રસોડાનાં મસાલા શ્રેષ્ઠ ઔષધ–3

રસોડાનાં મસાલા શ્રેષ્ઠ ઔષધ

લેખક – વૈધ અશોકભાઇ તળાવિયા

પ્રકાશન – જયશ્રીબેન દેવચંદભાઇ સાવલિયા

વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્‍ટ

શ્રેષ્ઠ ભોજન માટે મસાલા :

 

આપણે સૌ દરરોજ દાળ , શાક , ચટણી તથા અન્ય ખોરાક ખાઈએ છીએ . રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે હંમેશા વિવિધ મસાલાઓનો ઉપયોગ થાય છે . અહીં આપણે એ જાણવું છે કે આ મસાલાઓમાં ક્યા પ્રકારનાં ગુણો હોય છે ? અને તે શા માટે વાપરવામાં આવે છે ? રસોડા પર તો હંમેશા સ્ત્રીઓનું જ આધિપત્ય રહ્યું છે , અને સ્ત્રીઓ હંમેશા પોતાના રસોડાને મસાલાઓથી ભરપૂર રાખે છે . મહા , ફાગણ અને ચૈત્ર આ ત્રણ મહિના એટલે મસાલાના મહિના , આ સમય દરમ્યાન બહેનો મસાલાઓનો સંગ્રહ કરવા માટે હંમેશા તત્પર હોય છે . ઠેર ઠેર મસાલાઓ દળાતાં હોય , ખંડાતા હોય અને પીસાતા હોય , એ સમયે જો આપણે ત્યાંથી પસાર થઈએ તો તરત જ વિવિધ મસાલાની વિવિધ પ્રકારની સુગંધ માણવાનો અનેરો લાભ પ્રાપ્ત થાય છે . કેટલાક મસાલાઓ કે જે રોજબરોજ ઉપયોગમાં આવે છે તેથી તેનાં ગુણધર્મો વિશે જોઈશું .

 

 

  • ધાણા : સામાન્ય રીતે ધાણાનાં બીજને ધાણા કહેવાય છે અને આ ધાણાનો ઉપયોગ મસાલા તરીકે થાય છે . તેમજ તેનો જે કુમળો છોડ હોય છે , તેને કોથમીર કહેવામાં આવે છે . કેટલાક તેને લીલા ધાણા પણ કહે છે . કોથમીર તો હંમેશા દરેકનાં ઘરોમાં હોય છે જ . દાળ અને શાકમાં કોથમીર ઉમેરવામાં આવે છે . તેની ચટણી પણ બનાવવામાં આવે છે , તેમજ ભજીયા અને બટાટાવડામાં પણ કોથમીરનો ઉપયોગ થાય છે , જ્યારે સૂકા ધાણાનો પાઉડર બનાવીને રાખવામાં આવે છે , અથવા આખા ધાણા પણ રસોઈમાં વપરાય છે . ધાણા અને કોથમીરને કારણે રસોઈ સ્વાદિષ્ટ બને છે , અને સુગંધી પણ બને છે . આ બન્ને દ્રવ્યો સ્નિગ્ધ છે . પેશાબને સાફ લાવે છે , જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે એટલે કે તે ભૂખ લગાડે છે અને ખોરાકનું પાચન કરે છે . તે ત્રણે દોષનું શમન કરે છે . ધાણાનું સેવન કરવાથી તરસ , બળતરા , ઉલટી , દમ , ઉધરસ , નબળાઈ અને કૃમિરોગનો નાશ | થાય છે . ‘

 

 

૦ મેથી : મેથીના ચપટા અને પીળા બીજ હોય છે , અને આ મેથીદાણા દરેક ઘેર હાજર હોય છે , કેમ કે દાળ – શાક માટે વઘાર કરવામાં આવે છે , ત્યારે મેથીનો ઉપયોગ કરવામાં આવે છે . મેથીના છોડને મેથીની ભાજી કહેવામાં આવે છે . આ ભાજીનું શાક બનાવવામાં આવે છે . મેથીના ગોટા , મેથીના ભજીયા , મેથીના થેપલા અને મેથીપાક કે મેથીના લાડ બનાવવાની પ્રથા આપણે ત્યાં છે જ . મેથી વાયુ અને કફને દૂર કરે છે . મેથી સ્નિગ્ધ , સુગંધી , વાયુને સવળો કરનાર , પાચક , વીર્યવર્ધક , બલકારક , સોજાને મટાડનાર , તાવને મટાડનાર અને ગર્ભાશયનું સંકોચન કરનાર છે . મેથીની ભાજી ઠંડી , દાહનાશક અને ઝાડો સાફ લાવનાર છે , તે શરીરની પીડાને દૂર કરે છે . મેથીનું નિયમિત સેવન કરવાથી પાંડુરોગ મટે છે , વાનાં રોગો મટે છે , સફેદવાળ દૂર થાય છે , ટાલ પડતી નથી , સાયટિકા અને રૂમેટિઝમ મટે છે .

