ઊઘડ્યાં દ્વાર અંતરનાં\ ફેબ્રુઆરી –13 થી 16

 

 

ઊઘડ્યાં દ્વાર  અંતરનાં

એઈલીન કેડી

ભાવાનુવાદ: સોનલ પરીખ

પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા.લિમીટેડ.

ફેબ્રુઆરી 13

તમારી અંદર શક્તિ અને સામર્થ્યનો અખૂટ ભંડાર છે. તેમાંથી બળ મેળવો અને તમને ખ્યાલ આવશે કે અદભુત જણાતાં કાર્યો તમે કેટલી સરળતાથી કરી રહ્યા છો, કારણ કે તમે મારા અલૌકિક નિયમોથી કામ કરો છો. બધું જ શક્ય છે કેમ કે મારા નિયમો બધાં બંધ દ્વાર ખોલવાની અને દરેક બાબતને શક્ય બનાવતી ચાવી જેવા છે. એ નિયમો પિછાણો, તેના માટે હંમેશાં આભાર માનો અને તે જ માટે તેમ જ સૌના શ્રેય માટે ઉપયોગ કરો. તો જ  અદભુત ઘટનાઓ બનશે, તેનોયોગ્ય ઉપયોગ થશે અને સૌ કોઈને  તેમનો લાભ મળશે.

મારા માર્ગદર્શન નીચે થયેલો શક્તિઓનો યોગ્ય ઉપયોગ ઇતિહાસને બદલી નાખે છે, નવા આકાશ અને નવી ધરતીનું સર્જન કરે છે. પણ જો તે ખોટી રીતે વપરાય તો વિનાશ અને વિધ્વંસ લાવે છે. શક્તિઓની સાથે રમત કરવા જેવું નથી. તેને ખૂબ આદરથી જોવી જોઈએ. હું શક્તિ છું. મારા હાથમાં સમગ્ર બ્રહ્માંડ રહેલું છે અને તમે એ જ સમગ્રનો નાનો શો અંશ છો. તેમાં ભળી જાઓ, ઓગળી જાઓ અને તમારું સાચું સ્થાન તેમાં જ પ્રાપ્ત કરો.

 

ફેબ્રુઆરી14

હવાની લહેરોમાં પ્રેમ વહી રહ્યો છે. તેની ઉષ્માને અનુભવો. તેના આનંદને આત્મસાત કરો અને તેની સાથે જોડાયેલી મુક્તિને ચાખો. પ્રેમ અસ્તિત્વનું ઊંડું સ્તર છે. તેના વિશેવાતો કરવાની જરૂર નથી, કેમ કે તે પોતાની મેળે પ્રગટે છે અને એક હજારને એક રસ્તે પોતાને વ્યક્ત કરે છે.  એક નજર, એક સ્પર્શ, એક ગતિ—પ્રેમ સર્વત્ર છે, પણ તેને પૂરેપૂરો મૂલવવા માટે તમારે પૂરેપૂરા જાગ્રત થવું જોઈશે. હવા સર્વત્ર છે, પણ જ્યાંસુધી એ તમને જીવન આપે છે એ હકીકતથી તમે સભાન ન થાઓ ત્યાંસુધી તેની કિંમત કરી શકતા નથી.

કોઈ ચીજની અવગણના ન કરો, કારણ તેનાથી તે બાબતમાંથી મળતા આનંદ અને પ્રકાશ અદૃશ્ય થઈ જાય છે. પ્રેમ નાનકડા અંકુરની જેમ ઊગે છે અને પછી વિકસતો રહે છે, વિસ્તરતો રહે છે. જ્યારે તમે એકમેકને સાચો પ્રેમ કરો છો ત્યારે તમને પરસ્પરમાં વિશ્વાસ હોય છે, શ્રદ્ધા હોય છે. પ્રેમને એની રીતે વહેવા દો. તેના વહેણ આડે કશું જ ન આવવા દો. તમારો દિવ્ય પ્રેમ દરેક દિશાએથી વહેવા દો અને બધી સમજની પેલે પાર રહેલી શાંતિનો અનુભવ કરો.

ફેબ્રુઆરી—15

કોઈ પણ બાબતને કાર્યક્ષમ કરવાનું રહસ્ય છે તેને કાર્યરત કરવાની ઈચ્છા અને એ સિવાય બીજું કશું શક્ય જ નથી તેવી  વિધાયક લાગણી. કોઈ મુશ્કેલ કામને અધૂરા મનથી હાથમાં લેવાથી કદી સફળતા મળતી નથી. પણ એને પૂરા મનથી, જીવ રેડીને કરવાની તત્પરતા અને ઉત્કૃષ્ટ પરિણામની ઝંખના સાથે હાથમાં લો અને પછી એના સર્વોત્તમ પરિણામને જુઓ. જે પણ કામ હાથમાં લો. પૂરેપૂરા મનથી લો—પછી તે નાનું નજીવું કામ હોય કે કોઈ મુશ્કેલ અને અટપટું કામ હોય. જિંદગીના વાસ્તવિક પડકારોનો સામનો કરવા તૈયાર રહો.

કદી એનાથી ગભરાઓ નહીં.જ્યારે એ પડકારોનો સામનો આત્માની સાચી તાકાત સાથે અને હું તમારી સાથે જ છું તેવા જ્ઞાન સાથે તમે કરશો તો પછી બધું જ સંભવ છે. તમારો દૃષ્ટિકોણ બદલો અને તમારી જાતને ખૂબ જ વિધાયક અને સર્જનાત્મક શક્તિઓના પ્રચંડ પ્રવાહની સામે ખુલ્લી મૂકો. તમને ખ્યાલ આવશે કે તમે પરિવર્તન લાવી શકો છો, ખૂબ ઝડપી પરિવર્તન—પણ તે તમારા પોતા પર નિર્ભર છે. ,

ફેબ્રુઆરી—16

જીવનમાં જે મહત્ત્વનું છે, તેને માટે તમે શું કરો છો ? તમે તમારાં મૂલ્યોને બરાબર સમજો છો ? શાંત અને એકાગ્ર કેમ થતા નથી ? તમારા મૌનમાં તમારા ધ્યેયોનો અભ્યાસ કરો અને જુઓ કે તે ધ્યેયો ઉચ્ચતમ છે ને ? આ ફક્ત તમે જ કરી શકો.બીજું કોઈ તમારા માટે આ કરી શકે નહીં. આનો અર્થ એ છે કે તમારે તાત્કાલિક જવાબની અપેક્ષા રાખ્યા વિના મારા ભરોસે પ્રતીક્ષા કરવાની છે. જો તમે અધીરા અને યાચનાઓથી ભરેલા હો તો તમારે ખાસ સમજવાનું છે કે શાંત પ્રતીક્ષા કરતાં શીખવું કેટલું મહત્ત્વનું છે.

બહાનાં શા માટે કાઢો છો ? બધા જવાબ શબ્દોના રૂપમાં તો તમે જાણો જ છો. હવે એને આચરણમાં મૂકવાનો સમય છે અને તે તમારા માટે કામ કરશે. આ અત્યંત મહત્ત્વનો પાઠ જ્યાં સુધી તમારા પોતાના અનુભવમાં ન આવે, ત્યાં સુધી તમને શીખવા મળતો નથી. આ જ ક્ષણે તેને અમલમાં મૂકો. તેના પર વિચારવામાં સમય શા માટે વેડફો છો? તમારાં મૂલ્યોને સમજો અને તેમને તેમના અગ્રતાક્રમ પ્રમાણે આચરો. મને તમારામાં, તમારા દ્વારા સક્રિય થવા દો.

 

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

Leave a comment

વાચકગણ
  • 772,752 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
મે 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો