[Enter Post Title Here]
ઊઘડ્યાં દ્વાર અંતરનાં
એઈલીન કેડી
ભાવાનુવાદ: સોનલ પરીખ
પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા. લિ.
ઑક્ટોબર—21
તમારી ચેતનાનો વિસ્તાર કરો અને જુઓ કે ત્યાં હું છું. ચેતનાને વધુ ને વધુ વ્યાપાક બનાવતા જાઓ અને જુઓ કે એ બધા જ વ્યાપને આવરી લેતો હું સાથે જ છું. મુક્ત થતા વિકાસ અને વિસ્તરણને અવરોધતા, દરેક બંધનથી પોતાને વિકસતા અનુભવો અને પછી તમારા વ્યાપને તૃપ્તિથી નિહાળો. જેમ એક નાનકડું બી પહેલા પોતાનું કોચલું તોડી અને પછી પૃથ્વીના પડને તોડી પોતાના અસલી સ્વરૂપમાં વિકસે છે, તેમ તમારા આત્માને તેના અસલી તેજ સાથે, તમારા મૂળભૂત અસ્તિત્વને વ્યક્ત ન કરે ત્યાં સુધી વિકસવા દો અને પછી તેના અદભુત રૂપને નિહાળો.
તેમ કરતાં તમને એ જાણ થશે કે તમે જીવન સમગ્રની સાથે એક છો. અત્યારે પણ, હંમેશાં રહેશો અને કદી પણ તેનાથી છૂટા થશો નહીં. ‘હું તમે છું અને તમે હું છું’ તે જે હું કહું છું તે આ જ છે. તમે સર્વ કંઈ કરવા શક્તિમાન છો અને બરાબર જાણી લો કે કશું અશક્ય નથી, કારણ કે તમારી અંદર અને તમારા દ્વારા જે કામ કરે છે તે હું જ છું. જ્યારે મને તમે પિછાણો છો અને સ્વીકારો છો ત્યાર પછી કશું જ અશક્ય રહેતું નથી.
પ્રતિસાદ આપો