 

  • જીરું : ધાણાની સાથે જીરું હોય છે , અને બન્નેને એક સાથે ખાંડી તેનો સંગ્રહ કરવામાં આવે છે , તેને ધાણાજીરૂ કહેવામાં આવે છે . જીરુનાં ચપટા બીજ થાય છે , તેનો સ્વતંત્ર રીતે પણ ઉપયોગ થાય છે . દાળ અને શાકને જીરુથી વધારવામાં આવે છે . તેમજ દહીં અને છાશમાં ધાણાજીરુનો પાવડર ઉમેરી ખાવા અને પીવા માટે ઉપયોગી થાય છે . જીરું ખોરાકનું પાચન કરે છે , વાયુને સવેળો કરે છે , મૂત્રને સ્વચ્છ કરે છે . જીરું પેશાબનાં તમામ રોગોને દૂર કરે છે , પથરીને પણ મટાડે છે તથા ઊલટી , ઝાડા , અપચો , આફરો અને તાવને પણ દૂર કરે છે .

 

 

  • કાળામરી : કાળામરી સુગંધવર્ધક , ઉત્તેજક , પાચક , અગ્નિવર્ધક , રુચિકર , કફનો નાશ કરનાર અને કૃમિને દૂર કરનાર છે . કાળામરી સ્વાદમાં તીખા હોવાથી લોકભાષામાં તેને તીખા કહે છે . તે તીખા છે છતાં તે પચ્યા પછી મધુર બને છે . તે ઉત્તેજક હોવાથી તેનો પ્રભાવ આંતરડા અને મૂત્રવહસંસ્થાનની શ્લેષ્મકલાઓ પર પડે છે . ઘીનું અજીર્ણ થયું હોય તો અથવા ઘીને પચાવવા માટે કાળામરી ઉપયોગી છે . કાળામરીનાં ઉપયોગથી પાચન સારી રીતે થાય છે . અપચો , મરડો , આફરો વગેરેને તે શાંત કરે છે . મરીની અંદર પાઈરિન નામનું એક દ્રવ્ય હોય છે , તેનાં કારણે મેલેરિયા મટે છે . જે લોકો દેશ – દેશનાં પ્રવાસ કરે છે . તેને પાણી બદલવાથી રોગ થાય છે . આ સમયે કાળામરીનાં પાંચથી ૬ દાણા બે – ત્રણ વખત ચાવીને ખાવા જોઈએ . મરી ચાવવાથી પાણી પરિવર્તનને કારણે થતાં દોષો થતાં નથી . દાળ – શાકમાં લાલ મરચું કે તેનો પાવડર નાખીને તીખાશ ઉત્પન્ન કરવામાં આવે છે . ઘણાને આ મરચું માફક આવતું નથી , એટલે મરચાને બદલે તીખાશ ઉત્પન્ન કરવા માટે રસોઈમાં કે દાળ – શાકમાં કાળામરીનો પાવડર ઉમેરવામાં આવે છે . ગાંઠીયામાં કાળામરી નાખવામાં આવે છે , તેનાં કારણે ગાંઠીયા સ્વાદિષ્ટ લાગે છે અને તે જલદી પચી પણ જાય છે . સ્વાદિષ્ટ ફળ પપૈયાના ટુકડા કરી તેનાં પર કાળામરીનો પાવડર ભભરાવીને ખાવાથી રોચક બને છે , અને તે જલદી પચી જાય છે . ઘણી વખત કેટલાક લોકોને પપૈયું વાયુ કરે છે . કાળામરી સાથે પપૈયુ ખાવાથી વાયુનો પ્રકોપ થતો નથી .

 

 

  • હળદર : હળદર તો સ્ત્રીઓને અતિ પ્રિય હોય છે . હળદર વિના રસોઈઅને અથાણા શક્ય જ નથી અને તેથી જ હળદરને રસોડાની રાણી કહેવામાં આવે છે . સામાન્ય રીતે હળદરના ઔષધિય ગુણો તો પાર વિનાના છે . તે પાચનતંત્ર પર કામ કરે છે . ખોરકાની સાથે હળદરના . ઉપયોગ કરવાથી તેનાં વિશિષ્ટ ગણો પ્રાપ્ત થાય છે . તે મુજબ જોઈએ તો હળદર સ્વાદમાં તીખી તથા કડવી છે , તે કફ અને પિત્તનું શમન કરે છે , તે ઘારા – ચાંદાને રુઝવે છે . અને ચામડીનાં વિકારોને દૂર કરે છે . હળદર પાંડુરોગ , શરદી , આંખનાં રોગો , સોજા અને પ્રમેહને મટાડે છે . હાડકા ભાંગ્યા કે તૂટ્યાં હોય તો હળદરનાં સેવનથી સંધાય છે . હળદરથી ભોજન સ્વાદિષ્ટ બને છે , રચિ ઉત્પન્ન કરે છે અને રંગ ઉત્પન્ન કરે છે . રસોઈમાં હળદરનો ઉપયોગ કરવાથી શાકભાજીમાં જે સૂક્ષ્મ જંતુઓ હોય છે , તેનો નાશ થાય છે , તેમ જ અથાણામાં હળદરનો ઉપયોગ કરવાથી તે બગડતા નથી . આ રીતે હળદર તો રસોડાની રાણી છે .

 

 

 

૦ હીંગ : જેમ રસોડામાં હળદરનું અગત્યનું સ્થાન છે , તે જ રીતે હીંગ પણ વિશિષ્ટ સ્થાન ધરાવે છે . આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ તેના પરિણામે હોજરીમાં અને આંતરડામાં ગેસબલ અથવા વાયુનો પ્રકોપ થયા જ કરે છે , તેમજ વ્યવસ્થિત પાચન થતું નથી , ક્યારેક કેટલાક કારણોસર જઠરનો અગ્નિ મંદ થઈ જાય છે , અને તેનાં કારણે હોજરીમાં કાચો રસ કે જેને આમદોષ કહેવામાં આવે છે , તે ઉત્પન્ન થવાથી અનેક રોગો પેદા થાય છે . અહીં હીંગ એક ઉત્તમ દવા તરીકે કામ કરે છે . હીંગના સેવનથી પાચન થાય છે , ભૂખ લાગે છે અને વાયુ શાંત થાય છે , તે કાચા રસનો પણ નાશ કરે છે . દાળ – શાકમાં હીંગનો વઘાર કરવામાં આવે છે , તેની સુગંધ આજુબાજુ ફેલાઈ જાય છે તેમજ તેનાથી રસોઈ પણ સ્વાદિષ્ટ બને છે . શાસ્ત્રીય મત મુજબ હીંગ દીપન , પાચન , ઉત્તેજક , દુર્ગન્ધનાશક , કફને બહાર કાઢનાર , વાયુને સવળો કરનાર , બળ આપનાર , અને કૃમિનો નાશ કરનાર છે . હીંગ ગર્ભાશયનું સંકોચન કરે છે , તેમજ વાઈ , દમ , ઉધરસ અને આફરાને મટાડે છે , તે વિષનાશક પણ છે , હીંગ પીડાનાશક છે , તે મગજને અને યકૃત ( લીવર ) ને બળવાન બનાવે છે . . હીંગ મળને બાંધે છે . જેથી આમદોષ , મરડો અને ઝાડાને મટાડે છે . હીંગમાં એક ઉડનશીલ તેલ હોય છે , જે શ્વસનતંત્રને શુદ્ધ કરે છે . વળી તે અવાજને મધુર બનાવે છે . હીંગ લોહીના પરિભ્રમણને વ્યવસ્થિત કરે છે , અને તેમાં ગરમી પેદા કરે છે . લકવો અને પક્ષાઘાત તથા રૂમેટિઝમને પણ મટાડે છે . હીંગના સેવનથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે . હૃદયરોગમાં ખૂબ જ પ્રભાવકારી છે , હીંગના સેવનથી હૃદય બળવાન બને છે , અને લો બી . પી . ને નોર્મલ કરે છે . આમ હીંગ એક અમૂલ્ય ઔષધિ છે , અને દરરોજ આપણે ખોરાકની સાથે તેનું સેવન કરીએ છીએ . આમ જાણ્ય અજાણે હીંગનું સેવન કરતા રહેવાથી ઘણા રોગો મટે છે અને આરોગ્યની પ્રાપ્તિ થતી રહે છે .

 

 

 

  • આદુ અને સૂંઠ : આપણા સૌના રસોડામાં આદુ અને સૂંઠ તો હોવાના જ . રસોડામાં આ બન્ને ન હોય તો તેને રસોડું કહેવાય જ નહીં . દાળ અને શાકમાં આદુ નાખવું જ જોઈએ , તેમજ આદુ અને કોથમીરની ચટણી પણ બનાવીને ખાવી જ જોઈએ . કેટલાકને તો આદુવાળી ચા જ માફક આવે છે . છાશમાં સૂંઠનો પાવડર ઉમેરી પીવાથી છાશ સ્વાદિષ્ટ તો લાગે છે , પણ પાચન પણ સરસ રીતે થાય છે . શાકભાજી લેવા જઈએ ત્યારે આપણે મસાલો ખરીદીએ છીએ . આ મસાલામાં આદુ , કોથમીર , ફૂદિનો અને લીલા મરચા લઈએ છીએ . આદુ વગરનો મસાલો કદાપિ લેવાય જ નહીં , આદુ અને સુંઠ બંનેનાં ગુણધર્મો એક જ છે . અર્થાત સરખા છે . આ દ્રવ્યો અગ્નિને પ્રદીપ્ત કરે છે , ભૂખ લગાડે છે , પાચન કરે છે , ઝાડો સાફ લાવે છે , કાચારસને દૂર કરે છે , ઊલટી , પેટનો દુ : ખાવો , ઉધરસ , હૃદયરોગ , સોજા , હરસ અને ગેસને મટાડે છે . આદુ અને સૂંઠ તો પરમહિતકારી છે , રસોઈમાં ખાસ કરીને દાળ અને શાક તથા વિવિધ ફરસાણમાં તેનો ઉપયોગ કરવાથી અનેક દોષો દૂર થાય છે , તથા શારીરિક દોષો પણ દૂર થાય છે . ઉનાળામાં હંમેશા આદુનું શરબત પીવાથી ઝાડા ઊલટી જેવા રોગો થતાં નથી . શિયાળામાં જે વિવિધ પાકો બનાવવામાં આવે છે , તેમાં સૂંઠ ઉમેરવામાં આવે છે . સુંઠને લીધે પૌષ્ટિક પાકોનું સરળતાપૂર્વક પાચન થાય છે . આયુર્વેદમાં તો સૂંઠને વિશ્વભેષજ ’ અને ‘ મહૌષધ ‘ તરીકે ગણેલ છે .

 

 

  • લસણ : ભોજન પણ વિવિધતા ધરાવે છે , આની પાછળ મસાલાઓ જ કારણભૂત છે . લસણ પણ એક અગત્યનું મસાલા દ્રવ્ય છે . હા ! વર્તમાનમાં કેટલાક ધર્મસંપ્રદાયો લસણનું નામ પણ લેતા નથી ! પરંતુઅમે તો કહીએ છીએ કે જે રસોડામાં લસણ નથી તે મસાણ સુમાંનું છે . ‘ પૃથ્વીલોકમાં અનેક પદાર્થો સાક્ષાતુ અમૃત સમાન છે , તેમાં સર્વપ્રથમ લસણનું સ્થાન આવે છે . દાળ અને શાકમાં લસણ તો ઉમેરવું જ જોઈએ , હંમેશા લસણની ચટણી પણ ખાવી જ જોઈએ . લસણ એક ઉત્તમ ઔષધ અને ઉત્તમ આહાર છે . લસણના સેવનથી હૃદયરોગ , વાનાં રોગો , હાડકાંના રોગો , કેન્સર , ડાયાબિટીસ , ગેસબલ વગેરે અનેક રોગો મટે છે . લસણ દીપન , પાચન , અગ્નિવર્ધક ગુણ ધરાવે છે , તે સાતે ધાતુનું પોષણ આપે છે , મગજને મજબૂત બનાવે છે , દૃષ્ટિશક્તિને વધારે છે , માટે સૌના રસોડામાં લસણ તો હોવું જ જોઈએ . યાદ રાખવું જરૂરી છે કે લસણ તો ખેતરમાં ઉત્પન્ન થાય છે , તે વનસ્પતિજન્ય આહાર અને ઔષધ છે . તેના સેવનથી કદાપિ તમોગુણ ઉત્પન્ન થતો નથી , મિત્રો ! લસણ તો સાત્વિક દ્રવ્ય છે .

 

 

  • રાઈ : દરેકનાં રસોડામાં રાઈ તો હોય છે જ , રાઈ – મેથીનો વઘાર તો અદ્ભુત લાગે છે . રાઈ દીપન , પાચન અને રુચિપ્રદ છે . રાઈને લીધે રસોઈ સ્વાદિષ્ટ બને છે , અને સુગંધિત પણ બને છે . અથાણામાં પણ રાઈનાં કુરિયા નાખવામાં આવે છે , તેથી અથાણું સ્વાદિષ્ટ બને છે , અને તે પાચક પણ બને છે , તેમજ રાઈ ચડાવેલા મરચાનું અથાણું તો ખૂબ જ ગુણકારી બને છે , તે જ રીતે ગાજરને રાઈવાળા બનાવીને ખાવાથી તો ખૂબ જ મજા આવે છે . ‘ આ પ્રમાણે આપણી પાસે મસાલાઓનો તો ખજાનો છે , અને દરેક ગૃહિણીઓ દરેક મસાલાને સારી રીતે સમજે છે અને ઓળખે છે . તેમજ તે દરેકનો કેવી રીતે અને ક્યારે ઉપયોગ કરવો તે વિશેનું જ્ઞાન દરેક બહેનોને હોય છે જ . રસોઈમાં હંમેશા આવા મસાલાઓનો યોગ્યતાપૂર્વક ઉપયોગ કરવો જ જોઈએ , કે જેથી રસોઈ સ્વાદિષ્ટ બનશે , પાચક બનશે અને ભોજન પ્રત્યે હંમેશા રુચિ ઉત્પન્ન થયા કરશે . ભારતીય આહારની સંસ્કૃતિ તો આવા મસાલાઓથી શોભી ઉઠે છે . મોટાભાગના દરેક આહારમાં મધુરતા હોય છે જ . ઉપરાંત ગોળ – ખાંડ નાખી આપણે મધુર રસ રસોઈમાં ઉમેરીએ છીએ . ખારા રસ માટે નમક પ્રચલિત છે . ખાટો રસ , કોકમ , આંબલી , આમચુર કે લીંબુ દ્વારા મેળવીએ છીએ , તીખો રસ મરચાં અને કાળામરીમાં હોય છે . કડવો રસ રાઈ અનેમેથી પૂરા પાડે છે . જ્યારે તૂરો રસ હળદર અને ધાણામાં વિશેષ હોય છે . આ રીતે આપણા દાળ – શાકમાં છ રસનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે . જો આ છએ રસોનું સપ્રમાણ નિયમિત સેવન કરવામાં આવે તો ત્રણેય દોષ સપ્રમાણ રહી આરોગ્ય જળવાઈ રહે છે . જો માત્ર એક રસ ઉપર જ વધુ પ્રીતિ બતાવી તેને જ આહારમાં પ્રધાનતા આપવામાં આવે તો તર્જનીત દોષ પ્રકોપ પામી જે તે રોગ ઉત્પન્ન કરે છે . દા . ત . મધુરરસનું વધુ પડતું સેવન મીઠી પેશાબ ( ડાયાબિટીસ ) કરે છે . તેને દૂર કરવા માટે આ રોગીને મીઠો રસ ખાવાની મનાઈ કરી કારેલા , મેથી , જાંબુ જેવા કડવા અને તૂરા રસવાળા આહાર લેવાનું કહેવામાં આવે છે .

 

 

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,825 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જાન્યુઆરી 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: