ઊઘડ્યાં દ્વાર અંતરનાં–મે-30 અને 31

 

 

 

a   ઊઘડ્યાં દ્વાર  અંતરનાં

એઈલીન કેડી

ભાવાનુવાદ: સોનલ પરીખ

પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા. લિ.

મે—30

તમનેઆધ્યાત્મિક સત્યોનો ઉપદેશ મળ્યો હોય, પણ જ્યારે તમે ખૂબ જીવો, આચરણમાં ઉતારો અને વર્તનમાં બતાવોત્યારે જ એ તમારા જીવનની વાસ્તવિકતા બની શકે. તમારા વિચાર તમારે જ પગપર જ ઊભા રહો. કોઈ બીજાને તમારા વતી ઊભા રહેવાનું ન કહી શકો. પોતાની અંદર વળો, દરેક ઉત્તર ત્યાં જ શોધો અને તે તમને ત્યાં મળશે જ.

એમાં સમય જશે, તમારે ધૈર્ય કેળવવું પડશે,પ્રતીક્ષા કરવી પડશે. પણ જ્યારે તમારી શ્રદ્ધા, તમારી માન્યતા  પૂરતી મજબૂત બનશે , તમારી શોધ પૂરી થશે—તમને જેની તલાશ હતી તે બધું જ મળી જશે. પરિશ્રમ કરતાં, વિકસતાં અને વિસ્તરતાં શીખો.બધી શક્તિ, બધું જ્ઞાન, બધું શાણપણ  અને બધી સમજ જ્યાંથી જન્મે છે તે મૂળ સ્ત્રોતમાંથી બધું મેળવો, મારા તરફ વળો, હું જ તમારો ઈશ્વર છું. તમારું દિવ્ય રૂપ, હું તમને કદી નિષ્ફળ નહીં જવા દઉં. હું તમને કદી નહીં છેતરું કારણ, હવે તમે ચોક્કસ જાણો છો કે હું હંમેશાં તમારી સાથે છું.

મે—31

આ જ ક્ષણે ચેતનાને વિસ્તારવાનો પ્રારંભ કરો. દરેક બાબતમાં ભરપૂરતાને વિચારો, કારણ કે આ જ રસ્તે તમે જે ઇચ્છો તે મળશે. હું ઇચ્છું છું કે તમને મારું આખું સામ્રાજ્ય આપતાં મને કેટલો આનંદ થાય છે તે તમે જાણો. બધું આ સામ્રાજ્ય તરફ જ વહી રહ્યું છે, તેથી પહેલાં તો તેને શોધી લો. બીજું બધું તમને આપમેળે પ્રાપ્ત થશે. તમારી દરેક ઇચ્છા, દરેક જરૂરત હું જાણું છું અને તેને હું અદભુત રીતે પૂરી પણ કરીશ. આ સત્યને તમારા હ્રદયમાં ઉતારી લો. એક નાની સરખી શંકાનો પણ ઓછાયો તેના પર ન પડવા દો. એ સત્યને નિષ્કલંક જ રહેવા દો. પછી જુઓ ચમત્કારોની પરંપરા કેવી રીતે સર્જાય છે. ચમત્કારોનો યુગ પૂરો થઈ ગયો નથી. તમે મને સમર્પિત જીવન જીવો અને તમે એ ચમત્કારોના ખુદ સાક્ષી બનશો. મારો હાથ દરેક બાબતમાં અનુભવશો. તમારું હ્રદય પ્રેમથી ઊભરાશે. જે બનશે તેના પ્રત્યે તમે કૃતજ્ઞતા અનુભવશો.

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
મે 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: