ઇન્દ્રધનુની રચના સમું  / લીલા મજમુદાર

મિલાપની વાચનયાત્રા : ૧૯૫૮

સંપાદન : મહેન્દ્ર મેઘાણી

લોકમિલાપ

પ્રકાશક : ગોપાલ મેઘાણી

 

 

પહેલો પ્રશ્ન જ એ ઉઠે છે કે બાળસાહિત્ય કોને કહેવું ?

સાચું કહીએ તો બાળસાહિત્ય અથવા બીજા કોઇ પણ પ્રકારના સાહિત્યની – અને કેવળ સાહિત્યની જ આ શા માટે , કોઇ પણ કળાની – વ્યાખ્યા આપી શકાતી નથી . આવું તો હોવું જ જોઇએ , અથવા આવું હોય તો નહિ ચાલે , એવા કોઇ નિયમ કે નિષેધ વડે કોઇ પણ પ્રકારના સર્જનના કાર્યને બાંધી દઈ ન શકાય. બાંધી દઈએ તો પોતાની પ્રાણશક્તિને જોરે વિકાસ પામવાની તક તેની આપી ન ગણાય . તેમ છતા , સર્જનનું સ્વરૂપ વિકસ્યા પછી તેને ઓળખવા ઉપાય હોય છે . તે રીતે બાળસાહિત્ય એટલે કેવા પ્રકારની રચના તેનો પરિચય આપી શકાય . પણ પહેલી વાત એ કે બાળસાહિત્ય સાહિત્ય ના કુલથી ભિન્ન નથી . શરૂઆતમાં જ આટલું ન સમજી લઇએ તો બાળસાહિત્ય ને તેને યોગ્ય આદર આપ્યો ન ગણાય . જાતે તે હલકુ નથી , ગુણમાં તે હીન નથી , સાધનામાં તે સહેલું નથી . એટલા માટે જ બાળસાહિત્ય નું ક્ષેત્ર હજારો પ્રતિભાશૂન્ય રચનાભારથી પીડાય છે . પચાસ નામી સાહિત્યકારોમાં જો એકપણ સાચો બાળસાહિત્યકાર મળી આવે , તો તે મહાભાગ્યની વાત ગણાય . ક્યાં મળશે તે મર્મભેદી દ્રષ્ટી , તે સુકોમળ હાથનો સ્પર્શ ? કેવળ સાધના દ્વારા કોઇ પણ પ્રકારનું મૌલીક સાહિત્ય સર્જી શકાતું નથી . જીવનચરિત્ર, સમાલોચના , પ્રવાસવર્ણન , અનુવાદ કદાચ મહેનત કરીની લખી શકાય . પરંતુ વાર્તા અને કાવ્ય તદ્‌ન જુદી જ વસ્તુ છે . બાળસાહિત્ય ની બાબતમાં તો બીજી પણ અનેક વાતો આવી પડે છે . બાળકોને માટે જીવનચરિત્ર , પ્રવાસવર્ણન , વૈજ્ઞાનીક નિબંધ અથવા ઐતિહાસિક લેખો પણ બધા લખી શકતા નથી હોતા . કારણકે …  બાળકોના જગતની દ્ર્ષ્ટિ જ જુદી હોય છે . એ કોઇને શીખવી શકાતી નથી , અંતરમાં હોવી જોઇએ .

એ કામ ઘણું કપરું છે ; જેઓ ઇન્દ્રધનુ રચી શકે , તેઓ જ માત્ર એ કામ કરી શકે .

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 482,400 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ડિસેમ્બર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: