નાનાની મોટાઈ/સમાજની સુગંધ-સં:રમેશ તન્ના/ગૂર્જર

 

નાનાની મોટાઈન

(સમાજની સુગંધ-પોઝિટિવ સ્ટોરીઝ  પાના:49-50)

નાના લોકો કેટલા મોટા હોય છે તેની આ વાત છે. હું અમદાવાદમાં રહું છું. એક વખત ઑફિસ આવવા હું ઑટોરિક્ષામાં બેઠો. રિક્ષાચાલક ઉદાસહોય તેવું મને લાગ્યું.સ્વભાવગત મેં પૂછ્યું…”કેમ મૂડમાં નથી ? ભાભી સાથે ઝગડો થયો છે?”

તેમણે કહ્યું કે એવું જ છે.

એમણે જે કારણ કહ્યું તે અકલ્પનીય હતું. તેમણે કહ્યું કે ઘર વગરના લોકો માટેની યોજના બહાર પડી છે. ફૉર્મ પણ વેચાય છે. સવારે મારી મિસિસ મને કહે કે આપણે ફૉર્મ ભરીએ. મેં તેને સમજાવી કે આ યોજના તો જેમની પાસે પોતાનું એક પણ મકાન નથી તેમના માટે છે… આપણું પોતાનું મકાન તો છે ને ! આપણા દેશમાં હજી લાખો લોકો એવા છે જેમને મકાનની જરૂર છે. હું ફૉર્મ લેવા ના ગયો એટલે તે નારાજ થઈ, પણ મને વિશ્વાસ છે કે તેને મારી વાત સમજાશે. હું તેને મનાવી લઈશ.

હું એ રિક્ષાવાળાને મનોમન વંદન કરતો રહ્યો.

મને કવિ ઉમાશંકર જોશીની પંક્તિઓ  યાદ આવી…

“ મોટાઓની અલ્પતા જોઈ થાક્યો,

નાનાઓની મોટાઈ જોઈ જીવું છું…”

અમદાવાદના અન્ય એક ઑટો રિક્ષાચાલક છે: લાભચંદ્ર કુહીકર. તેમણે પોતાના હલબા સમાજનો ઉત્કર્ષ કર્યો છે. એકધારી 37 વર્ષ રિક્ષા ચલાવનારા લાભુભાઈએ શિક્ષણના માધ્યમથી આ ક્રાંતિ આણી છે. સમાજના સેંકડો યુવાનોને શિક્ષિત કરીને તેમને કારમાં ફરતા કર્યા.1979થી તેમણે સમાજના વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી. 1997થી તેઓ ‘હલબા દર્પણ’ નામનું માસિક પણ પ્રકાશિત કરે છે. 68 વર્ષે(2019) પણ તેઓ સક્રિય છે. અમદાવાદનો આ એક એવો રિક્ષાવાળો છે જે અમદાવાદ બતાવતો નથી, બદલાવે છે.

**********************

સંપર્ક :

લાભચંદ્ર જનાર્દન કુહીકર

21/1, અનંત સોસાયટી, ચકુડિતા મહાદેવ પાસે,

રખિયાલ, અમદાવાદ:380 021

ફોન નંબર: 7600266980

e-mail: labhchandrakuhikar@gmail.com

——————————————————-

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,823 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
242526272829  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: