પ્રામાણિકતાની પરીક્ષામાં શ્રેષ્ઠ

A-A JAN

પ્રામાણિકતાની પરીક્ષામાં શ્રેષ્ઠ

રસિકભાઈ વ્યાસ

(જોયેલું અને જાણેલુ–અખંડ આનંદ જાન્યુઆરી2020 પાના-95-96)

——————

નોબલ પ્રાઈઝ વિજેતા શ્રી. સી.વી. રામને નિવૃત્તિ પછીબેંગ્લોરમાં એક રિસર્ચ કેન્દ્રનો આરંભ કરવાનો વિચાર કર્યો.

વર્તમાનપત્રોમાં જાહેરાત આપવામાં આવી કે વૈજ્ઞાનિકોની ભરતી માટે યોગ્ય યુવાનોની આવશ્યકતા છે.

ઘણા યુવાન વૈજ્ઞાનિકો શ્રી.સી.વી. રામન સાથે કાર્ય કરવા ઇચ્છતા હતા. મનમા ભાવ હતો કે એ બહાને આનોબેલ પ્રાઈઝ વિજેતાને મળવાનું પણ થશે.

પ્રારંભિકકસોટીમાં પાંચ યુવાનોને પસંદ કરવામાં આવ્યા. ફાઈનલ ઈન્ટરવ્યૂસી.વી. રામનસાહેબે જાતે જ લીધો. આ પાંચમાંથી ત્રણ યુવાનોને નિમણૂકપત્ર આપવામાં આવ્યા.

બીજા દિવસે પ્રા.રામનસાહેબ બગીચામાં સાંજે ફરવા નીકળ્યા ત્યારે એક યુવક તેમની રાહ જોઈને ઊભો હતો.

પ્રા. રામનસાહેબ ઓળખી ગયા કે જે યુવકની નિમણૂક કરવામાં ન આવી હતી તે જ આ યુવક છે.

આદરણીય પ્રોફેસરે તેને પૂછ્યું કે શું તકલિફ છે?

યુવકે વિનયપૂર્વક કહ્યું, ‘સાહેબ! સમસ્યા તો નથી પરંતુ ઈન્ટરવ્યૂ પછી જે આવવા-જવાના ખર્ચના નાણાં આપ્યા તેમાં મારે સાત રૂપિયા વધારે આવી ગયા છે. આ સાત રૂપિયા પાછા દેવા માટે આવ્યો છું.’

કાર્યાલયના હિસાબનીશે કહ્યું કે,, ‘મેં હિસાબ બંધ કરી નાખ્યો છે તેથી હું સ્વીકારી શકું તેમ નથી.’

યુવકે કહ્યું કે ‘જે પૈસા મારા અધિકારના નથી તે પૈસાનો ઉપયોગ હું કેવી રીતે કરી શકું? માટે એ પૈસા આપને પાછા આપવા ઈચ્છું છું.’

પ્રા.શ્રી સી.વી.રામન સાહેબે નિર્ણય કર્યો કે, ‘સારું તો તું સાત રૂપિયા પાછા આપી દે અને તારી ઈચ્છા પૂર્ણ કર. થોભો! એક કામ કરો, આવતીકાલે સવારે 10-30 કલાકે મને મળવા આવશો.’

બીજા દિવસે નોબેલ પ્રાઈઝ વિજેતા શ્રીસી.વી.રામને તેને કહ્યું. ‘બેટા! ઈન્ટરવ્યૂ

દરમિયાન ભલે તમે ઉત્તીર્ણ ન થયા હો. પરંતુ પ્રામાણિકતાની પરીક્ષામાં તમે શ્રેષ્ઠતાને વર્યા છો, મારી સંસ્થામાં તમારા માટે વિશેષ સ્થાનનું પ્રયોજન ઊભું કરી તેના માટે તમારી નિમણૂક કરવામાં આવે છે.’

યુવાનને આશ્ચર્ય થયું અને આનંદપૂર્વક સંસ્થામાં પ્રા.સી.વી. રામન સાથે જોડાઈ ગયો.

વરસો પસાર થયા પછી આ યુવાન ઈ.સ.

1983માં નોબેલ પ્રાઈઝ વિજેતા જાહેર થયો. આ યુવકનુ6 નામપ્રા. સુબ્રમણ્યમ ચંદ્રશેવ્ખર હતું. તેઓ મૂળ ભારતીય પણ અમેરિકામા6 નિવાસ કરતા હતા. તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું કે, ‘સાત રૂપિયા દ્વારા તેમના જીવનમાં કેવું પરિવર્તનાઅવ્યુ6?’ માનવને પ્રગતિના શિખર સુધે પહોંચાડે છે.

140,ભરતનગર, ભાવનગર-364002

મો. 8140805100

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 535,830 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જાન્યુઆરી 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: