સ્નેહરસના આર્યકવિ /  અનંતરાય મ. રાવળ

મિલાપની વાચનયાત્રા : ૧૯૫૮

સંપાદક : મહેન્દ્ર મેઘાણી

લોકમિલાપ

પ્રકાશક : ગોપાલ મેઘાણી

 

 

આ પ્રજાના હૃદયની ધરતીને કાવ્યભીની રાખવો , પ્ર જાની કાવ્યરુચિ ઘડવા , સંસ્કારવા અને ઊંચે લઈ જવા , તેમજ એને સતકવિતાનો આસ્વાદ અને મૂલ્યાંકનની તાલીમ આપવા , સારા સારા કવિઓના વિપુલ કાવ્યરાશિમાંથી , રસદૃષ્ટિથી અને વિવેકથી કરવામાં આવેલા તેમના કાવ્યસર્જનના પ્રતિનિધિરૂપ ચૂંટણીસંગ્રહો જેવું કાર્યક્ષમ સાધન બીજું એ કે ગણાય નહિ . સારા કવિઓની. ઉત્તમોત્તમ રચનાઓના આવા મધુસંચય એમના બધો કાવ્યસંગ્રહો ખરીદી . કે વાંચી ન શકનાર સામાન્ય સાહિત્યરસિકોના સમય અને ગજવાંને ખૂબ પોષાય એ તો દેખીતું જ છે . રસજ્ઞતાના પાઠ ભણતી વિદ્યાર્થી-પેઢીને તે તે કવિઓના સમગ્ર કાવ્યસર્જન ભણી વાળવાની સેવા તો એ ઘણી બજાવી શકે. આવા સંગ્રહો હવે આપણે ત્યાં પ્રગટ થવા લાગ્યા છે એ સંતોષપ્રદ બિના છે . કવિશ્રી ન્હાનાલાલની વૈવિધ્યનંતી કવિતાસમૃદ્ધિમાંથી ચૂંટેલી કેટલીક સુંદર વાનગીઓનો પીરસાતો રસથાળ ગુજરાતના સૌ કાવ્યરસિકોને આનંદાવી. તેમનો ધન્યવાદ તેના યુવાન સંપાદક શ્રી બાલચંદ્ર પરીખને ૨ળાવી આપશે .

ન્હાનાલાલ એટલે તેમની પ્રતિભા તથા કાવ્યસર્જનને બળે નિઃશંક છેલ્લા . શતકના પ્રથમ સ્થાનના અધિકારી કવિવર. આનંદસમાધિનો અનુભવ કરાવી . રસમત્ત બનાવી બે ઘડી હૈયાં ડોલાવી મૂકે એવી કવિતા ગુજરાતી કવિઓની . કવિતામાંથી શોધીએ તો ન્હાનાલાલની ઘણી મળે . કવિતાનાં ઊંચાં શિખરો એમની કવિતાએ અનેકવાર સર કર્યા છે . કોઈ પણ પ્રથમ પંક્તિના કવિની . પણ બધી જ રચનાઓ એકસરખી ઊંચાઈની હોતી નથી : હાનાલાલની ય ન હોય , ને નથી . પણ એમનું કાવ્યસર્જન એટલું વિપુલ છે કે તેમાંથી વીણેલી. પ્રથમ પંક્તિની રચનાઓનો ખાસ્સો પુષ્ટ સંગ્રહ ખુશીથી કરી શકાય . છૂટે હાથે મા શારદાનો કૃપાપ્રસાદ પામેલા આવા કવિની કવિતાનો પ્રતિનિધિરૂપ ચૂંટણી સંગ્રહ સંપાદવાનું તો શ્રી રામનારાયણ પાઠક અને શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેવા કાવ્યજ્ઞ વિદ્વાનો કે સુંદરમ્ અને ઉમાશંકર જેવા આજના અગ્રિમ . કવિઓમાંથી કોઈ પણ હોંસેહસે કરે .

 

 

આ સંગ્રહ (“રસગન્ધા)માં સંપાદકે કવિશ્રીનાં કુલ 146 કાવ્યો રજૂ કર્યા છે . કવિશ્રી ન્હાનાલાલના કાવ્યસર્જનની વિપુલતા અને તેનો કાવ્ય . એમની કૃતિઓમાંથી આંખ મીંચીને ઉપાડતાં પણ સારી ચૂંટણી અતિ સંગ્રહમાં કવિનું પેલું કાવ્ય કેમ ન આવ્યું , આ આ લીધાં છે તેને અમુક અમુક લીધાં હોત તો ઠીક થાત , એવી ટીકા કે સૂચનાઓ . ચૂંટણીસંગ્રહ નોતરે જ , તેમ આને વિશે પણ બનવાનું . પણ સંગ્રહની ચા શબરીના બોર જેવી સંપાદકે પોતે આસ્વાદેલી , એમને મીઠી લાગે આનંદ-સંવિભાગ અર્થે સહૃદયો સમક્ષ ધરેલી ન્હાનાલાલ-રચનાઓ તરીકે જોવી યુક્ત છે .

 

 

કવિશ્રી ન્હાનાલાલ આપણા એવા સાહિત્યસર્જ છે જેમના સારા સર્જનમાં એક સુસંગત જીવનદર્શન ઓતપ્રોત દેખાય છે . તેઓ એક મસ્ત સૌંદર્યદર્શી સૌંદર્યલુબ્ધ રસોપાસક કવિ છે. પ્રકતિના સૌંદર્યના પૂજક – ગાયક આ કવિ જીવનના સૌંદર્યના , એટલે જીવનની વસંતના સ્નેહસૌંદર્યના કવિ બન્યા છે . પણ રસના , સૌંદર્યના , સ્નેહના , જીવનના આનંદના આ ઉપાસકને સૃષ્ટિમાં ઊછળતા રસસાગરને પુણ્યની પાળ ઇષ્ટ લાગે છે . આવો ધર્મસંયત સ્નેહ તો લગ્નજીવનનો . એટલે લગ્ન તરફ લઈ જતા , લગ્નમાં પરિણમતા અને લગ્નોત્તર દામ્પત્યમાં વિસ્તરી. વિકસી કૃતાર્થતા પામતા સ્નેહનું જ ગાન તેમણે જીવનભર ઉલ્લાસથી  ગાયું છે . કોઈ આંતરસૂઝ કે સંસ્કારના બળે આ ભૂમિનો સંસ્કારવારસો એમણે એવો તો ઝીલ્યો ને પચાવી લીધો છે કે તેનો જ ઉદ્ઘોષ નવી વાણીમાં એમણે કર્યા કર્યો કહેવાય. કવિની ઊંડી સ્વદેશભક્તિએ ય એમને ભારતના ભૂમિસૌદર્યના જ નહિ પણ એના આત્મસૌંદર્યના ભક્ત બનાવેલા. ભારતીય સંસ્કૃતિ સ્થૂલ કરતાં સૂક્ષ્મને દેહ કરતાં આત્માને , પ્રેમ કરતાં શ્રેયને, વિલાસ કરતાં સંયમને , વિગ્રહ કરતાં સમન્વયને વધુ મહત્ત્વ આપે છે . કવિશ્રી ન્હાનાલાલનું સમગ્ર સર્જન પણ એને જ મહત્ત્વ આપતું દેખાય છે તે આ કારણે . કવિશ્રીની સ્નેહલગ્ન અને લગ્નસ્નેહનાં બે પાસાંવાળી સ્નેહભાવના , એમની સેવા ને સમન્વયની ભાવના , એમની ઈશ્વરશ્રદ્ધા , એમનો વિશ્વમાંગલ્ય અને માનવી તેમ સંસારના અંતિમ કલ્યાણકર ભાવી માટેનો ધાર્મિકતામાંથી જ આવતો આશાવાદ , એમનો જીવન અને કલામાં ધર્મ-પુણ્ય-નીતિ મા” આગ્રહ , એમનો સુખ કરતાં કલ્યાણ પર , ઇંદ્રિયોના વિલાસ કરતાં સંયમ ને વૈરાગ્ય પર ભાર – એમના સર્જન માત્રમાં કોઈ ને કોઈ પ્રમાણમાં દૃષ્ટિગોચર થતાં આ સર્વ તત્ત્વો એમની પાસે એક નિશ્ચિત સ્પષ્ટ સુસંગત જીવનદર્શન હતું એ સિદ્ધ કરે છે જ .

 

– આ ‘રસગન્ધા’ તેના સંપાદકને સમજાયેલું કવિશ્રીનું જીવનદર્શન પ્રગટ કરે છે તે જ રીતે કવિશ્રીની કવિપ્રતિભા અને કાવ્યકલાનો પણ એ જેમાં મૂર્ત થયાં છે એ કવિતાની વાનગીનો રસથાળ ધરીને વાચકોને સુપરિચય કરાવી દેશે . આ રસથાળ આરોગીને આજની પેઢીના વાચકો આ પ્રતીતિનો ઓડકાર તો અવશય ખાશે કે ન્હાનાલાલ કવિ હતા , સાચા કવિ હતા , એમની પ્રતિભા ઊર્મિગીતોના કવિની તેટલી મહાકાવ્યના કવિની નહિ છતાં તે મહા (=મોટા, સમર્થ) કવિ હતા. જાદુઈ વાણીમાધુર્ય, ઉત્કટ કલ્પનાબળ , લલિત તેમ ભવ્યનું એકસરખું સફળ કવન વિજયી રસસિદ્ધિ , આર્યતા , ઊર્મિસભરતા , ધ્વનિપરિમલ, સંગીત વગેરે કવિશ્રીની નવચૈતન્યસભર રોમેન્ટિક કવિતાનાં વિશિષ્ટ ગુણલક્ષણો સાથે શબ્દમોહ , અમૂર્તતા અને અવૈશદ્ય જેવી કેટલીક મર્યાદાઓનો વાચકોને એ સાક્ષાત્કાર કરાવશે .

 

 

.

” “” ”

“”

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 535,821 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ડિસેમ્બર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: