આપણી જેટલી ઉપયોગિતા એટલું મૂલ્ય// ચન્દ્રકાન્ત શેઠ

A.A.MAY 2018

ધરતીના ધરુ, આકાશના ચરુ

આપણી જેટલી ઉપયોગિતા એટલું મૂલ્ય

ચન્દ્રકાન્ત શેઠ

(અખંડ આનંદ,મે 2018)

આપણી જેટલી ઉપયોગિતા એટલું આપણું મૂલ્ય.દુનિયામાં જે કંઈ છે તે નિરર્થક નથી. એનો અહીં કોઈ ને કોઈ ઉપયોગ ખરો જ. જેમ ઉપયોગ વધારે તેમ મૂલ્ય વધારે. તેથી જ આપણે આપણા અસ્તિત્વની-આપણાહોવાપણા અને થવાપણાની ઉપયોગિતા જેટલી વધારે ને વધારે સિદ્ધ કરી શકીએ એટલી મૂલ્યવત્તા ને સાર્થકતા વધારે, આપણું જે કંઈ છે તે કેવળ આપણા પોતાના માટે જ છે એમ માનવું બરોબર નથી. આપણામાં જે કંઈ છે તેમાં જો ઘણાબધાનો હિસ્સો છે તો આપણું જે કંઈ છે તેમાંયે ઘણાબધાનો હિસ્સો હોવાનું આપણે સ્વીકારીને ચાલવું અનિવાર્ય છે. ઘણાબધા થકી આપણને લાભ છે તો આપણા થકી ઘણાબધાને લાભ પહોંચે  એમાં જ આપણા જીવતરની સાર્થકતા છે. એકલપેટાપણું તો પશુતાના પર્યાયરૂપ હોવાનું સમજીને તેનાથી મુક્ત થવામાં ને રહેવામાં માણસાઈનો ધર્મ હોવાનું આપણે સમજવું રહ્યું.

આપણું ઘર આપણું તો ખરું જ, પણ તે જો ઘણાને ઉપયોગી થતું હોય, ઘણાને આશ્રય દેનારું થાય તો એમાં આપણા ઘરની ગરિમા અને તેનો મહિમા સવિશેષ વધતો હોવાનું આપણે જરૂર અનુભવી શકીએ. જે આપણુંછે તે આપણા પૂરતું જ મર્યાદિત રહે એવું શા માટે રાખવું, એ સાર્વજનિક બને-સર્વોપયોગી બને એ જરૂરી છે. શ્વાસે શ્વાસે આપણો સૌની સાથે પ્રાસ મળતો જાય, સંવાદ સધાતો જાય એમાં જ આપણી સાર્થકતા.

આપણું કેન્દ્ર છે સ્વમાં. સ્વના કેન્દ્રનો સર્વના પરિઘ સુધી વિસ્તાર થાય એમાં જ જીવતરની ખરી પ્રસન્નતા ને ધન્યતા છે. સ્વાર્થમાંથી સર્વાર્થસુધી—પરમાર્થસુધી વિસ્તરાય ત્યારે જ આપણી મનુષ્યતાનો—માણસાઈનો વિકાસ થયાનું આપણે પ્રતીત કરી શકીએ. આપનાં સર્વ કરણો કરુણાથી પરિપ્લાવિત થતાં રહેવાં જોઈએ. એમ થાય તો જ આપણે અંદરથી લીલાછમ રહી શકીએ.લીલાછમ રહેવું હોય તો કેટલોક ત્યાગ, કેટલુંક સમર્પણ અ-નિવાર્ય બની જાય. સ્વનો ભોગ ન અપાય ભલે, પણ સ્વનું સર્વમાં પરિણમન થાય એવું તો થવું જ જોઈએ. સ્વાર્થની વાડ એવી ન હોવી જોઈએ કે પરમાર્થ સુધી પહોંચવામાં તે નડતરરૂપ થાય. સ્વાર્થ તે પરમાર્થ અને પરમાર્થતે સ્વાર્થ એવી પર્યાયભાવના આપનામાં ખીલવી જોઈએ.

આપણા હાથ પડેલાને બેઠો કરે, કોઈનો હાથ ઝાલી તેને સલામત ને સારા રસ્તેચાલવામાં મદદરૂપ થાય, કોઈને ટેકો આપે, કોઈને ભયમાંથી છુટકારો અપાવે, કોઈને આગળ વધવામાં પ્રેરણા, ઉત્સાહ ને માર્ગદર્શન દેવામાં સહાયરૂપ થાય તેમાં જ તેમની વશેકાઈ.’

‘અપના હાથ જગન્નાથ’ એવી ઉક્તિનો મર્મ પણ ત્યારે જ ખરેખરો સમજાય. આપણા પગ પગ પણ કોઈ અપંગને રસ્તો કાપવામા, પર્વત ઓળંગવામાં જો ઉપયોગી થાય તો જ એમની સમુચિત ગતિશીલતાનું યથાતથ દિશાબળ સમજાય. આપણી દૃષ્ટિ દિવ્ય  દૃષ્ટિ ત્યારે જ બને જ્યારે એ સૌનું સુખ જુએ, આપણામાં જે પરમ ચેતના છે તે સૌમાં જોતી થાય અને સૌના ચહેરા પર માંગલ્યનો ઉજાશ જોઈ શકાય એ માટે પોતાના દીવાની શગને વિશેષભાવે પ્રજ્વલિત કરતી રહે.

જેમ જેમ આપણે આપણી જાતનો વધુમાં વધુ સદુપયોગ થાય એ માટેના પ્રયત્નો કરીશું તેમ તેમ આપણને ઈશના દીધા પ્રસાદરૂપ આ જીવન વધુ ને વધુ આસ્વાદ્ય, આહ્ લાદક અને સાર્થક થયું હોવાનું લાગશે. આપણી માણસાઈનો મર્મ જેમ જેમ આપણે સૌના માટે સદુપયોગી થઈશું તેમ તેમ વધારે ને વધારે પમાતો જશે અને તેમ તેમ આપણા જીવાત્મા અને સર્વાત્મા કે પરમાત્મા વચ્ચે દેખાયા કરતી દૂરતા દૂર થતાં ભૂમામય એકાકારતાનો અનિર્વચનીય સત્ત્વોદ્રેક પણ અનુભવાશે. સાચો યોગ’સદ્ –ઉપયોગ’ માં હોવાનું પ્રતીત કરીને એ દિશામાં આપણા જીવતરની હોડીનાં સુકાન ને હલેસાં વાળવા ને ચલાવવા કૃતસંકલ્પ થઈએ.

—————————–

22/4/2018

9-બી, પૂર્ણેશ્વર ફલેટસ, ગુલબાઈ ટેકરા પર,

અમદાવાદ—380015

ફોન: 26300928

————————————–

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જાન્યુઆરી 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: