ઊઘડ્યાં દ્વાર અંતરનાં–જૂન, 10 અને 11

a   ઊઘડ્યાં દ્વાર  અંતરનાં

એઈલીન કેડી

ભાવાનુવાદ: સોનલ પરીખ

પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા. લિ.

જૂન—10

આધ્યાત્મિક માર્ગ પર પગ મૂક્યા પછી જીવન કદી નિસ્તેજ કે ઉદાસ રહેતું નથી. કારણ કે જીવનને એક ગતિ મળી જાય છે. કશું સ્થગિત રહેતું નથી. તમારી ચારે બાજુ, તમારી અંદર નવું નવું કેટલુંય પૂરીસ્વતંત્રતાથી અને સંપૂર્ણ ઉલ્લાસથી ખૂલવા લાગે છે.

તમે એ જ જૂના રસ્તે ચાલીને સંતુષ્ઠછો? તમે તેમ કરવા પણ સ્વતંત્ર છો. પણજો તમારી એ જ પસંદગી હોય તો પછી તમારું જીવન ઉન્નત બને તેવી કોઈ આશા ન રાખતા. કોઈ મોટા પરિવર્તનની અપેક્ષા ન રાખતા. નવી ધરતી અને નવા આકાશના સર્જન માટે પછી હું તમારો ઉપયોગ નહીં શકું. જે લોકો પોતાની રીતે પોતાને રસ્તે જાય, તેમણે તેનાં પરિણામ પણ ભોગવવાં જોઈશે. પરંતુ  જે લોકો મારી ઇચ્છાને અનુસરવા માગે છે, મારા રસ્તા પર ચાલવા તૈયાર છે, તેઓ એક નવા યુગમાં પ્રવેશે છે. પસંદગીને આવતી કાલ પર શા માટે મુલતવી રાખવી? આ ક્ષણે જ નક્કી કરો.

જૂન—11

મૌન અને શાંતિમાં જ બધું સ્પષ્ટ થાય છે. મૌન અને શાંતિમાં જ તમે સ્થિર થઈ મને શોધી શકો છો. હું હંમેશાં હોઉં છુ, પણ એ અદભુત બાબત પ્રત્યે તમે અંધ જ રહી જાઓ છો. ફક્ત શાંતિ અને મૌનની અવસ્થામાં તમને હું મળું છું અને એ અવસ્થામં તમે ગમે ત્યારે જઈ શકો છો. આમ કરવાની તમે જેટલી વધારે ટેવ પાડશો, જેટલો વધારે મહાવરો કરશો તેટલું તે તમારા માટે વધારે સરળ થતું જશે. એટલું સહજ, જાણે શ્વાસોચ્છ્વાસ.

મને શોધવા માટે પોતાની જાતમાં જબરદસ્તીથી ઘૂસવું. તમે કોઈ પણ સમયે , કોઈ પણ કામ કરતાં કરતાં મને પામી શકો છો. તમારી આસપાસ ગમે તેટલો કોલાહલ અને ઘોંઘાટ હોય, તોપણ તમે તમારી અંદરની શાંતિમાં ગમે ત્યારે જઈ શકો. અંદરના ગાઢ મૌનમાં મને શોધી શકો અને જ્યારે તમે મને પામી લો છો, દરેક પરિસ્થિતિ સત્યના નવા પ્રકાશથી આવૃત થઈ એક નવું પરિમાણ મેળવે છે, કારણ જ્યાં હું છું ત્યાં અંધકાર નથી, સમસ્યાઓ નથી. ત્યાં ફક્ત પ્રગાઢ શાંતિ છે,

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,820 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
મે 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: