રસોડાનાં મસાલા શ્રેષ્ઠ ઔષધ–2

રસોડાનાં મસાલા શ્રેષ્ઠ ઔષધ

લેખક – વૈધ અશોકભાઇ તળાવિયા

પ્રકાશન – જયશ્રીબેન દેવચંદભાઇ સાવલિયા

વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્‍ટ

અદ્‌ભુત ગુણ :

 

 

અહીં સુધી આપણે મસાલાઓની પૂર્વભૂમિકા સ્વરૂપે વિચાર્યું અને તે આ મસાલાઓ એટલે શું ? અને તે કેટલા પ્રકારનાં છે અને તેનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે તેના વિશે વિસ્તારપૂર્વક વિચારીશું . જોકે મસાલાઓની યાદી ખૂબ જ લાંબી છે , તેમાં જે મુખ્ય છે તે મુજબ ધાણા , જીરું , કાળામરી , લાલમરચું , વરિયાળી , એલચી , લવીંગ , જાવંત્રી હળદર , મેથી , અજમો , રાઈ , લસણ અને ડુંગળી મુખ્ય છે . મસાલાઓનો ઉપયોગ મોટા ભાગે વધારવા માટે , રસ ઉત્પન્ન કરવા માટે તથા મિઠાઈઓને આકર્ષક તથા દર્શન લાયક બનાવવા માટે તથા વિશિષ્ટ પ્રકારના સ્વાદ ઉત્પન્ન કરવા માટે થાય છે . આ મસાલાને પીસીને , શેકીને , તળીને કે એમ ને એમ કાચા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે . મસાલાને કારણે ભોજન વધારે ખાઈ શકાય છે . મસાલાનું નામ પડતાં જ મોઢામાં પાણી આવે છે . આની પાછળ રહસ્ય તો એ છે કે મસાલાને જોતા જ મોઢામાં પાણી આવે છે તે એક પ્રકારનું એન્જાઈમ્સ છે . આના કારણે પાચનમાં વિશેષ મદદ થાય છે . મસાલાને કારણે રસોઈ બગડતી નથી અને રસોઈને સુરક્ષિત રાખવા માટે પણ મસાલા ઉપયોગી બને છે . અથાણાઓને વર્ષ સુધી યથાવત સ્થિતિમાં રાખવા માટે મસાલા જ ઉપયોગી બને છે . માંસને સુરક્ષિત રાખવા માટે પણ કેટલાક મસાલાઓનો ઉપયોગ થાય છે . લવીંગ અને કાળા મરી માંસને સડતું રોકે છે . મસાલાઓનો સૌથી વિશેષ ગુણ એ છે કે તે ઔષધનાં રૂપમાં વપરાય છે . ચિકિત્સાશાસ્ત્રમાં દરેક મસાલાઓ વિવિધ રોગમાં વાપરવામાં આવે છે . આપણે અહીં આહાર વિશે વાત કરીએ તો આ દરેક મસાલાઓનો ઉપયોગ ચટણી , અથાણા , સૂપ , કઢી અને શાકભાજી બનાવવામાં થાય છે . મસાલાને કારણે રસોઈમાં તીખાશ , સુગંધ , સ્વાદ અને આકર્ષક રંગ ઉત્પન્ન થાય છે . એ પણ સાચું જ છે કે મસાલામાં આ બધા ગુણ હોવા છતાં પણ મસાલા રહિત ભોજન અને મસાલાવાળા ભોજનમાં પોષકતત્ત્વ અંગે વિશિષ્ટ અંતર રહેતું નથી , પરંતુ મસાલા અનુસાર બે પ્રકારનું પોષણ પ્રાપ્ત થાય છે . ૧ કેટલાક વિટામિનોની વૃદ્ધિ અને ૨ . કેટલાક ઔષધિયગણોનો સમાવેશ . આ સિવાય મસાલાને લીધે પાચકતત્ત્વોની ઉત્પત્તિ થાય છે . ઔષધની દૃષ્ટિએ જોઈએ , તો વિવિધ મસાલા પીડાહર , ભૂખ લગાડનાર , રેચક , મૂત્રલ અને ઉત્તેજક હોય છે . મસાલા ઉચિત પ્રમાણમાં લેવાથી ફાયદો કરે છે . અને વધારે માત્રામાં લેવાથી નુકસાન પણ કરે છે . સામાન્ય રીતે વર્તમાન સમયમાં લોકો મસાલાનો ઉપયોગ શાકભાજી , માંસ , મચ્છી અને અથાણા વગેરે બનાવવા માટે કરે છે અને સમજે છે , પરંતુ આયુર્વેદનાં ઋષિમુનિઓએ મસાલાને આહાર ઉપયોગી અને ઔષધ ઉપયોગી એમ બંને રીતે ગણ્યાં છે . એટલે કે ખાવા પીવાનાં જે કંઈ પદાર્થો છે , ત્યાં તે અંગેનાં ગુણોની જરૂરિયાત હોય છે ત્યાં તેનો પ્રયોગ કરવામાં આવે છે . આપણે મસાલાઓનો ઉપયોગ આહારદ્રવ્યોનાં સંસ્કાર માટે કરીએ છીએ . તેને આયુર્વેદમાં સંસ્કાર દ્રવ્ય કહેવામાં આવે છે . સંસ્કાર દ્રવ્યથી ભોજન પ્રત્યે રુચિ વધે છે , તેનાથી લાલાસ્રાવ ઉત્પન્ન થાય છે , તેથી પાચનમાં મદદ થાય છે , મનને પ્રસન્નતા થાય છે , ભૂખ લાગે છે અને અગ્નિ પ્રદીપ્ત થાય છે . અગ્નિ પ્રદીપ્ત થવાથી શરીર સ્થિત તમામ માર્ગો શુદ્ધ બને છે , અને તેથી ભોજનનો સારભાગ શરીરના તમામ અંગોમાં પહોંચી જઈ શરીરની અન્ય ધાતુઓનું નિમણિ સહજ અને સરળ રીતે થયાં કરે છે . માર્ગોની શુદ્ધિ થવાથી વાયુ , પિત્ત અને કફ તથા સાતે ધાતુઓ પોતાનાં કાર્યો યથાવત રીતે કરી શકે છે . અને તે કારણે શરીર નિરોગી રહે છે . ભોજન વીર્યવર્ધક હોવું જરૂરી છે . જેથી શરીરમાં શક્તિ અને તાજગી રહ્યા કરે , રચિદાયક ખોરાક હોય તો ભોજન વધારે ખવાય છે , તેમ જ મૂત્ર વધારે ઉત્પન્ન થાય તેવો પણ ખોરાક હોવો જોઈએ , જેથી શરીરમાં ઉત્પન્ન થયેલા કેટલાક ઝેરી દોષો શરીરમાંથી બહાર નીકળી જાય , વાયુની ગતિ સવળી બને તેવો ખોરાક હોવો જોઈએ . એક જરૂરી બાબત એ છે કે ભોજન કર્યા પછી એકથી બે કલાક સુધી પાણી પીવાની મનાઈ કરવામાં આવી છે . માત્ર ભોજનની વચ્ચે પાણી લઈ શકાય છે . તરસને ઓછી કરવા માટે કેટલાક દ્રવ્યો પણ હોવા જોઈએ , કે જેથી તરસ ઓછી લાગે . જો એવા કેટલાક મસાલા કે જેના સેવનથી વધારે તરસ લાગે તો તે હાનિકારક બનશે , અહીં ઉપરોક્ત ગુણોયક્ત દ્રવ્યો કે મસાલા વિશે વાત કરીએ તો . . .

 

 

૧ . સુગંધિત દ્રવ્યો : જીરું , હીંગ , સાહજીરું , તજ , એલચી , જાવંત્રી અને કોથમીર .

૨ . દુર્ગધહર દ્રવ્યો : સાહજીરું .

૩ . રુચિવર્ધક દ્રવ્ય : સુંઠ , કાળામરી , હીંગ , સ્યાહજીરું , જીરું , અજમો , | ધાણા , તેજબલ , નમક , ઘી , આદુ , લવીંગ , જાવંત્રી અને કોથમીર

૪ . અરુચિનાશક દ્રવ્ય : તેજપત્ર , આદુ અને લવીંગ .

૫ . પાચનદ્રવ્યઃ હીંગ , જીરું , અજમો , ધાણા , નમક , ક્ષાર , જાવંત્રી અને લવીંગ .

૬ . દીપનદ્રવ્ય : ઘી – તેલ , કાળામરી , હીંગ , જીરું , સાહજીરું , ધાણા , તેજબળ , નમક , ક્ષાર , મેથી , લવીંગ , રાઈ , લાલમરચું અને ડુંગળી .

૭ . માર્ગશોધક દ્રવ્ય : ધાણા અને એરંડતેલ .

૮ . અજીર્ણનાશક દ્રવ્ય : હીંગ

૯ . મૂત્રલ દ્રવ્ય : સાહજીરું , ધાણા અને નમકે .

૧૦ . વિષનાશક ( દોષનિવારક ) દ્રવ્ય : નમક , જાવંત્રી વગેરે .

૧૧ . દોષપાચક દ્રવ્ય : હીંગ

૧૨ . તૃપ્તિદન ( તરસ ઓછી કરનાર ) દ્રવ્ય  ઃ તજ , એલચી , લવીંગ , ધાણા , ચારોળી , તેલ .

૧૩ . વીર્યવર્ધક દ્રવ્ય : ડુંગળી , લસણ , આદુ , સિંધાલૂણ , જીરું , ધાણા , હળદર , તજ .

૧૪ . બળવર્ધક દ્રવ્ય : ડુંગળી , લસણ , તેલ , ઘી વગેરે .

૧૫ . હદયને હિતકારી દ્રવ્ય : આદુ , તેજપત્ર , કોથમીર અને સુંઠ ,

 

 

અહીં જે કંઈ નોંધ આપેલ છે , તે ખૂબ જ વિશિષ્ટતા ધરાવે છે અને આ મસાલા લખ્યા મુજબ ગુણવાન છે . આજકાલ આ મસાલાઓને આપણે ગરમ મસાલા તરીકે ઓળખીએ છીએ . આ મસાલા દ્રવ્યોમાં લવીંગને છોડી તમામ મસાલાઓ સ્વભાવે ગરમ છે . હા ! લોકો લવીંગને ગરમ માને છે . પણ તે પચ્યા પછી મધુર બની જાય છે , આમ લવીંગ ગરમ પડતાં નથી . સામાન્ય રીતે આપણે સૌ આ તમામ મસાલાઓનાં ગુણધર્મો વિશે વધતાં ઓછા પ્રમાણમાં જાણીએ છીએ અને તેથી જ તેને ‘ ગરમમસાલા ‘ પણ કહીએ છીએ . મોટાભાગના મસાલા દ્રવ્યો પિત્તને ઉત્પન્ન કરે છે અને તેથી તે ભોજનને પચાવવા માટે સહાયક બને છે . આમાંથી કેટલાક મસાલાઓ પિત્તનું શમન કરનારા હોય છે , પણ તે જઠરનાં અગ્નિને શાંત કરતા નથી , તે તેનું એક રહસ્ય છે . વળી , મોટા ભાગનાં મસાલાઓ તીખા અને કડવા હોય છે , તેનાં કારણે ભોજન પણ જલદી પચી જાય છે . ઉપરાંત કેટલાંક મસાલાઓ પચવામાં ભારે હોવા છતાં તેની સાથે તીણગુણવાળા દ્રવ્યો હોવાથી તે તીક્ષ્ણતાને લીધે ભારે ગુણવાળા દ્રવ્યોનાં કણો ખૂબ જ સૂકમ બની . જાય છે , અને પાચન સરળતાપૂર્વક થાય છે . આહાર કે ખોરાક બગડી જાય અથવા તો વાસી થઈ ગયો હોય , તેમાં જે દોષ અથવા રોગ , ઠંડો – વાયુકારક રોગ કે દોષ આવી ગયો હોય છે તેને પણ આ સંસ્કાર દ્રવ્યો દ્વારા ખાસ કરી સુગંધિત , પાચક અને દોષહર દ્રવ્યો દ્વારા તેને ભોજન માટે ઉપયોગી બનાવી તેનો દોષરૂપી રોગ દૂર થઈ જાય તે માટે આ મસાલા ઉપયોગી બને છે . સામાન્ય રીતે વિચારતાં એમ લાગે છે કે , ચરકસંહિતા કે જે મૂળ ગુરુ આત્રેયજી દ્વારા સંબોધિત થયેલ છે , તે સમયથી જ આ સંસ્કાર દ્રવ્યોનો ઉપયોગ ભોજન સાથે કરવામાં આવ્યો છે . મહર્ષિ વાલ્મટ , કશ્યપ , ભેલ , શારંગધર અને ભાવમિશ્રજીએ પોતપોતાનાં ગ્રંથોમાં રાંધણકિયા પ્રકરણોમાં આ મસાલાઓનો ઉપયોગ બતાવ્યો છે , તે જોઈએ તો કૃતવૃષ , અષ્ટગુણમંડ , સપ્તમુષ્ટિકયુષ અને માંસરસ વગેરે બનાવવા માટે મસાલાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે . ચરકસંહિતા અને સુશ્રુતસંહિતા કે જે આયુર્વેદની મૂળભૂત સંહિતાઓ છે , તેમાં આ મસાલાઓની વિસ્તૃત નોંધ જોવા મળે છે . ખાસ કરી ચૂંઠ , લીંડીપીપર , કાળામરી , ધાણા , હીંગ , તેલ , સિંધાલુણ વગેરેનું વર્ણન ઉપલબ્ધ છે .

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જાન્યુઆરી 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: