ઊઘડ્યાં દ્વાર અંતરનાં
એઈલીન કેડી
ભાવાનુવાદ: સોનલ પરીખ
પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા. લિ.
ઑક્ટોબર—22
તમારી બધી વ્યસ્તતા વચ્ચે ક્ષણભર માટે એક વિરામ લો અને જુઓ કે તમારા જીવનમાં અગ્રિમતા શાને મળેલી છે ? કામને? જીવનને ? એષણાઓને? ઇચ્છાઓને ? મારું સામ્રાજ્ય પણ નિહાળો. શોધો કે તમે મારીસાથે પ્રત્યક્ષ સંપર્ક કરી શકો છો અને બીજું બધું પછી આપમેળે થઈ રહે છે. તમને એ ખ્યાલ આવ્યો છે કે તમારો મારી સાથેનો મેળાપ એ બીજી દરેક બાબત કરતાં અનોખો છે, કારણ કે આ મેળાપમાંથી જ બીજું બધું આકાર લે છે ? કૂવામાં પાણી હોય તો પણ જયાં સુધી તમે બાલદી ન લો, તેને પાણીમાં ન ઉતારો અને પાણી ભરાયા પછી તેને બહાર ન ખેંચો ત્યાં સુધી એ પાણી તમને નહીં મળે.
તમારે કંઈક કરવું પડે છે, પ્રયત્નો કરવા પડે છે અને તમારા ભાગે આવેલી મહેનત કરવી પડે છે. કૂવાના થાળા પર ઊભા રહી પાણી સામે જોયા કરવાથી પાણી મળતું નથી. આ જ હકીકત આધ્યાત્મિક જીવન માટે પણ સાચી છે.ઊભા રહીને આજુબાજુના લોકોના આધ્યાત્મિક વિકાસને કે તેમની મારી સાથેની એકતાને જોયા કરવાથીતમે તમારા માટેમને શોધી શકો નહીં. તમારી અંદર તરસ અને તલાશ તમારે જ પેદા કરવાની છે અનેપછી તૃપ્તિ પણ તમારે જ શોધવાનીછે.
ઊઘડ્યાં દ્વાર અંતરનાં–ઑક્ટોબર–22
Posted in miscellenous
પ્રતિસાદ આપો