદ્ધા રાખો કે તમારો ઉકેલ તમારી અંદર છે જ અને યોગ્ય સમયે તે તમને મળશે જ. ક્યાંય ન પહોંચાડે તેવા ખોટા આંટાફેરામાં વખત બરબાદ નકરો. મને પોકારો, તરત જ મને પોકારી લો.
ઑક્ટોબર–19
જો તમે તમારો માર્ગ ચૂક્યા હો, તો તેને ફરી શોધવાની સૌથી ઝડપી અને સરળ રીત એ છે કે તમે સ્વસ્થ થાઓ, શાંત થાઓ અને તમારી અંદરની સ્થિરતામાં ભુલાયેલી દિશાનેફરી જુઓ. શું તમે શાંતિથી એ અવસ્થામાં જવા તૈયારછો ? કે પછી તમનેતેમાં સમયની બરબાદી લાગે છે ? તમે એમ માનોછો કે હું કરું છું તે બરાબર કરું છું ? દરેક વ્યક્તિને યોગ્ય દિશા જોઈએ,કારણ કે દિશા વગર તો જીવનની જાળજંજાળમાં તમારી શક્તિઓ ક્યાંય ખોવાઈ જશે. તો પછી થોડી ક્ષણો, રોજ પોતાની જાતમાં ઊંડા ઊતરી ફક્ત મારા સાંનિધ્યમાં વિતાવવી અને તમારા ગંતવ્યને સ્પ્ષ્ટ જોઈ લેવું એ વધુ સારું નહિ ?
તમે તે કરતાં શીખીજશો ત્યારે તમ?ને તમારી અંદરની મને મેળવવાની ઊંડી ઝંખના સમજાશે અને તમે વધુ ને વધુ સમય મારા સાંનિધ્યમાં વિતાવવા ઝંખશો, ચેતનાની એ અવસ્થામાં સ્થિર રહેવા ઝંખશો, તેથી જાગૃત રહો, સાવધાન રહો, તમારી અંદરથી ઊઠતી ઝંખનાઓનો પડઘો પાડો, આપ. તે ઝંખનાઓને અધીરતાથી બાજુ પર હડસેલી ન દો,તેને સમજવી, અનુભવવી એ કોઈ સમય માગતી વા નથી. ક્ષણાર્ધમાં આત્મસાત થઈ શકે છે. હું કહું છું કે દરેક વસ્તુ માટે સમય ફાળવાયો હોય જ છે.
ઑક્ટોબર—20
શું તમે પૂર્ણ તત્ત્વનો અંશ નથી ? જો છો, તો પછી અવ્યવસ્થા અને કોલાહલમાં ગુમ થઈ તમારી જિંદગીને તે પૂર્ણ તત્ત્વથી અલગ શા માટે કરી દો છો ? જે પળે તમે તમારા મનને સુંદર વિચારોથી ભરી દો, સુંદર શબ્દો કહો અને સુંદર કાર્યો કરો, તે પળથી તમે મારા સુંદર સર્જનનો—આ વિશ્વનો, એક સંપૂર્ણતાનો ભાગ બની જાઓ છો અને દરેક બાબત તમારા માટે વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે. દરેક આત્મા આ શાંતિ, આ સંવાદિતાને શોધતો હોય છે અને પામતો પણ હોય છે.
આ વિશ્વ શાંતિ અને સંવાદિતાનું સામ્રાજ્ય બની શકે છે. તેની શરૂઆત ક્યાંકથી થવી જોઈએ, તો તમારાથી જ કેમ ન થાય ? પ્રતીતિ કરો કે તમે, તમારી ભૂમિકા સારી રીતે અદા કરીને વિશ્વમાં શાંતિ અને સંવાદિતા લાવવામાં નિમિત્ત બની શકો, પાણીનું ટીપું ટીપું મળીને સમુદ્ર બને છે અને રેતીનો કણ કણ મળીને સમુદ્રકિનારો. તેથી દરેક વ્યક્તિ જે પોતે શાંત છેતે વિશ્વશાંતિમાં એક નાનું પણ આગવું પ્રદાન કરી શકે છે. તો પછી શા માટે તમારી ભૂમિકા અત્યારે જ અદા નથી કરતા ? તમારું હ્રદય ઉદાર બનાવો અને તઆરે જે કાર્ય કરવાનું છે તેને જાણો, આગળ વધીને તેને અમલમાં મૂકો.
ઊઘડ્યાં દ્વાર અંતરનાં–ઑક્ટોબર– 18,19 અને 20
Posted in miscellenous
પ્રતિસાદ આપો