અમારા ચુનિભાઇ – હરજીવન પટેલ

અખંડઆનંદ

જાન્‍યુઆરી – ૨૦૨૦

મેનેજિંગ ટ્રસ્ટી – હર્ષદભાઇ જીવણલાલ શાહ

તંત્રી – પરેશભાઇ આનંદભાઇ અમીન

સહતંત્રી – પ્રકાશ લાલા

જોયેલું ને જાણેલું

અમારા ચુનિભાઇ – હરજીવન પટેલ

 

મારા જીવનઘડતરમાં મારા ત્રણ ગુરુઓનો મોટો ફાળો છે . પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્ય સેનાની સ્વ . લાલજીભાઈ ગણેશભાઈ પટેલ , માધ્યમિક શાળામાં ગાંધીવાદી લોકસેવક અને ગુજરાત લોકસમિતિના માજીપ્રમુખ સર્વોદય કાર્યકર્તા સ્વ . ચુનીભાઈ રામજીભાઈ વૈદ્ય અને મારા છાત્રાલયના ગૃહપતિ સ્વ . રામજીભાઈ રૂગનાથભાઈ પટેલ . આ ગુરુઓએ મને ઘણી શિક્ષા આપી છે , તેમનું મારા પર ઋણ અપાર છે પણ મેં તેમને કોઈ ગુરુદક્ષિણા આપી નથી તેટલો જરૂર હું નગુણો ગણાઉં . ચુનીભાઈએ અમને ( તેમના વિદ્યાર્થીઓને ) કહેલું કે અમારે તેમને ‘ સાહેબ ‘ નહીં કહેવાના પરંતુ હંમેશાં “ ચુનીભાઈ ” કહીને જ બોલાવવાના . ત્યારથી તમે બધા તેમને ચુનીકાકા ’ કહેતા હતા . તોપણ હું તો તેમના ” નિધન સુધી “ ચુનીભાઈ ‘ જ કહેતો . છેલ્લે તેમના નિધનના થોડા દિવસ પહેલાં ગાંધી જયંતિના દિવસે હું તેમને સાબરમતી ગાંધી આશ્રમ મળવા – ગયેલો ત્યારે તેઓ તેમનાં દત્તકપુત્રી પાસે બેસીને મમરા ખાતા હતા અને મને જોઈ મનેય મમરાની પ્રસાદી આપેલી , ત્યારે તેમણે મને કહેલું કે , મારા વિદ્યાર્થીઓમાં તું એકલો જ જ્યારે અમેરિકાથી આવે છે ત્યારે મળવા આવે ? તને જોઈ મને આનંદ થાય છે . ‘ તેઓ વડોદરામાં ‘ ભૂમિપુત્ર ‘ ના તંત્રી , ત્યારે ઘણી વાર મારા ઘેર મને મળવા આવતા અને મારાં બાળકો માટે કેળાં લાવતા , જેથી મારાં બાળકો તો તેમને ‘ કેળાંવાળા દાદા ‘ કહેતા . છેલ્લે ઇમરજન્સી વખતે તેઓ મારા ઘેર ( ભૂગર્ભમાં I ) રહીને ‘ ભૂમિપુત્ર ‘ બહાર પાડતા , પરંતુ એક દિવસ તેમણે કહ્યું કે , “ મારા લીધે તે હેરાન થઈશ અને નાનાં છોકરાં મૂકી જેલમાં જઈશ જેથી હવે હું જઉં છું અને હાજર થઈ જઉં છું . ” એમ કહી તેઓ ગયા , તેમની ધરપકડ થઈ અને તેઓ જેલમાં ગયા . હું નાનો હતો ત્યારે તેઓએ અત્યારના હજારો રૂપિયાના પગાર મેળવતા શિક્ષકો કરતાં અમારા ગામડાના કેળવણી મંડળના ટૂંકા પગારની નોકરી સ્વીકારી , પૈસાની જરાય પરવા કર્યા સિવાય સેવાના હેતુથી ખૂબ લાગણી અને પ્રામાણિકતાથી અમોને ભણાવતા . તેઓ કુંવારા અને ખાદીધારી હતા . મારા ઘરની નજીકમાં ભાડેથી ૧૦ ‘ x ૬ ’ ની એક રૂમમાં તેઓ રહેતા . તેઓ સ્વયંપાકી અને ઘરનું બધું કામ જાતે જ કરી લેતા . વિદ્યાર્થીઓને તેમનું કોઈ અંગત કામ ચીંધતા નહીં . અમારા ઘેરથી દૂધ વેચાતું લેતા પણ જાતે જ દૂધ લેવા આવતા અને મારાં વિધવા માતાને નિયમિત હિસાબ કરી પૈસા ચૂકવી દેતા . તેઓ ચુસ્ત સિદ્ધાંતવાદી હતા . સ્વભાવે કડક અને ગંભીર હતા જેથી અમે તેમનાથી ડરતા હતા . ચુનીભાઈના અક્ષર તો જાણે મોતીના દાણા ! અક્ષરના મરોડ અને જોડણી માટે તેઓ ખૂબ જ આગ્રહી હતા . તેમને કારણે મારી જુવાનીમાં ) મારા અક્ષરો પણ ખૂબ મરોડદાર અને શબ્દ જોડણીવાળા હતા જેથી ઘણા મિત્રો ચુનીભાઈને નમન કરી લેતો . . . વા અક્ષરોના વખાણ કરતા ત્યારે હું મનોમન એકવાર મારા મરોડ થોડા વાંકા ટૂંકા આવેલા ત્યારે ચુનીભાઈએ ગુસ્સે થઈ ક્લાસમાં મને બેન્ચ ઉપર ઊભો કરેલો અને ધમકાવેલો ત્યારે મારાથી પણ અચાનક અવિવેકથી બોલી જવાયું કે – “ ચુનીભાઈ , તમારા ગાંધીજી કરતાં તો મારા અક્ષર ઘણા સારા છે ! ” ત્યારે કદાચ ( મારી અને તેમની ) જિંદગીમાં મેં પહેલીવાર તેમને મુસ્કરાતા જોયેલા અને તેમણે મને કહેલું , બેસી જા ! પણ હવે ધ્યાન રાખજે ! ” પછી ઘણાં વર્ષો સુધી મેં મારા અક્ષરોનું ધ્યાન રાખ્યું પણ હવે મારી વૃદ્ધાવસ્થામાં શિથિલ અંગો તેનું ધ્યાન રાખી શકતાં નથી . હવે મને તેની કંઈ ચિંતા પણ નથી કે હવે મને બેન્ચ ઉપર ઊભો રાખનાર પણ હાજર નથી ! આવા હતા અમારા શિક્ષકો .

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,812 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જાન્યુઆરી 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: