પ્રેમળ જ્યોતિ . . .

 

અનુવાદક : શ્રી નરસિંહરાવ દિવેટીયા

આશ્રમ ભજનાવલી

 

 

પ્રેમળ જ્યોતિ તારો દાખવી

મુજ જીવનપંથ ઉજાળ ,

દૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર ,
માર્ગ સુઝે નવ ઘોર રજનીમાં , નિજ શિશુને સંભાળ ,
મારો જીવન પંથ ઉજાળ . . .

પ્રેમળ જ્યોતિ . . .

ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ , દૂર નજર છો ન જાય ,
દૂર માર્ગ જોવા લોભ લગીર ન , એક ડગલું બસ થાય ,
મારે એક ડગલું બસ થાય . . .

પ્રેમળ જ્યોતિ . . .

આજ લગી રહ્યો ગર્વમાં હું ને માગી મદદ ન લગાર ,
આપ-બળે માર્ગ જોઇને ચાલવા હામ ધરી મૂઢ બાળ ,
હવે માગું તુજ આધાર . . .

પ્રેમળ જ્યોતિ . . .

ભભકભર્યા તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ ,
વીત્યાં વર્ષોને લોપ સ્મરણથી સ્ખલન થયાં જે સર્વે ,
મારે આજ થકી નવું પર્વ . . .

પ્રેમળ જ્યોતિ . . .

તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ આજ લગી પ્રેમભર ,
નિશ્ચે મન તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર ,
દાખવી પ્રેમળ જ્યોતિની સેર . . .

પ્રેમળ જ્યોતિ . . .

કંદર્પ ભૂમિ કળણ ભરેલી ને ગિરીવર કેરી કરાડ ,
ધસમસતાં જળ કેરાં પ્રવાહો સર્વ વટાવી કૃપાળ ,
મને પહોંચાડશે નિજ દ્વાર . . .

પ્રેમળ જ્યોતિ . . .

રજની જશે ને પ્રભાત ઉજળશે ને સ્મિત કરશે પ્રેમાળ ,
દિવ્ય ગણોના વદન મનોહર ( મારે ) હ્રદય વસ્યાં ચિરકાળ ,
જે મેં ખોયાં હતા ક્ષણવાર . . .

પ્રેમળ જ્યોતિ . . .

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,815 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ડિસેમ્બર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: