ઊઘડ્યાં દ્વાર અંતરનાં–મે, 24 અને 25

 

 

 

a   ઊઘડ્યાં દ્વાર  અંતરનાં

એઈલીન કેડી

ભાવાનુવાદ: સોનલ પરીખ

પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા. લિ.

મે—24

નાના ખાબોચિયામાંથી બહાર નીકળો અને ચેતનાનો વિસ્તાર કરો. સમજો કે ક્યાંય કોઈ સીમા નથી. ઘણા લોકો પોતાની જાતથી આગળનું કંઈ જોઈ શકતા નથી.કોઈ વળી પોતાના સમૂહ કે સમાજથી આગળ જોતા નથી. નાની નજીવી બાબતોમાં તેઓ એટલા બંધાઈ ગયેલાહોય છે કે તેમને માટે વિકસવું,વિસ્તરવું બહુ મુશ્કેલ હોય છે. આવલણમાં આમૂલ પરિવર્તન આવવું જ જોઈએ અને તે પણઅત્યત ઝડપથી, તમને જે સમજાઈ ગયું છે, ફક્ત તેનાથી સંતોષ ન માનો.

આગળ વધવાની, પોતાની ગહનતામાં પ્રવેશવાની અને અશક્યતાઓને આંબવાની કોશિશમાં રહો. આમ કરવાથી તમારું સામર્થ્ય વધતું જશે. જ્યાં સુધી તેને ખેંચી શકાય ત્યાં સુધી ખેંચો.  પછી ફરી એનાથી પણ વધારે ખેંચો. કંઈક સાવ નવું શોધી તેની ટોચ પર જીવો. નવા, અજાણ્યાથી ભય ન પામો. બસ એક પગલું પૂરી શ્રદ્ધાથી, પૂરા આત્મવિશ્વાસથી ભરો. કદી ન ભૂલો કે દરેક પગલું તમને નવી ધરતી અને નવા આકાશની વધુ ને વધુ નજીક લઈ જનારું હશે.

મે—25

સાચું કહો—શું તમે તમારા માનવબંધુઓને ચાહો છો? તમને તેમનામાં રસ છે? તમને તેમની કદર છે અને તમે તેમને એક પરિવાર તરીકે જોઈ શકો છો? કે પછી તમે તેને બરદાસ્ત કરી લેતા હો છો અને તેમની સાથે ખભેખભા મિલાવીને ચાલવામાં તકલીફ અનુભવો છો? જો તમે તમારા માનવબંધુઓને ન ચાહી શકતા હો તો તમે મને ચાહવાનો દાવો ન કરત, કારણ કે આ સંબંધો એવી રીતે ગૂંથાયેલા છે કે તમે એકને ચાહી બીજાનો ઇનકાર ન કરી શકો.

એટલી બધી ફુરસદ  ક્યાં છે કે તમે પસંદગી કરવા બેસો કે કોને ચાહવા અને કોને નહીં. ખરું જોતાં પ્રેમમાં આવો ભેદ હોવો પણ ન જોઈએ, કારણ દિવ્ય પ્રેમ બધાને એકસરખી રીતે ભેટે છે. આનો અર્થ એ કે મારી નજરમાં સૌ સરખા છે—પછી તે ગમે તે રંગ, જાતિ, લિંગ, સંપ્રદાય કે ધર્મનું હોય. તમારે એ શિખર સુધી પહોંચવાનું છે જ્યાંથી તમે ‘સર્વ જીવોનું ઐક્ય ’ એટલે શું તે જોઈ અને સમજી શકો  ‘ માનવ પરિવાર’નો અર્થ સમજી શકો અને આ વિશાળ પરિવારના મૂળ તરીકે મને જાણી શકો.

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
મે 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: