ઊઘડ્યાં દ્વાર અંતરનાં– જૂન, 17 અને 18

[Enter Post Title Here]

 

 

a   ઊઘડ્યાં દ્વાર  અંતરનાં

એઈલીન કેડી

ભાવાનુવાદ: સોનલ પરીખ

પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા. લિ.

જૂન—17

યાદ રાખો કે દરેક માર્ગ મારા સુધી લાવનારો છે. કેટલાક તેને આંટીઘૂંટી અને તકલીફવાળો બનાવી દે છે. અમુક લોકો અજબ અને બિનજરૂરી લાગે તેવા હોઈ શકે, પણ તે બધા સાથે સંકળાવાની જરૂર નથી. દરેક વ્યક્તિને પોતાનો રસ્તો શોધવા દો અને તે રસ્તે તેને જવા દો. તમે તમારો રસ્તો શોધીલો અને તે રસ્તે જાઓ. ભલે બધા રસ્તા પરસ્પર સાવ જુદા પડતા જણાય. તમે બધા અંતે તો એક જ ધ્યેયને પામવાના છો અને તે ધ્યેય મારી સાથે એકાકાર થવાનું છે.

મારા તરફ લાવનારા સીધા અને ટૂંકા માર્ગ છે, પણ ઘણાને તે એટલા સરળ અને સીધા લાગે છે કે તેમને શંકા પડે છે અને તેઓ તેને સ્વીકારતા નથી. પછી તેઓ વધુ મુશ્કેલ, વધુ લાંબા ને વળાંકોવાળા રસ્તા પકડે છે. એ વિચારથી કે વધુ વેઠવાથી, વધુ બલિદાન આપવાથી તેમને વધુ મોટું ફળ મળશે. આ સંઘર્ષ સાવ બિનજરૂરી છે, પણ દરેકને પોતાનો રસ્તો પસંદ કરવાની સ્વતંત્રતા તો છે જ. તેથી જીવો અને જીવવા દો. એકબીજાની ટીકા ન કર્યા કરો.

જૂન—18

હાલના સમયમાં ઘણાબધા પરસ્પરવિરોધી  વિચારો અને માર્ગો જોવા મળે છે. એ બધું હજી વધશે. તમારી પૂરેપૂરી કસોટી થશે અને તમને તમારા માર્ગ પર ફેંકવામાં આવશે. તમારા જીવનમાં આવતા દરેક માર્ગને, દરેક આડરસ્તાને ચકાસવા બેસવાની જરૂર નથી. ફક્ત પોતાની અંદર ઊંડા ઊતરો, મારામાંથી બળ મેળવો અને તમારી શાંતિ જ્યાં હોય તે માર્ગે જાઓ. તમારા તમામ સંશયો અને ભયો નાબૂદ થશે. તમારું અંતર્જ્ઞાન તમને ખડક જેવા મજબૂત બનાવશે.

બહાર ગમે તેટલાં તોફાનો  ને વાવાઝોડાં ફૂંકાતાં હોય, તમને કશું જ ચળાવી નહીં શકે. તમે આવા મજબૂત અને નિર્ભય થાઓ તે જ મારી ઇચ્છા છે. હું ઇચ્છું છું કે તમારું સત્ય તમને તમારી જ અંદરથી મળ્યું હોય, જેને કદી કોઈ ઝૂંટવી ન જઈ શકે.સંઘર્ષનાં વમળોમાં ન ફસાઓ, હતાશાથી ન ઘેરાઓ. જગત અત્યારે તેનાથી જ ઘેરાયેલું છે,તોપણ શાંતિનું સ્વર્ગ તમારામાં જ છે. તેમાં પ્રવેશો અને તમારા પથદર્શક તરીકે મને જુઓ. હું તમારો શાંતિદૂત છું. હું તમારો આશ્રય છું. મારા પ્રેમ અને શાંતિ વડે પોતાને ભરપૂર થવા દો.

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જૂન 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: