કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ
કોયલ કૂજે કૂ કૂ કૂ ને કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ
ચકલાં ઉંદર ચૂ ચૂ ચૂ ને છછુંદરોનું છૂ છૂ છૂ ,
કૂજનમાં શી ક્ક્કાવારી? હું કુદરતને પૂ છું છું .
ઘૂવડ સમા ઘૂઘવાટા કરતો માનવ ઘૂરકે
હૂ હૂ હૂ .
લખપતિઓનાલાખ નફામાં સાચું ખોટું કળવું શું ?
ટંકટંકની રોટી માટે રક જનોને રળવું શું ?
હરિ ભજે છે હોલો પીડિતોને હે પ્રભુ ! તું પ્રભું તું .
કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ
સમાનતાનો સમય થાસે ત્યાં ઊંચું શું ને નીચું શું ?
ફૂલ્યા ફાલ્યા ફરી કરો કાં, ફણિધરો શાં ફૂ ફૂ ફૂ
કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ
પરમેશ્વર તો પહેલું પૂછશે કોઇનું સુખદુ:ખ પૂછ્યું’ તું ?
દર્દભરી દુનિયામાં જઇને કોઇનું આંસુ લૂછ્યું’તું ?
ગેં ગેં ફેં ફેં કરતાં કહેશો હેં હેં હેં હેં ! શું શું શું .
ખુબજ સરસ અને સાચી વાત કરી છે. માણસ ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ માંથી પસાર થાય છતાં તેની કમજોર યાદદાસ્ત બધું ભુલી ને ફરી “હું હું હું ” કરવાં જ લાગે છે. શ્રી મીનપિયાસી સાહેબ ને ખુબ ખુબ અભિનંદન તથા શુભેચ્છાઓ. 🙏🙏🙏