જન્મદિવસ//નિરંજન ભગત

 

જન્મદિવસ//નિરંજન ભગત

જાણું નહિ હજુ કેટલા જન્મદિવસ બાકી હશે,

એટલું તો જાણું કે આ આયુષ્યની અવધ ક્યાંક તો આંકી હશે.

જે વર્ષો ગયાં એમાં શું રહ્યું અને શું ન રહ્યું

એનો નથી હર્ષ, નથી શોક, જે કૈં થવાનું હતું તે થયું.

આજે તમે સૌ મિત્રો એક વધુ જન્મદિવસ ઊજવો છો.

તમારા સ્નેહ અને સૌહાર્દથી મને મીઠું મીઠું મૂંઝવો છો.

હવે જે કૈં વર્ષો રહ્યાં એમાં દેહ-મનથી સ્વસ્થ રહું.

જાત અને જગતની આંધીઓ વચ્ચે આત્મસ્થ રહું.

આજે તમે સૌ મિત્રો આટલું વરદાન મને આપો.

‘ શિવાસ્તે પન્થાન: સન્તુ ’ કહી માથે હાથ થાપો.

તો આ જીવ એની શેષ યાત્રામાં કદીયે ન થાકી જશે,

પછી ક્યારેક જાણે એક ફળની જેમ વિશ્વની ડાળ થકી ખરી જશે.

જે ધરતીની ધૂળમાંથી એ જન્મ્યું એ ધરતીમાં એ સરી જશે,

પણ એ તો ક્યારે ? ત્યારે કે જ્યારે એ પૂરેપૂરું પાકી જશે.

****************************************

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,192 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
242526272829  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: