કાવ્યકુંજ -અખંડ આનંદ

(અખંડ આનંદ/ફેબ્રુઆરી,2020)

         કાવ્યકુંજ વિભાગ

(આપણી કવિતા સમૃદ્ધિ અને નવાં કાવ્યો

    સંપાદક: હરિકૃષ્ણ પાઠક)

(1)ઉછીનું સુખ//પ્રફુલ્લ વોરા (પાનું: 13)

 

કરો જલસા જ જલસા તમતમારે પારકે નાણે,

અને ભરપેટ ખાવાનું સદાયે પારકે ભાણે.

કરી દોસ્તી જ એવાથી ગુમાવ્યું શાણપણ સઘળું,

કર્યાં ખિસ્સાંય ખાલી બસ ઉધાર્યું પારકે લ્હાણે.

મળે છે રોજ આશીર્વાદ તમને વૈદ-ડૉક્ટરના,

કરી દીધી હવાલે જાત જોને પારકે દાણે.

તમારો હો પ્રસંગ, નાચો ને ગાઓ ખૂબ મસ્તીથી,

નકામા ગોટલા વાવ્યા છે પગમાં પારકે ટાણે.

ઉછીના સુખ પાછળ દોડવામાં નાવ ડૂબાવી,

હવે તરવાનું સામે પૂર આ તો પારકે વહાણે !

   ***********************

બી-1, પલ્લવ એપાર્ટમેન્ટ, રબર ફેક્ટરી સામે,

ભાવનગર-364 001 મો.: 94094 67934

————————————————–

  (2)    પીડાની જાતરા//યોગેશ પંડ્યા

હવ અ તાર્ અ ન માર્ અ હુ સે મારા પીટ્ યા

નંઈ હાંધ્યો  હંધાય હવ્ અ જીવતરનો ધાંગો.

    રૉમ રૉમ બોલીનઅ રાખ્યું, તો રાખ્યું કે–

    કાલ્ અ ભૂલૈઈ જાહે દખ,

 પીડાની જાતરોમાં પંડ્યને ય ભૂલૈઈ જીયું

    આયું નંઈ તોય કાંય હખ

હખનો ક્યાં ખાવા દીધો’તો મને રોટલો?

ખાંડણિયે માથું !…ભંગાય ઈમ ભાંગો !

    પયણીને આઈ, ઈ રાત્ય મારા જીવતરની

         કાળી બની જઈ’તી રાત્ય.

    પીંસાનાં પાથરણે પોઢવાના ઓરતા

    પણ, ઊતરડી લીધી’તી જાત્ય.

એક પા ભડભડતો ભવ બળે, એક પા–

દખનો વરહાદ થતો ખાંગો !

************************

141, શિવનગર, તળાજા રોડ, ભાવનગર-364 002

મો.: 9377114892

*******************************

(3)લાગે//રેણુકા દવે

 

આવે જો તું અચાનક, અવસર હો એમ લાગે,

સાંજે પરોઢ જેવું જીવતર હો એમ લાગે.

મળવા તને હુ6 આવું, રસ્તો રહે ઊઘડતો,

આખુંય નગર ત્યારે, પથ્થર હો એમ લાગે.

આંખો ખૂલે અચાનક મધરાતમાં કદી તો,

જાણે કે પ્રખર ગાયક અંતર હો એમ લાગે.

ખોલું છું ડાયરીનાં એ ખાસ ખાસ પાનાં,

ખાલીપણું ભરેલું સરવર હો એમ લાગે.

તું આમ તો અવર સમ, માણસ છે એક કેવળ,

હૈયામહીં મૂકું તો ઈશ્વર હો એમ લાગે.

*********************************

જે-201, કનક કલા-2, સીમા હૉલની સામે,

સેટેલાઈટ, અમદાવાદ-380 015

મો.:9879245954

****************************

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,414 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
242526272829  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: