ઊઘડ્યાં દ્વાર અંતરનાં– જૂન 14 અને 15

 

 

 

a   ઊઘડ્યાં દ્વાર  અંતરનાં

એઈલીન કેડી

ભાવાનુવાદ: સોનલ પરીખ

પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા. લિ.

જૂન—14

તમારા દેખીતા અભાવો,નિષ્ફળતાઓ, ભૂલો અને ગેરસમજનો ભોગ તમારી જાતને શા માટે બનવાદો છો? નકારાત્મકતાઓમાં જીવવાને બદલે એ નબળાઈઓને શક્તિમાં, ભૂલો અને નિષ્ફળતાઓને

સફળતામાં પરિવર્તિત કરો તો કેમ? એ શક્ય છે. જો તમે તમારી જાતમાં ઊંડા ઊતરશો તો જોશો કે સારાપ,સૌંદર્ય અને સદગુણોનો એક છૂપો ખજાનો ત્યાં છે. તેમાં શ્રદ્ધા રાખો, એ ત્યાં છે જ તેવો વિશ્વાસ રાખો અને તેને શોધો, તે તમને મળશે જ.

તમારામાં છુપાયેલા શ્રેષ્ઠની જો તમે અવગણના કરો અને નકારાત્મક્તામાં જીવવાનું પસંદ કરો તો પછી તેનાં જે પરિણામ આવે તેને ભોગવવા તૈયાર રહેજો, કારણ કે તમે જેવું વિચારશો તેવું જીવશો. જેવું વિચારશોતેવા બનશો, સર્વશ્રેષ્ઠ વિચારો અને સર્વશ્રેષ્ઠ પામો. જાણી લો કે હું તમારી સાથે હોઉં, મારું માર્ગદર્શનહોય,પછી તમે કંઈ પણ કરવા શક્તિમાન છો. જ્યારે તમે એ સ્વીકારી લીધું છે કે હું તમારામાં વસું છું, પછી સર્વશ્રેષ્ઠ સિવાયનું બીજું કશું હોઈ પણ ન શકે.

જૂન—15

તમારા હાથમાં અસીમ શક્તિ છે. તેનો યોગ્ય અને સૌના કલ્યાણ માટે ઉપયોગ કરો. શક્તિ સર્જક અને વિનાશક બંને માર્ગે વાપરી શકાય. તેને કઈ રીતે વાપરવી તેનો આધાર તમારા પર જ છે. જ્યારે તમારે સર્વશ્રેષ્ઠ પરિણામ જોઈતું હોય અને તેનો તમે સર્જનાત્મક ઉપયોગ કરવા માગતા હો, તે વખતે અદભુત, ચમત્કારિક બનાવો બનતા હોય છે. વિદ્યુતશક્તિ જ્યારે સર્જનાત્મક માર્ગે વપરાય  ત્યારે તેનાથી વિરાટ યંત્રો ચાલે છે, શહેરોને પ્રકાશ મળે છે અને અનેક આશ્ચર્યજનક લાભો મેળવી શકાય છે. પણ જ્યારે તે ખોટા માર્ગે વપરાય ત્યારે તેનું પરિણામ વિનાશમાં આવે છે.

આવું જ આધ્યાત્મિક શક્તિઓનું છે અને તે તો કોઈ પણ ભૌતિક શક્તિ કરતાં વધુ શક્તિશાળી છે. એ તમારામાં છે, તમે તેનો ઉપયોગ કરો. તેની પ્રતીક્ષામાં જ તે છે, પણ તેનો ઉપયોગ સાચા માર્ગે થવો જરૂરીછે. તો તેમાંથી જે નીપજશે તે સારું જ નીપજશે અને તમારા અદભુત રહસ્યોનો પૂર્ણ સાક્ષાત્કાર થશે. એ વ્યક્તિઓ જે આ શક્તિનો ઉપયોગ કરવા ઇચ્છે છે, તેમના જ શિરે નવી પૃથ્વી અને નવા આકાશના સર્જનનો ભાર અત્યારે સોંપાયો છે.

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
મે 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: