ન જાણ્યું જાનકી નાથે…

 

ન જાણ્યું જાનકી નાથે…

થવાનું ના થવાનું કહે, નજૂમી કોણ એવો છે?

ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે !

હતો લંકેશ બહુ બળિયો, થયો બેહાલ ના જાણ્યું,

જગત સૌ દાખલા આપે, સવારે શું થવાનું છે !

જુઓ પાંડવ અને કૌરવ, બહુ બળિયા ગણાયા છે,

ન જાણ્યું ભીષ્મ જેવાએ, સવારે શું થવાનું છે !

થઈ રાજા રમ્યા જૂગટું, ગુમાવ્યું પત્ની સૌ સાથે,

ન જાણ્યું ધર્મ જેવાએ, સવારે શું થવાનું છે !

અરે ! થઈ નારી શલ્યા તે કહો શું વાત છાની છે?

જણાયું તે ન ગૌતમથી, સવારે શું થવાનું છે !

સ્વરૂપે મોહિની દેખી, સહુ જન દોડતાં ભાસે,

ભૂલ્યા યોગી થઈ ભોળા, સવારે શું થવાનું છે !

હજારો હાય નાખે છે, હજારો મોજમાં મશગૂલ,

હજારો શોચમાં છે કે, સવારે શું થવાનું છે !

થવાનું તે થવા દેજે, ભલે મન-મસ્ત થઈ રહેજે,

ન જાણ્યું જાનકી  નાથે સવારે શું થવાનું છે !

**********************************

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,194 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
242526272829  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: