મન તું ક્યાં ભટકે ?  –  કૃષ્ણકાંત લવિંગીયા 

સુવિચાર

Year  – 46

આદ્ય તંત્રી સ્વ. હરિલાલ વિ. પંચાલ

તંત્રી અને સંપાદક પ્રવીણ ક. લહેરી

મન તું ક્યાં ભટકે ?  –  કૃષ્ણકાંત લવિંગીયા

 

મનનું ભટકવું એ જન્મજાત સ્વભાવ છે . આપણા મનમાં વિચારો તો આવ્યા જ કરવાના . કેટલાક સુવિચારો અને કેટલાક કુવિચારો . પણ પ્રમાણ કોનું વધારે ? સારા | વિચારો બહુ જ થોડા અને કુવિચારો ઘણા . મનમાં આ બે પ્રકારોના વિચારો વચ્ચે યુદ્ધ ચાલ્યા જ કરવાનું . જીત કોની થશે ? . કુવિચારોનો મારો સદ્વિચારો પર રહેવાનો જ . તેનું બળ અને સંખ્યા વધુ છે . જો મન મનબુત હશે વ્યક્તિ જો પ્રયત્ન કરશે તો સવિચારો મનમાં વિચારોને મારીને માણસને સારા માર્ગે દોરશે . પરંતુ જો મનથી વ્યક્તિ ઢીલી પડે , મક્કમ રહે નહીં તો કુવિચારો માણસ પર . રાજ કરશે અને માણસને ખોટા માર્ગે દોરશે . આમ મનમાં વિચારોનું ધમસાણ ચાલ્યા જ કરે છે . વિચારો , તમે શું કરવા માંગો છો ? સ્વામી વિવેકાનંદ આ બાબતમાં જણાવે છે કે . . . મન આપણો સારો મિત્ર છે , જ્યારે આપણે તેને કન્ટ્રોલ કરીએ ત્યારે . પરંતુ તે મન આપણો મોટો દુશ્મન બની જાય છે , જ્યારે તે આપણને કન્ટ્રોલ કરે છે . ” ગૌતમ બુદ્ધ જણાવે છે કે , . મન સર્વસ્વ છે , તમે જે વિચારો છો તેવા જ બનો છો . માણસની દુર્ગતિનું કારણ એનું પોતાનું મન હોય છે , કોઈ દુશ્મન નહીં . ” તમારા મનમાં કોઈ પ્રત્યે ખરાબ વિચારો આવે ત્યારે તેના સદગુણો માટે વિચારો . જરૂર કવિચારો પર નિ આવી જશે . સદ્વિચારો તમારા મનને નિયમન કરવામાં તમને અચૂક મદદ કરશે જ . માણસના મનને અને તનને સૌથી વધુ નુકસાન કરનારાં બે અવગુણો છે – ક્રોધ અને ઈષ .

મન વિશે મહેન્દ્રભાઈ મેઘાણી જણાવે છે કે , “ કપડું ધોઈને એ ફરી ફરી મેલું થાય છે અને ફરી ફરી ધોતાં રહેવું પડે છે . એમ માનવ મનને પણ વારંવાર ધોતાં રહેવું પડે છે . ” અહીં મેલાનો અર્થ થાય છે કે મનમાં રહેલાં કુવિચારો ( મેલ ) સદ્વિચારો નામના સાબુથી ધોતા રહેવું પડે . આપણે કહી શકીએ કે , “ મોટી કીર્તિનો પાયો મોટું મન છે . મોટા મન વિના મોટી કીર્તિ મળતી નથી અને જો વારસામાં ઊતરી આવી હોય તો તે ટકતી નથી . ” ને આમ માનસિક આરોગ્ય માટે મનને મહત્ત્વ અપાયું છે . જેનું નિત્ય જીવન કુદરતમય હોય એનું શારીરિક ને માનસિક આરોગ્ય મૃત્યુપર્યત જળવાઈ રહે છે . ‘ | મહાત્મા ગાંધીના મન અંગે ચોક્કસ વિચારો હતા . તેમના વિચારો મક્કમ રહેતા , કોઈ તેમના વિચારોમાં પરિવર્તન લાવી શકતા નહીં . આ રહ્યા તેમના વિચારો . . “ તમે મને સાંકળથી બાંધી શકો , મારા પર સિતમ વરસાવી શકો , મારા શરીરનો નાશ કરી શકો પણ મારા મન અને વિચારોને કદી કેદ નહીં કરી શકો . ” ગાંધીજીના વિચારો પરથી જણાય છે કે તેમને મન પર પૂરેપૂરું નિયમન કરેલ હતું . મનમાં જ્યારે કુવિચારોનું પ્રમાણ વધી જાય છે ત્યારે તેના વિશે શ્રી જનક નાયક જણાવે છે કે , . “ મનમાં સંગ્રહાયેલા કુવિચારોના કચરાને સમયસર ઓળખી કાઢવાની જરૂર છે . ડિપ્રેશન ( હતાશા ) નો મહારોગ મનના આ સડેલા કચરાને કારણે જન્મે છે , માટે મહેરબાની કરીને મનમાં રહેલા આ કચરાને બાળી નાંખો ( “ અહા ! જિંદગી ” મેગેઝીનમાંથી ) માનવીના વિકાસનો આધાર પણ મન પર જ છે . “ મન પર માનવીનો કાબુ એટલે વિકાસ , માનવી પર . મનનો કાબુ એટલે વિનાશ . ” ( ‘ ચિત્રલેખા ) . આમ મન અળવિતરું છે . માટે જ મનને મર્કટ સાથે સરખાવ્યું છે . મન પર કાબુ મેળવવા નીચેના ઉપાયો અજમાવી શકાય .

૧ ) યોગાસન , પ્રાણાયામ , વગેરે દ્વારા

૨ ) સારા પુસ્તકોના વાંચન દ્વારા

૩ ) મનમાં જ્યારે કુવિચારો આવે ત્યારે તમારા જીવનમાં બનેલા સદ્વિચારોનું વારંવાર રટણ કરવાથી

૪ ) મનમાં ખરાબ વિચાર આવે ત્યારે બીજી કોઈ બાબત પર વિચાર કરવાથી

૫ ) ઘરમાં બીજા સભ્યો સાથે ઘરના પ્રશ્નો અંગે વિચાર વિમર્શ કરવાથી , મન બીજી દિશા તરફ દોરવાથી .

૬ ) મનમાં ખરાબ વિચારોનું ધમસાણ ચાલતું હોય ત્યારે બહાર ખુલ્લામાં લટાર મારવા નીકળી ‘ જવાથી

૭ ) પ્રાર્થના દ્વારા કે મંદિરમાં જવાથી પણ નિયંત્રણ લાવી શકાય .

– આમ મનને નિયંત્રણ કરવા માટે બીજા અનેક ઉપાયો છે . સૌ પોતપોતાની રીતે ઉપાયો અજમાવી મનનું નિયમન કરી શકે છે .

વિચારો , આમ ભટકતા મનને કાબુ રાખવા માટે સ્વયંની મહેનત અને ધગશની જરૂર છે .

 

૧૦ , સ્નેહા બંગલોઝ , બાલેશ્વર ગોલ્ડ દેરાસર સામે , બોપલ , અમદાવાદ – ૩૮૦૦૫૮ .

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 482,410 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જાન્યુઆરી 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: