જીવણ

 

વાડી રે વેડીશ માં હો!

મારી રે વાડીના ભમરલા વાડી વેડીશ માં.

મારી રે વાડીમાં માનસરોવર

નાજે ધોજે પણ પાણીડા ડોળીશ માં.

મારી રે વાડીમાં ચંપો ને મારવો

ફોરમ્યું લેજે પણ કાળિયું તોડીશ માં.

દાસી જીવણ કે સંતો ભીમ કેરે ચરણે

સરખામણી જોડી રે તોડીશ માં.

 

જીવણ, મધ્યકાલીન કવિ. આ મધ્યકાલીન કે સમકાલીન એવું આપણે કહીએ છીએ એ તો ઐતિહાસીક સંદર્ભ પૂરતું જ. કવિનો ઇતિહાસ હોય શકે અને ઇતિહાસ એટલે ભૂતકાળ. સાચી કવિતાને ભૂતકાળ સાથે સંબંધ નથી હોતો, પણ અનંત ભવિષ્યકાળ સાથે હોય છે. જીવણના જીવન વિશે હું કશું જાણતો નથી. આમ પણ મધ્યકાલીન કવિઓ વિશે કશું જાણવા જઈએ છીએ તો સવિશેષ તો કિવદંતી કે દંતકથાઓ મળે છે. એમાએ પાછા ચમત્કારો ભળેલા હોય. આ ચમત્કારો વિશે એક પુસ્તક હતું. એનું શીર્ષક મને ગમી ગયું હતું. મિરેકલ્સ આર માય વીઝીટીંગ કાર્ડસ સંતો ચમત્કાર કરે છે, ત્યારે લોકોનું ધ્યાન ચમત્કારમાં હોય છે, પણ જેને નમસ્કાર કરવા જોઈએ એવા ઈશ્વરમાં નથી હોતું. ચમત્કારો લોકપ્રિયતા લાવે અને પ્રભુપ્રિયતાને અળગી અને આઘી ઠેલે.

 

આ પદ નાનકડું છે. લય અને લાઘવ સ્પર્શે એવા છે. માણસ જન્મે છે પછી ઝાડી અને ઝાંખરાને દૂર કરતાં વહાલ ઉપજે એવી એક વાડી વિકસાવે છે. પણ માણસ જ માણસનો શત્રુ થાય છે, ત્યારે એ વાડી વેડાઈ જાય છે. મનુષ્યનું મન એકઠી વધુ વાર ભમરા સાથે સરખાવું છે. આમ જોઈએ તો ભમરાનું ગજું વાડીને વેડવાનું નથી, પણ મન જ્યારે ભમરો થાય છે ત્યારે ભલભલી વાડીઓ વીંખાય, માળાઓ ચૂથાય. વાડી પણ મારી અને ભમરો પણ મારો. આમ, મારુ જ મન મને મારી નાખે. એક સીધીસાદી મારી વિનંતી છે ભમરાને કે વાડી વેડીશા માં. તું અહી રહે, ગમે એવું ગુંજન કાર. આ ગુંજનમાં પણ નામસ્મરણ હોય તો ઉત્તમ. મારી વાડીમાં માનસરોવર વચ્ચે એક કાનાનો ફેર છે. વાડીમાં જો કહાનો હોય તો મનસરોવર માનસરોવર થાય. કવિ ભમરાને કહે છે કે તું નહાજેધોજે, પણ એના પાણીને ડહોળતો નહી. સૌથી વધુ બીક આપણને આપણી જ લાગતી હોય છે. ક્યારે પાણી ડહોળાઈ જશે એ કેવાઈ નહી. હળવું ગુંજન ક્યારે ગાજશે એના ખ્યાલ કે ખબર નથી હોતા. કવિ કહે છે, આ ફૂલની ફોરમ લેજે, પણ એની કળીઓ તોડતો નહી. સંસારમાં રહીને અપરિગ્રહ કઈ રીતે રાખી શકાય, એવું કાવ્યાત્મક વ્યાકરણ છે, જીવનની કિતાબની શુદ્ધિ જાળવતું. ફૂલ કે કળીને તોડીએ છીએ ત્યારે એના માલીક થઈએ છીએ અને એવું ફૂલત્વ, ફોરમત્વ ગુમાવી બેસીએ છીએ. કોઈ પણ જીવંત વસ્તુને પઝેસ કરવી ઇનો અર્થ એટલો જ કે એને ચીજવસ્તુઓ બનાવી દેવી અને ચીજવસ્તુ બને પછી એમાં જીવ ન હોય એને જે નિર્જીવ હોય તે મડદૂ હોય. માણસે મડદાના માલિક થવામાં શું કામ રસ લેવો જોઈએ. જીવ અને શિવની સરખામણી જોડી છે. આ જોડીને તોડવાનો કોઈ અર્થ નથી; પણ ભમરીલૂ મન શિવને જ ભૂલે તો એ જોડી તૂટે અને આ જોડી અખંડ રહે એવી જ પ્રાર્થના છે :

 

જયંત પાઠકનું ગીત આ પદની પડખે મૂકીએ તો બંને એકમેકની સામસામું અજવાળું પાઠરે એમ છે :

 

 

મન ભમરા કે મત ભટકો.

એક વખત લાગ્યો ના છૂટશે ચંચલતાનો ચટકો.

રત રાતના ફૂલના મધુપ્રાશન,

દલ દલના કોમલતમ આસન;

આ જગબાગ વિશે આકર્ષક કાલી કલીનો લટકો

રૂપરંગની વિધવિધ રમણા

આ સુંદર, સુંદરની ભ્રમણા;

ભોગવી ભોગવી આખર રહેવો ખૂટી ગયાનો ખટકો.

સ્વૈર ભ્રમણ આવ છોડ અધીરા,

વિષયોની ઉન્માદક મદિરા.

એના ચરણકમલદલપ્રાંતે તવ ઉડ્ડાયનો અટકો.

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,194 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
નવેમ્બર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: