ઊઘડ્યાં દ્વાર અંતરનાં–મે,28 અને 29

 

 

 

a   ઊઘડ્યાં દ્વાર  અંતરનાં

એઈલીન કેડી

ભાવાનુવાદ: સોનલ પરીખ

પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા. લિ.

મે—28

જ્યારે તમે કોઈ ઊંચા પહાડ પર ચડવાનું વિચારશો,ત્યારે તમે જરૂર એ ચકાશી લેશો કે તમારાં સાધનો બરાબર છે કે નહીં,દોરડું ઘસાઈ તો નથી ગયું ને—કારણ કે તમારું જીવન તેનાપર જ અવલંબે છે. તમે એક કુશળ ભોમિયો પણ શોધશો અને તેનામાં પૂરો વિશ્વાસ રાખી એ લઈ જશે તે માર્ગ પર જશો.તેની સૂચના અને આજ્ઞા સ્વીકારશો. આધ્યાત્મિક જીવનનું પણ આમ જ છે.જ્યાં સુધી તમે શિસ્ત નહીં શીખો,આજ્ઞાપાલન નહીં શીખો, સાહસભરી આ દુનિયામાં કશું સિદ્ધ નહીં કરી શકો અને કશુંક કરવા જશો તો તે જોખમી સાબિત થશે.

જો તમને માર્ગમાં કોઈ અડચણ આવે, થોભીને તમારા પોતાના અંતરમાં ઊતરો અને જુઓ કે તમને ધારણ કરનારું બળ શું છે? તમારી આત્મશિસ્ત કેવી છે.તમે તમારી જાતને ‘ ના’ કહી શકો છો?  આજ્ઞાપાલનનો ગુણ તમારામાં છે? કંઈ પણ થાય તેની પરવા કર્યા વિના હું જેમ કહું તેમ કરવાની તૈયારી છે?

મે—29

તમે મારા અંતરનું પ્રકાશકેન્દ્ર છો. તમે મારા અંતરનું પ્રેમ કેન્દ્ર છો. જ્યારે તમે આ સ્વીકારશો, જ્યારે તમે સૂક્ષ્માતિસૂક્ષ્મમાં પણ પોતાને જોઈ શકશો ત્યારે તમે કદી પોતાને તુચ્છ નહીં સમજો કે પોતા વિશે ખરાબ નહીં વિચારો. તમને સમજાશે કે તમે મારી કલ્પના અને અભિરુચિની નીપજ છો. હું અને તમે આખરે એક જ છીએ અને કદી કોઈ બાબત આપણને જુદા ન કરી શકે.

જો તમે મારી સાથે કોઈ જુદાઈ અનુભવતા હો તો એ તમારી પોતાની ખોટી માન્યતાછે, કેમ કે હું કદી તમારાથી જુદો છું જ નહીં. આ અદભુત સત્યને આત્મસાત કરવા તમારે બીજો જન્મ લેવો પડે તેમ બને. ઘણા આત્માઓ મારાથી અંતર રાખે છે અને મને એટલો જુદો સમજે છે. મને સ્વર્ગમાં એટલે ઊંચે બેસાડી દે છે કે પછી તેમનો હાથ મારા સુધી પહોંચતો જ નથી. હું તો તમારામાં જ છું. તમારી અંદરની ગહનતામાં,તમે મને પિછાણી લો તેની પ્રતીક્ષામાં.

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
મે 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: