ઊઘડ્યાં દ્વાર અંતરનાં–મે–20 અને 21

 

 

 

a   ઊઘડ્યાં દ્વાર  અંતરનાં

એઈલીન કેડી

ભાવાનુવાદ: સોનલ પરીખ

પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા. લિ.

મે—20

જ્યાંહું છું ત્યાંસ્વતંત્રતા છે. જ્યાં હું છું ત્યાં મુક્તિ છે. જ્યાં હું છું ત્યાં ભરપૂરતા છે, પૂર્ણતા છે. જ્યાં હું છું ત્યાં અવર્ણનીય આનંદ છે. આ અવસ્થા દરેકને પ્રાપ્ત થઈ શકે, પણતે માટે તેણેચેતનાને જગાડવી પડે.શાંતિ અને ધૈર્યથી અંતરખોજ કરવી પડે. હું તમારી અંદર છું. મને બહાર શોધવાનું બંધ કરો. મેઘધનુષનો છેડો શોધવા જાઓ તો મળવાનો નથી. તમારે જે શોધવાનું છે તે તમારી જ અંદર,તમારી જ ગહનતામાં છુપાયેલું છે. આ બધું સિદ્ધાંતો રૂપે સમજી જવાથી પણ કંઈ નહીં વળે. તેથી શબ્દોને, સિદ્ધાંતોને પણ છોડીદો.

જે જાણો છો તેને જીવો. આ જ ક્ષણથી  મારા વિશે, મારી દિવ્ય ઉપસ્થિતિ વિશે સભાન થવાની શરૂઆત કરો. મને આમંત્રણ આપો—કે હું તમારું બધું સમજું, તમે અને હું સાથે ચાલીએ, વાત કરીએ અને તમે મારા શાંત ધીમો અવાજ સાંભળો. નિકટ આવો, હજુ નિકટ, વધારે નિકટ,ઐક્ય સાધી શકો તેટલા નિકટ –એ ઐક્યને તમારામાં અનુભવો. અંદરની પ્રગાઢ, પૂર્ણ શાંત સ્થિરતાની અદભુત અવસ્થાને અનુભવો, કારણ તમે મારી સાથે એક થયેઆ છો તે તમે જાણો છો.

મે—21

કદી અન્યના માર્ગમાં ખલેલ ન પહોંચાડો કે દખલ ન કરો. દરેક વ્યક્તિને પોતાનો રસ્તો શોધવાનો હોય છે અને એ રસ્તે જ એને પોતાનું ધ્યેય મળે છે. કોઈ ધ્યાન દ્વારા, કોઈ સિદ્ધાંતો દ્વારા, કોઈ પ્રાર્થના દ્વારા, કોઈ કર્મ દ્વારા તો કોઈ લોકસંપર્ક દ્વારા જાય છે. દરેક પોતાનો રસ્તો શોધે અને તેને અનુસરે. ભટકવું, રસ્તો ખોવાઈ જવો, ખોટા વળાંકોમાં અટવાવું,આ બધામાં અમૂલ્ય સમય અને શક્તિ ન વેડફાય તે જ સારું.

સીધો અને નાનો માર્ગ પકડો. ધ્યેય પર એકાગ્ર થાઓ. હું અને તમે એક છીએ એનો અનુભવ એ જ તમારું ધ્યેય છે. હું એ જ તમારો ઈશ્વર, તમારી અંદરની દિવ્ય ચેતના. માર્ગ કદાચ કઠિન હોય, મુશ્કેલ હોય તોપણ તેને ન છોડશો. તમારું ધ્યેય તમને મળવાનું જ છે. આ માર્ગ એવી વ્યક્તિઓનો નથી જેમનું મન નબળું છે, સત્યનો સામનો કરવાની જેમનામાં હિંમત નથી, જે પ્રકાશથી ડરે છે.મજબૂત અને સાહસિક બનો. તમારો હાથ મારા હાથમાં આપો. હું દરેક પગલે, સતત તમારી સાથે છું, મદદરૂપ છું. જો તમે મને તેમ કરવા દો તો.

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
મે 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: