રસોડાનાં મસાલા શ્રેષ્ઠ ઔષધ–1

રસોડાનાં મસાલા શ્રેષ્ઠ ઔષધ

લેખક – વૈધ અશોકભાઇ તળાવિયા

પ્રકાશન – જયશ્રીબેન દેવચંદભાઇ સાવલિયા

વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્‍ટ

મસાલા – ઔષધની પેટી :

 

 

રસોડાનાં મસાલાઓ ઔષધપેટીની ગરજ સારે છે . દરેક મસાલાનાં ગુણ – દોષ અને ઉપયોગ સમજી લેવામાં આવે તો ઔષધ સ્વાવલંબનમાં ઉપયોગી થાય તેમ હોય છે . પૂર્વકાલમાં આપણા દેશમાં ડોશીવૈદું પ્રચલિત હતું . તેનો મુખ્ય આધાર મસાલાઓ ઉપર જ હતો . ઘરમાં નાનું મોટું કોઈ માંદુ પડે તરત જ નજર મસાલાઓ તરફ જાય અને તેની મદદથી સામાન્ય રોગો ટાળી પણ શકાતા . આજે સુગરકોટેડ ટીકડીઓ , સ્ટ્રીપ પેકીંગ ગોળીઓ , ચમકતી કેપસુલ કે બાટલીમાં ભરી અપાતી રંગબેરંગી દવાઓ આ અને આવા કાચાં દ્રવ્યોમાંથી જ બનાવવામાં આવે છે . કાચાં દ્રવ્યોનું ઉપયોગી સત્વ જુદું પાડી રોગનાશક ગુણને જલદ બનાવવામાં આવે છે , તેથી કેટલીક વખત નુકશાન પણ થાય છે . તેથી અહીં રોજિંદા વપરાશમાં લેવાતા મસાલાઓનો પરિચય કરાવ્યો છે . જેને સમજી લઈ જરૂર પડે ઉપયોગ કરવાથી ઘરબેઠા સારવાર કરવાનો લાભ મળશે . આ પૂર્વે કેટલાક મસાલાઓનો પરિચય આપ્યો છે . તે તો બરાબર છે . હવે પછી ઔષધ પેટીમાં ઉપયોગી મસાલાઓનાં ગુણધર્મો અને તે દરેક ક્યા ક્યા રોગોમાં કેવી રીતે ઉપયોગી થાય છે , તે વિશે વિચારીશું .

 

મીઠું : મીઠામાં ખારો રસ જ મુખ્ય હોય છે . તેમ છતાં તેને સબરસ નામ આપવામાં આવ્યું છે . તેનું કારણ એ છે કે બીજા બધા રસો તેની ગેરહાજરીમાં ફીક્કા લાગે છે . મીઠાનાં ગુણો જોઈએ , તો તે પચવામાં હલકું , રોચક , ગરમ , અગ્નિવર્ધક અને વાયુનાશકે છે . . મીઠું ( નમક ) શ્રેષ્ઠ જંતુનાશક છે , મીઠાવાળા ગરમ પાણીનાં કોગળા કરવાથી ગળાના કાકડા , ગળાનો સોજો અને ગળાનો દુ : ખાવો વગેરે મટી જાય છે . દાંતે મીઠું ઘસવાથી દાંત ચોખ્ખાં થાય છે . જમ્યા પછી મીઠાના પાણીના કોગળા કરવાથી મુખની શુદ્ધિ થાય છે . મીઠું સૂક્ષ્મ છે , સોજાને દૂર કરનાર છે , વેદનાને મટાડનાર છે અને ગુમડાનું પાચન કરનાર છે . તે સૂમ હોવાથી તે શરીરનાં બાહ્યછિદ્ર વાટે શરીરમાં ઝડપથી પ્રવેશી અસરકારક બને છે . મુંઢમારનાં દુ : ખાવામાં હળદર અને લસણ સાથે મીઠું મેળવી તેનો લેપ કરવામાં આવે છે . તે જ રીતે ગુમડું ફોડવા કે પકવવા જે પોટીસ મૂકાય છે તેમાં પણ ચડિયાતું મીઠું નખાય છે .

 

 

  • ખૂબ તાવ આવ્યો હોય ત્યારે મીઠાના પાણીના પોતા મૂકવાથી તાવનો વેગ મટે છે .

 

૦ મીઠું અમ્લતાનાશક છે , કાચી કેરી , આમલી વગેરે ખાટા પદાર્થ ખાવાથી દાંત અંબાઈ ગયા હોય તો મીઠું ઘસવાથી સારું થાય છે . ખાટી છાશમાં – મીઠું નાખવાનો રિવાજ પણ છે – અને આ પરંપરા આપણા દેશમાં પ્રાચીન સમયથી પ્રચલિત પણ છે .

 

  • સૂકી ઉધરસનો ખૂબ ત્રાસ હોય અને રાત્રે સુવા દેતી ન હોય તો મોંમાં મીઠાની કાંકરી રાખી મૂકવાથી ઉધરસ ઓછી આવે છે અને ઊંઘ આવી જાય છે .

 

  • ગૃહિણીઓએ એક પ્રથા પાડવા જેવી છે . શાકભાજી મીઠાના પાણીમાં બોળીને ધોવી જોઈએ જેથી શાકભાજીમાં રહેલ સૂક્ષ્મ જંતુઓ મરી જાય .

 

– એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે મીઠું બાહ્ય પ્રયોગમાં વધુ વાપરવું પણ ખોરાકમાં તેનો વધુ ઉપયોગ કરવો નહીં . મીઠાના વધુ પડતા ઉપયોગથી આંખનું તેજ ઘટે છે , વાળ સફેદ થઈ જાય છે કે ખરી જાય છે અને ચામડીના રોગો થાય છે . મીઠાને બદલે સિંધાલણનો ઉપયોગ કરવો ખૂબ જ આરોગ્યપ્રદ છે . રસોઈમાં મીઠું નહિ તો રસોઈ નહીં . મીઠા વગરનું બધું જ નકામું . રુચિ ઉત્પન્ન કરનાર મીઠું છે . મીઠું બારીક વાટી તેમાંથી રાઈ જેટલું મીઠું મોંમાં મૂકવાથી અમી ( લાળ ) છૂટે છે , રુચિ ઉત્પન્ન થાય છે . અનાજ ખાવાની ઈચ્છા થાય છે . મીઠું કફનાશક છે . નાના બાળકોને તેમજ મોટાઓને કફ ઘટ્ટ થયો હોય , છૂટો ન પડતો હોય , તેની શ્વાસનળી રુંધાઈ ગઈ હોય તો ૧૦ ગ્રામ ગરમ પાણી લઈ મરીના દાણા જેટલું મીઠું નાંખી ઓગાળીને તે પાણી ટીપે ટીપે ચમચે ચમચે પાવું . આથી કફ પાતળો પડી શ્વાસનળી ચોખ્ખી થાય છે . મોટા માણસને પણ કફ ઘટ્ટ થયો હોય તો ખૂબ જ ઉધરસ આવતી હોય તે વખતે ૫૦ ગ્રામ પાણી લઈ તેમાં ૧ ગ્રામ મીઠું નાખી તે ગરમ પાણી થોડું થોડું પાવું , કફ પાતળો થઈ છૂટો પડી જાય છે . ઉધરસ ઓછી આવે છે . શ્વાસનળી ખૂલતાં રાહત થાય છે . મીઠું અત્યંત પાચક છે . પેટ ફૂલ્યું હોય તો આદુ શેકી મીઠું લગાડી ખાવાથી પેટ સારું થાય છે . મીઠું શૂળનાશક છે . અજીર્ણથી , ગુલ્મથી અથવા બીજા કોઈ કારણથી શૂળ થાય છે તો આચમનીભર આદુનો રસ તેટલો જ લીંબુનો રસ ચપટી મીઠું નાખી એક બે વાર પીવાથી શૂળ બંધ થાય છે એવો અનુભવ છે . વાયુ છૂટતો ન હોય , પેટ ફૂલતું હોય , ઓડકાર આવતાં હોય તો સૂંઠ શેકી મીઠું લગાડી ખાવાથી વાયુ છૂટી – ઓડકાર બંધ થશે . પેટ તદન બેસી જાય છે . મીઠું ઝાડો સાફ લાવે છે . રોજ રાત્રે ૧ ગ્રામ મીઠું ૧૦૦ ગ્રામ ગરમ પાણીમાં નાખી ઠંડુ પાડી પી જવું . સવારે ઝાડો સાફ આવે છે . સવારે ઊઠતાંની સાથે ઠંડા પાણીમાં ૧ ગ્રામ મીઠું નાખી હલાવી પીવાથી પેશાબ થાય છે .

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જાન્યુઆરી 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: