એક હ્રદયમાં અનેક ગુજરાત રાખતા :કૌશિક અમીન

 

એક હ્રદયમાં અનેક ગુજરાત રાખતા :કૌશિક અમીન

(સમાજની સુગંધ:સંપાદક: રમેશ તન્ના/ગૂર્જર)

અમેરિકા મધ્યે વસતા કૌશિક અમીનની બાયપાસ સર્જરી કરો તો અંદરથી ચાર-પાંચ ગુજરાત તો નીકળે જ…

આમ તો દરિયાપાર વસતા આશરે 65-70 લાખ ગુજરાતીઓના હ્રદયમાં ગુજરાત સતત ધબકતું જ હોય છે, પણ કેટલાકને એક ગુજરાતથી ધરવ નથી થતો એટલે તેઓ પોતાના હ્રદયમાં ચાર-પાંચ ગુજરાત રાખે છે. અમેરિકાના ન્યૂ જર્સી શહેરમાં વસતા ગરવા અને સવાઈ ગુજરાતી કૌશિક અમીનનો તેમાં સમાવેશ કરવો પડે. ગુજરાતના એક સરેરાશ પત્રકારને ખબર હોય તેના કરતાં ગુજરાતની તેમને વધારે ખબર હોય છે, કારણ છે નિસબત. તેઓ નિસબતી ગુજરાતી છે. ગુજરાતનું ભલું થાય તેમાં તેમને પૂરેપૂરો રસ છે, અને એ માટે અનેક રીતે તેઓ મથતા રહે છે.

તેમની સાથેના મારા થોડાક અનુભવ વહેંચું છું.

હું અમેરિકાના એક સાપ્તાહિક ‘ગુજરાત ટાઈમ્સ’માં પત્રકાર તરીકે કામ કરતો હતો. ગુજરાતમાં જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓના નેજા હેઠળ થતાં કાર્યો વિશે લખતો હતો. મને વાચક તરીકે અમેરિકાથી પહેલો ફોન કરનારા હતા કૌશિક અમીન. પછી તો તેમના નિયમિત ફોન આવે અને ગુજરાતમાં થતાં વિકાસલક્ષી કાર્યો વિશે જ નહીં, અનેક મુદ્દે વાતો કરે. મને નવાઈ લાગે કે આ માણસને ગુજરાત વિશે આટલી ખબર કેવી રીતે છે. પછી તો ખબર પડી કે તેમણે ‘ચિત્રલેખા’ માં હરકિશન મહેતાના હાથ નીચે કામ કરેલું અને અમેરિકામાં એક દૈનિક અખબાર ચલાવવાનું સાહસ પણ કરેલું.

એક વાર ગુજરાતમાં આવ્યા તો તેમની સાથે હું ગુજરાતની કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓમાં ગયો હતો. તેમની માનવતા સાથેની જબરજસ્ત પ્રતિબદ્ધતાની મને એ વખતે પ્રતીતિ થઈ હતી.

ઈન્દુલાલ યાજ્ઞિકની જાણીતી આત્મકથાનો અંગ્રેજી અનુવાદ 14-14 વર્ષથી પ્રકાશકની રાહ જોતો હતો. મેં એ અંગે એક લેખ લખ્યો તો તરત તેમનો ફોન આવ્યો. મને કહે, આજે જ ‘નવજીવન’ માં જાઓ અને તેના  મુદ્રણનો ખર્ચ કેટલો થશે તેનો મને અંદાજ મોકલો. હું તો ઑફિસ જવાને બદલે સીધો નવજીવન પ્રકાશન મંદિરમાં જિતેન્દ્ર દેસાઈ પાસે ગયો. ભાવપત્રક કઢાવીને મોકલ્યું. થોડાં આંચકા અને પડકારો પછી છેવટે ઈન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા અંગ્રેજીમાં અવતરી. હું કહીશ કે તેનો યશ કૌશિક અમીનને જાય છે. જો તેમણે સુયાણી તરીકે કામ ના કર્યું હોત તો કદાચ ઈન્દુલાલ અંગ્રેજીમાં ના જ ગયા હોત.

થોડાં વર્ષ પહેલાં અમે તેમના પુસ્તક સ્વામી વિવેકાનંદનું લોકાર્પણ મનસુખ સલ્લાના હસ્તે અમદાવાદસ્થિત અમારી ઑફિસમાં કર્યું હતું એ અમારા માટે યાદગાર ઘટના હતી.   તેમણે વચ્ચે વૈશ્વિક માનવવાદ સામયિકને પુન: જીવંત કરવા પ્રયાસ કરેલો. એમને સતત થાય કે શું કરું તો ગુજરાતનું વધુ ને વધું સારું થાય.

ગુજરાતને લગતું કે પછી વ્યક્તિગત કોઈ પણ કામ સોંપો, કૌશિક અમીન તમને નિરાંતવા કરી નાખે. અપેક્ષા કરતાં વધારે ફળ આપે. કૌશિકભાઈ કર્મશીલ છે. ગુજરાતની અનેક સંસ્થાઓને તેમનો સીધો અને પરોક્ષ લાભ મળેલો છે. તેઓ લેખક છે.પત્રકાર અને સંપાદક છે. તંત્રી છે. ગુજરાત ફાઉન્ડેશન સહિત ઘણી સંસ્થાઓના ધબકાર છે. ઉત્તમ સંયોજક છે.

આજે પણ કહી શકાય, કારણ કે રેડિયો ‘દિલ સે’ પર ઉત્તમ ઇન્ટરવ્યૂ કરે છે. યોગી છે કે નહીં મને તેની ખબર નથી પણ ઉપયોગી તો ઘણા છે. મળવા જેવા મિત્ર છે અને ખાસ તો માનવતાના ઉપાસક છે. તેમનો ગુજરાતપ્રેમ ઉમાશંકર જોશીના વિશ્વમાનવી ગોત્રનો છે.

Kaushik Amin

3495J F Kennedy Blvd

Apt No. 304

Jersey City NJ 07307

United  States.

Contact No. 201-939-4927

e-mail: kaushikamin@hotmail.com

*****************************************

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “એક હ્રદયમાં અનેક ગુજરાત રાખતા :કૌશિક અમીન
  1. nabhakashdeep કહે છે:

    શ્રી કૌશિકભાઈ અમીન .. વિચારવંત, ક્રિયાશીલ વતન પ્રેમી.
    ‘રેડીઓ દિલ’ થી દિલ સાથે સૌની સાથે દોસ્તબની જતા..અમે અનુભવ્યાછે…ખૂબ ખૂબ અભિનંદન લેખક તરીકે પણ.

    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,194 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
242526272829  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: