દલ દરિયામેં ડૂબકી દેણા,
મોતી રે લેણા ગોતી એ જી જી
ખારા સમદર મેં છીપ બસત હે,
ભાત ભાતરાં મોતી એ જી,
એ મોતી કોઇ મરજીવા માણે,
નહિ પુસ્તક, નહિ પોથી રે.—દલ.
મુખા કમળ પર મરઘા કમળ હે,
તા પર ગંગા હોતી એ જી,
તન કર સાબુ, મન કર પાણી,
ધોઇ લેણા હરદારી ધોતી રે.—દલ.
રણુંકાર મેં ઝણુંકાર હે,
ઝણુંકાર મેં જ્યોતિ એ જી,
એ જ્યોતિ અભેપદ હોતી,
વહાં હે એક મોતી રે.—દલ.
નવ દુવારા, દસમી ખડકી,
ખડકી મેં એક ખડકી એ જી,
એ ખડકી કોઇ સતગુરુ ખોલે,
કૂંચી ઉનરા ઘરકી રે.—દલ.
ડાબી ઇંગલા,જમણી પિંગલા,
નુરત સુરત કર જોતી,
દેવ ડુંગરપુરી બોલિયા,
હું હરખે હાર પરોતી.–
દલ દરિયામેં ડૂબકી દેણા,
મોતી રે લેણા ગોતી.
પ્રતિસાદ આપો