સલવાર  /   હરિશ્ચંદ્ર

 

નામ નબી, ઉમર ૭૦, ધંધો રફગરનો, અને ઝેલમને કિનારે લાકડાનું બે મજલી

‘ ઝૂંપડું . બોલવે બચપણથી જ એ મીઠો, પણ જરા તોતડો, અને મોં બોખલું થઈ જવાયા

તોતડાપણામાં વળી ઓર વધારો થયો હતો. ચહેરા પર લટકતી એની દાઢી હતી બિલકુલ

બરફ-શી સફેદ. ભાસ તો એવો થતો હતો કે પ૨મીનાના ઊનમાંથી બે-ચાર વાળ ઉઠાવી

ચિપકાવી દીધા ન હોય !

 

નબીને દુનિયામાં બે ચીજ પ્રાણથી પ્યારી હતી. એક તો એની ઝૂંપડી, અને

બીજી એની બુટ્ટી. બુઠ્ઠી ખોતબીબી રોજ એનું શરીર મસળતી. વારંવાર ચલમ ભરી આપતી,

અને એની સામે બેસીને જ પરમીનાનું ઊન સાફ કરતી.

 

ખોતબીબીને દુ:ખ હોય તો એક જ વાતન કે દશ દીકરા થયા પણ એ કેય ન

ઊર્યો. બે દીકરીઓ હતી એ તો સાસરે વળાવેલી. મહોલ્લામાં ભારે અફવા હતી કે નબી પાસે

નહીં નહીં તોયે બે હજાર રૂપિયા હશે, પણ અસલ વાત તો ખુદા જ જાણતો હતો. રોજ કૂવો

ખોધો અને રોજ પાણી પીધું. વળી આજે ઉકળાટનો પાર ન હતો. ૨ફ કરવા લીધેલી શાલ

પગ કરડતી હતી. પણ ‘ખુદા ખુદા’ કરતાં રફનું કામ એણે પૂરું કર્યું. ‘કાતર કયાં છે?’

 

કાતરને ગોતવા ખોતનબીબીને ઊઠવું જરા આકરું થઈ પડયું. એનાં ગોઠણો

વાથી પીડાતાં હતાં. પણ આખરે ઊંહ ઊંહ કરતી એ ઊઠી. એણે તાકામાં આમતેમ ફંફોસી

ફંફોસીને જોયું. પર કાતર કયાંય જડતી નહોતી. ત્યાં નબી અધીરો થઈ રહ્યો હતો. ઝટઝટ

કામ આટોપી આરામ કરવા ચાહતો હતો. એણે ધમાલ શરૂ કરી, ‘ઝટ શોધ ને ! કેટલી વાર ?’

 

‘એ જ તો શોધી રહી છું’, કહી એણે તાકામાંથી એક પોટલી કાઢી. પોટલીમાં

કેટલાક જૂના ધાગા હતા અને બાળકોનાં કપડાં. બાળકો તો રહ્યાં નહોતાં, પણ એમનાં આ

ઝભલાં –બાળોતિયાં રહી ગયાં હતાં.

 

ખોતન વિચારી રહી, કેવા વહાલા વહાલા મુન્ના એની કૂખે જન્મ્યા હતા ! એક એક

કરીને એણે પોતાનાં બધાં બચ્ચાંઓને યાદ કર્યો. એને થયું, એનાં સ્તનોમાં દૂધ ભરાઈ રહ્યું

છે અને તેટલામાં તો એની નજર લાલ સલવાર પર પડી. આ સલવાર તેણે પોતાના લગનના

દિવસે પહેરી હતી. અને પછી તો એ યૌવનની મધુર સ્મૃતિઓમાં ખોવાઈ ગઈ.

 

ત્યાં નબી આવી ચડયો : ‘ઊઠ ને ! પહેરી લે આ સલવાર’, ખોતન ચમકી ઊઠી.

બોલી, ‘તમારી મત તો નથી બગડી ને?’

 

‘ભલા મારી મત શું બગડી?’ ખોતન ઊઠવા જાય તોય ઊઠે શી રીતે? એને તો માથું

ઊંચું કરવુંય ભારે થઈ પડયું.

 

‘જા, ન પહેરીશ, ‘ કહીને નબી બહાર ચાલ્યો ગયો.

એણે રાહત અનુભવતાં લાલચભરી નજરે વળી સલવાર ભણી બે- ચાર વાર જોયું.

 

બુઢ્ઢો મને સલવાર પહેરવા માયાહ કરશો તો ? પોતે પહેરી લે ? ના. ત. હા, ના, ના.

 

પાછો નબી આવ્યો. બુદી સામે ગોત મૂકતાં કહ્યું, ‘હજી સુધી તે સલવાર બાજી

 

પહેરી ?’

 

“હઠો, તમને શરમ નથી આવતી ?’

“અરે ! મિયાં બીબી વચ્ચે વળી લાજ કેવી ? ‘

 

ગોસ્ત જોઈ બુદ્દીના મોંમાં પાણી આવ્યું. પણ તરત પોતાના મનો એક દાંત પર

બુફાનું બોખલું મોં નજર સામે ઊભું રહ્યું.

 

ગોસ્ત આપ્યું તો ખરું પણ એને ખાશું શી રીતે ?’

 

કેમ વળી, વધારે પકવીશું એને. કેટલા બધા વખતે ગળ્યું મોં કરીએ છીએ ૮

પકાવવા નીચે જઉં છુંઅને હા, તું સલવાર પહેરી લે.’ બીએ નાના બાળકની જે મ ,

પકડી હતી.

 

બુઠ્ઠી કાંઈક શરમાતાં કાંઈક ગભરાતાં સલવાર પહેરી સીડી પરથી નીચે ઉતરવા

લાગી. અત્યારે એના પગમાં દર્દ ન હતું. એ તો બસ એક જ વાત વિચારી રહી હતી કે એ નબી

તરફ આંખ ઊંચી કરીને શી રીતે જોઈ શકશે ? કદાચ કોઈ જોઈ જશે તો? હાય ખુદા.

 

નબી નીચે ચૂલામાં ફૂક મારતો બેઠો હતો. બુઢ્ઢી ધીમે ધીમે દબાતે પગલે ડગ ભરી

રહી હતી, જેથી નબીની નજર એના ભણી ન જાય અને એ ચુપચાપ હેઠે બેસી જય. પણ

કોણ જાણે કેમ સાદડીની સળીમાં એને અડબડિયું આવી ગયું અને ધડાક કરતીકને એ નીચે

પડી. ગાભરો ગાભરી નબી ઊભો થયો. એના મોંમાંથી ચીસ નીકળી ગઈ. પણ બદી તો

સિમત સાથે આંખો ખોલી એના ભણી જોતી હતી. નબીએ એનું બાવડું પકડી ઉઠાવવાની

ઘણી કોશિશ કરી. નવવિવાહિત દંપતીની માફક બન્ને વચ્ચે ખેંચતાણ થતી રહી. ખોતન

ભૂલી ગઈ કે પોતે નાની બાળા નથી, સફેદ વાળવાળી બુઢિયા છે.

 

ત્યાં તો દરવાજો ખખડયો. કોઈએ ગળું ખોંખાયું, નબી ઝટપટ નીચે બેસી ગયો.

જાણે કાંઈ જ નથી બન્યું ! અને ખોતન તો શરમમાં ને શરમમાં જાણે જમીનમાં જ ગળી રહી

હતી. આગંતુક એનો જમાઈ હતો, અને એણે આ આખો તમાશો જોઈ લીધો હતો.

 

‘સલામ અલયકુમ’, નબીએ કહ્યું, ‘અંદર આવો’.

 

જમાઈ કાંઈ જ ન બોલ્યો, ચૂપચાપ પાછે પગલે ચાલ્યો ગયો, જાણે કોઈ ભૂતને

જોઈ લીધું ન હોય ! ખોતન તો પરસેવાથી રેબઝેબ થઈ ગઈ. જાણે ચોરી કરતાં એને કોઈએ

 

પકડી પાડી ન હોય ! નબી તરફ કાંઈક બબડાટ સાથે એણે જોયું.

 

ગભરાય છે શાની ? આપણે કાંઈ ચોરી કરી છે તે ડરીએ ? અરે ! દરેક આદમી

પોતાના ઘરનો શહેનશાહ છે !’

(શ્રી અખ્તર મ્રુહિઉદી‌નની વાર્તાને આધારે)

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

Leave a comment

વાચકગણ
  • 772,758 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
ડિસેમ્બર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો