નવાં ક્લેવર ધરો.//ઝવેરચંદ મેઘાણી

નવાં ક્લેવર ધરો.

નવાં ક્લેવર ધરો,હંસલાં નવાં ક્લેવર ધરો,

ભગવી કંથા ગઈ ગંધાઈ, સાફ ચદરિયાં ધરો

હંસલાં ! નવાં ક્લેવર ધરો0

મોતી તણો તેં ચારો માની ચણિયા વિખના ફળો;

કણ સાટે છો ચૂગો કાંકરી, કૂડનાં બી નવ ચરો.

હંસલાં ! નવાં ક્લેવર ધરો0

ગગન-તારલે અડવા ઊડતાં પૃથ્વીથીય ટળ્યો;

ઘૂમો સીમાડા આભ તણા પણ ધરતી નવ પરહરો.

હંસલાં ! નવાં ક્લેવર ધરો0

અધૂધડી આંખે જોયું  તે સૌ પૂરણ દીઠું કાં ગણો ?

આપણ દીઠાં અસત ઘણેરાં, નીરખ્યાનો શો બરો !

હંસલાં ! નવાં ક્લેવર ધરો0

રાત પડી તેને પરોઢ સમજી ભ્રમિત બહાર નીસર્યો,

હવે હિંમતમાં રહો જી રુદિયા ! અનહદમાં સંચરો.

હંસલાં ! નવાં ક્લેવર ધરો0

ઝવેરચંદ મેઘાણી

*********************************

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 535,836 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
242526272829  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: