પ્રીતમના ઓરડા / કેથેલીન રેઇન

 

મારા પ્રીતમના ઓરડા ઊંચા કે ઓરડા ઓહો કર્યા રે લોલ.

હરિયાળા ડુંગરાને ગોચરમાં પાથરી ફૂલભરી જાજમની ભાત,

સાંજલ તારાનો રૂડો દીવો બળેને ઓલી આસમાની છત રળિયાત.

વાયરાના ઊઘડતા ચોગમ કામાડ અને ઝરમરીયા પડદાના સૂર;

ઊંચા પહાડ તણા એકાકી થંભ અને દરિયાઈ બેટ દૂર દૂર.

મારા પ્રીતમના ઓરડા ઊંચા કે ઓરડા ઓહો કર્યા રે લોલ.

 

મારા પ્રીતમના ઓરડા ન્યારા રે ઓરડા અભરે ભર્યા રે લોલ.

ધીંગો તે ધોધ વહે રાતોની રાત કાઇ વીંધીને બરફાળ છાતી.

ચટ્ટાને ચારકાતી આંબે જ્યાં આભને પાંખો ગરુડની તાતી.

પ્રીતમના ઉંબરાને અંધોળી ઘૂઘવે ભરતીના લોઢ લોઢ લાખો;

જળચરના ઝૂંડ જ્યાં ખેલે વિવિધ કાઇ ખેલે નજર જ્યાં નાખો.

મારા પ્રીતમના ઓરડા ન્યારા કે ઓરડા અભરે ભર્યા રે લોલ.

 

મારા પ્રીતમના ઓરડા મીઠા કે ઓરડા આંખે ઠર્યા રે લોલ.

કોઈ મને લાવ્યું રે ઊંઘરેટી આંખે ને જાગીને જોયું તો હે-ય!

નાદિયું ને મોજા ને સૂરજ ને વાદળ ને પંખી તો મીઠડાં લેય.

બળતે બપોર સૂણું પાંદડાની આડશે વહેતી હવાની વાણ,

જેનું ન મુખ હજી જોયું તે વાહ, મને કેવી દે પ્રીતની લ્હાણ!

મારા પ્રીતમના બાહુમાં પોઢું કે નેણલાં હેતે હાર્યા રે લોલ –

મારા પ્રીતમના ઓરડા મીઠા કે ઓરડા આંખે ઠર્યા રે લોલ.

 

કેથેલીન રેઇનની કવિતાનો આ અનુવાદ છે, પણ આ અનુવાદ સમાંતર સર્જન ક્યારે બને છે તેનું ઉદાહરણ આપી શકાય એટલો સમૃદ્ધ એ છે. દુનિયા સાથે કવિ પ્રેમનો નાટો હોય છે : રૉબર્ટ ફ્રોસ્ટે કહ્યું હતું કે I had a lover’s quarrel with the world. દુનિયા સાથે મારે પ્રેમીનો ઝઘડો હતો. અહી આ કવિતામાં માત્ર દુનિયા સાથે જ નહી, સચરાચર સાથે કવયિત્રી પ્રેમનો નાટો બાંધે છે.  એ આ સચરાચરને પ્રીતમના ઓરડા તરીકે ઓળખાવે છે. પ્રીતમના ઓરડા એ સૂચક પ્રતીક છે. લગ્ન પછી પ્રીતમના ઓરડામાં પ્રવેશતી નવવધૂ એનાથી અપરીચિત હોય છે. આપણે પણ આ દુનિયા માં છીએ છતાં બ્રહ્માડના રહસ્યોનો તાગ ક્યાથી મેળવી શક્યા છેએ? પણ આ અજ્ઞાન પ્રેમની પરિભાષામાં વિસ્મય બની જા છે : અને એટલેજ કહે છે : ઓરડા ઓહો કર્યા!

 

આ ઓરડાની વિશાળતા હવે કવિ બતાવે છે. હરિયાળા ડુંગરો અને ગોચરના મેદાનોમાં ફૂલોની બુટ્ટાદાર જાજમ પથરાઈ છે. Evening star સાંજલ દીવો પ્રગટાવી પરંપરાનું સ્મરણ પણ અહી થઈ આવે છે. આકાશની આસમાની છત, પવનના કમાડ, અને વરસાદના ઝરમરીયા પડદા : પ્રીતમના ઓરડાનું વર્ણન આપણને ભારતીય પરમપરા બંધબેસતું લાગે છે. પ્રકૃતીમાં જ પ્રમેશ્વરનો અંશ જોતાં આપણાં સંતકવિઓ ઉદગારોથી કોટીમાં આ પંક્તિઓ આવી જાય છે. પરંતુ પ્રેમમાં વિસ્મય સાથે વાત અટકતી નાથી. વિસ્મયતો પ્રથમ મિલન હોય છે. પછી એકમેકથી આપણે સમૃદ્ધ બનીએ છીએ. જે વ્યાક્તિ – વ્યક્તિના પ્રેમ માટે સાચુ છે એ જીવ-શિવના અનુબંધન માટે પણ એટલું જ સાચું છે. એટલે જ પેલો ઓહો નો ભાવ એક તરફ રહે છે. અને બદલે ઓરડા અભરે ભર્યા નો – સમુહ બનયાનો ભાવ આપણાં મનમાં વસે છે.

 

વિસ્મય પ્રકૃતિ વિષે શું હતું, પરંતુ સમૃદ્ધિ એમાં રહેલા ચેતનની છે: ઘૂઘવતો ધોધ, ગરુડની પાંખો, ઉંબરાને અંધોળી જતાં ભરતીના મોજા અને જળચરો : આ બધા ચેતનના પ્રતીકો છે, અહી હવે માત્ર વીસ્મયો ભાવ સદંતર સરી પણ નથી જતો પણ વિસ્મયની સાથે પ્રેમ સમૃદ્ધ બને છે. એ પછીનું સોપાન આવે છે તૃપ્તિનું. પ્રેમની પરાકાષ્ઠા તૃપ્તિમાં છે: ઊંચા ઓરડાનું વિસ્મય થાય, ન્યારા ઓરડાથી સમૃદ્ધિ અનુભવાય પણ મીઠા ઓરડા-એ તો આંખ ઠારે.

 

હજી આંખમાં થોડી ઊંઘ ભરી હોય ત્યાં ઝબકીને જાગીએ અને આખું વાતાવરણ જોતાં કઈક વિસ્મય, કઈક સમૃદ્ધિના ભાવ સાથે તૃપ્તિની ચરમસીમાઓને અડકી જવાય ત્યારે કેવો ઉદગાર નીકળી પડે! જાગીને જોયું તો હે-ય! નદી, મોપ્જા, સૂરજ, વાદળ અને પંખી-આ સૌ હવે અપરિચિત નથી રહેતા. એ તો આપણાં મીઠડાં લે છે: અને જેનું મુખ હજી નથી જોયું એવા એ વિરાટ પ્રિયતમના બાહુમાં એના હેતે હેરી રહેલા નેત્રોની છાયામાં આપણે પોઢી શકીએ છીએ!         

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,194 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
નવેમ્બર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: