આ ઘટા બનાવી શા માટે ?  /  ( રાગ – માલકૌંસ )

 

 

આ ઘટા બનાવી શા માટે ?

હું પ્રકૃતિને પૂછૂછું ; આ પ્રીત વહાવી શા માટે ?

 

વન ઉપવનને વહેતાં ઝરણાં ;

મંદ સમીરે માદક ફૂલડાં ,

પંખી ના મીઠા કલરવ , ઓ વિશ્વ તણા વાટે ઘાટે ! . . .

 

ધાન્ય ભરેલી ધરા ઢળેલી ;

અર્પી રહી નિજ હૈયું રેલી !

માનવ કે દાનવ ના ગણતી , ના આશા બદલા માટે . . .

 

સાગર ગર્જે , વાદળ વરસે ;

ધરતી પર નવસૃષ્ટી સર્જે !

નદીઓ વહેતી પરને કાજે , સરતી એ સાગર વાટે . . .

 

સૂર્ય ચંદ્ર ને અગણિત તારા ;

કરે પ્રકાશીત જગને સારા !

હૂંફ શીતળતા અર્પે સહુને , ના આશા બદલા માટે . . .

 

સંધ્યા ઉષા આભ છવાઇ ;

નભ લેતું અવિરત અંગડાઇ !

અંબર નું ઉર ઉછળે શાને , રંગ તણી રમણીય છોટે ?

 

પ્રકૃતિ બોલી મુસકાઇ ;

છોડ તું માનવ સ્વાર્થ સગાઇ

કર્મયોગી નિષ્કામ બનીજા , જીવીજા બીજા માટે !

આ ઘટા બનાવીએ તે માટે !

 

અર્પે છે કુદરત આ જગમાં ;

ભરી અયાચકતા રગ રગમાં !

સમજે માનવ સાર જીવનનો ,

સઘળું સર્જન તે માટે !

આ ઘટા બનાવી તે માટે !

આ પ્રીત વહાવી તે માટે !

 

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 627,741 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ડિસેમ્બર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: