ઊઘડ્યાં દ્વાર અંતરનાં–જૂન 8 અને 9

 

 

 

a   ઊઘડ્યાં દ્વાર  અંતરનાં

એઈલીન કેડી

ભાવાનુવાદ: સોનલ પરીખ

પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા. લિ.

જૂન—8

સવારે જાગ્યા ત્યારેક્યો વિચાર સૌ પ્રથમ આવ્યો? એક નવો અદભુત દિવસ મેળવવા માટે તમે આનંદિત હતા—કે ‘આજે કોણ જાણે શું થશે ’ વિચારથી ભયભીત હતા? હ્રદયમાં સ્તુતિ અને કૃતજ્ઞતાનું સંગીત લઈને તમે આંખ ખોલી શકો ? કે પછી દિવસના લય સાથે લય મેળવવામાં તકલીફ પડે ? ગુલાબી રંગનાં ચશ્માંથી તમે દિવસનું પહેલું દૃશ્ય જોશો તો દિવસ આખો ગુલાબી બની જશે.

પહેલું પગલું સાચું જ ભરો. આવતી કાલની ચિંતા ન કરો. જે મહત્ત્વનું છે તે આજ છે. ફક્ત આજ. આજે તમે શું કરો છો તે જ અગત્યનું છે. જાણી લો કે તમે આજે જે કંઈ કરો તે સંપૂર્ણપણે કરો તો એમાંથી સાચી, નક્કર સફળતા જન્મશે. જાણીલો કે તમારું પ્રત્યેક કથન પ્રેમપૂર્ણ હશે, તમારો પ્રત્યેક વિચાર ઉચ્ચ હશે તો તમે આજના દિવસમાં સઘળું શ્રેષ્ઠ જ પામશો.

જૂન—9

તમે મારા અનંત આયોજનનો એક અંશ છો. તમે મારા અસીમ ચિત્રણનો એક ભાગ છો. ભલે નાનકડો, પણ મારો અંશ છો. પૂર્ણને સર્જવામાં તમારો  પણ એક હિસ્સો છે. કદી એમ ન માનતા કે તમારો આટલો હિસ્સો શું કરી શકશે?  નાનું હોય તે બિનજરૂરી હોય તેવું તો નથી હોતું અને એ નક્કી કરનાર તમે કોણ? તમારી એક ખાસ ભૂમિકા છે અને એ તમે યોગ્ય રીતે કરો એની મને જરૂર છે. જો તમને ખ્યાલ ન આવતો હોય કે તમારી ભૂમિકા શી છે તો જ્યાં સુધી તમને એ ન સમજાય ત્યાં સુધી અંતરખોજ ચાલુ રાખો.

તમારી જાતને તમારા માટે બનેલી ભૂમિકામાં બંધબેઠેલી  જુઓ. તમારે પૂર્ણને જે આપવાનું છે તે આપો અને આ અદભુત, દિવ્ય પૂર્ણતામાં એક અંશ રૂપે પોતાને પામો. તમને તેનાથી અલગ કોઈ કરી ન શકે. તમારા બદલે આ અનુભવ પણ કોઈ ન લઈ શકે. તમારી શોધ અને તમારી પ્રાપ્તિ તમારે જ કરવાની છે. તમારું જીવન તમારા બદલે કોઈ જીવી ન શકે. ફક્ત તમે જ તમારું જીવન જીવી શકો.

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,820 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
મે 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: