કબીર

કબીર

કૈસે દિન કટી હૈ જતન બતાએ જઈઓ

એહિ પાર ગંગા વોહી પાર જમુના

બિચવા મંયા હમકા છવાયે જઈઓ!

અંચરા ફારીકે કાગદ બનાઇન

આપની સુરતિયા હિયરે લિખાયે જઈઓ!

કહત કબીર સુનો ભાઈ સાધો

બહિયા પકરીયે રહિયા બતાએ જઈઓ!

 

ક્યાક એકલા નીકળી પાડવાનું હોય અને મીરા, કબીર અને ટાગોર સાથે હોય તો પછી કોઈ ચિંતા નથી. આ બધા અવિતાના કલ્પવૃક્ષો છે. ભીતરના સંતાપમાં શાતા આપે, માનવીય ક્રૂરતાની ઠંડીમાં હૂંફ આપે. અલબત્ત, કવિતા આપણે માત્ર એટલા માટે વાંચતાં નથી પણ જ્યારે તરસ લાગે છે ત્યારે આ ત્રણેની કવિતા જળનો અને અમૃતનોરસનો અનુભવ કરાવે છે. આપણને તરસ ન લાગી હોય તો આપણને તરસ જગાડે પણ છે.

 

કોઈક માણસ વારંવાર એમ કહ્યા કરે છે કે હું સુખી છુ તો એ શબ્દોમાં શ્રદ્ધા બેસતી નથી. કોઈક કવિએ કહ્યું તું સુખ તો સૂર્ય જેવુ છે. એ ચહેરા પર ઝગમગે છે. મીરા, કબીર કે ટાગોરની કવિતામાં સચ્ચાઈનો રણકો જુદો કરીને બતાવી શકાય નહી. એ તો સૂર્યની જેમ ઝળહળતો જ હોય છે.

 

કબીરનું પદ નાનકડું, પણ એ પદનો અનુભવ આખો અવતાર ચાલે એટલો. જીવ અને શિવનો સંબંધ પ્રિયતમ અને પ્રિયતમાં જેવો છે. બંને વિખૂટા પડી શકે નહી. એકમેક વિના રહી શકે નહી.

 

અહી વાતને વિપ્રલંબ શૃંગારની ભાષામાં વહેત્યી કરી છે. વિયોગ આવ્યો નથી પણ વિયોગ આવવાની તૈયારી થઈ ચૂકી છે. વિયોગ પણ એક યોગ છે, વિષિષ્ટ યોગ છે. સંયોગ વિના વિયોગ નથી અને વિયોગ વિના સંયોગ નથી. આપણે બધાજ સંયોગ અને વિયોગની પાતળી રેખા ઉપર ઊભા છીએ.

 

પહેલી જ પંક્તિમાં પ્રિયતમ વિનાની અસહાયતા અને નિરાધારપણાની વાત છે. પ્રિયતમને સીધું સંબોધન છે. તમે જાણો છો ટીપી ખરા પણ તમારા વિના દિવસ અને રાત, રાત અને દિવસ કેવી રીતે વીતશે? તમે જ  ઇનો ઉપાય બતાવતા જાઓ. કેલી પણ તમે જ કરો છો અને મુશ્કેલી પણ તમે જ કરો છો. ક્રીડા કરનારા તમે અને પીડા દેનારા તમે. આ પીડા અમારે કઈ રીતે વેઠવી ઇનો ઉપાય અને ઉપચાર તમે જ બતાવો. વેણીભાઇ એક પંક્તિ યાદ આવે છે:

 

તમારા વિનાના અને અમારા વિનાના.

એક બાજુ ગંગા અને એક બાજુ જમના છે અને ગંગા અને જમનાની વચ્ચે તમે જાઑ તો અમારે માટે એક મઢૂલી તૈયાર કરીને જાજો. તત્વજ્ઞાની ઑ આ ગંગાજમના અને આ વચ્ચે માર્ગને ઇંગલા, પિંગલા અને સુષુમણા માર્ગ તરીકે ઓળખે છે. મારી સેધી સમજ આવી છે કે એક બાજુ જાત છે. બીજી બાજુ જગત છે. આ બંને ને વચ્ચે તમે છો તો હું કાયમ તમારામાં લીન અને તલ્લીન રહું એવી મારી મનની મઢૂલી કરી આપો. તમારું જ તપ, તમારાજ જપ, તમારીજ આસક્તિ, તમારીજ ભક્તિ, તમારી જ સ્તુતિ, તમારોજ રંગ, તમારોજ રાગ, તમારી જ આગ, તમારુજ જળ, તમારુજ જ્ઞાન, તમારીજ સમાધી.

 

તમારીજ ચૂંદડી ઓઢી છે. તમે જાઓ તો જતાજાતા આ ચૂંદડીનો પાલવ ચીરી નાખો. ઇનો કાગળ બનાવો અને અને એ કાગળ પર તમારી મોહિની મૂરત – તમારી સૂરત આ હદયમાં આલેખતા જજો.

 

આ અંતિમ કથનમાં ઉત્કટતાની પરાકાષ્ઠા છે. જતાં પ્રિયતમને બાંય પકડીને રોકી તો શકાય નહી, પણ એ બાંય પકડવામાં છૂટા નથી પડવું એનો ભાવ છે. તમે જાઓ છો તો ખરા, પણ જતાજાતા મને રાહ બતાવતા જાઓ. આ રસ્તો તે ક્યો રસ્તો? હું તમારી સાથે ને સાથે કાયમ રહી શકું એવો કોઈ રસ્તો બતાવો. તમારું સતત સાન્નિધ્ય મળે, એનો કોઈ રસતો બતાવો.

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 427,549 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 277 other followers

તારીખીયું
નવેમ્બર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: