કબીર / પાની બિચ મીન પિયાસી

કબીર / પાની બિચ મીન પિયાસી

પાની બિચ મીન પિયાસી

મોહી સુન સુન આવત હાંસી.

આતમજ્ઞાન બીના સાબ સૂના,

ક્યાં મથુરા ક્યાં કાશી.

ઘર મે વસ્તુ ધરી નહી સૂઝે,

બાહર ખોજત જાસી.

મૃગ કી નાભી માંહી કસ્તૂરી

બનબત ખોજત જાસી.

કહૈ કબીર સુનો ભાઈ સાધો

સહજ મિલે અવિનાશી.

 

કબીરાનું આ પદ એની પ્રથમ પંક્તિને કારણે પ્રસિદ્ધ છે. લોકો આ પંક્તિનો ઉપયોગ અને દુરઉપયોગ પણ કરે છે. ઇનો અંદરનો મર્મ બહુ ઓછા લોકો સમજે છે. કવિને નવાઈ લાગે છે, અચરજ થાય છે, અચંબો થાય છે. અજ્ઞાન પર હસવું આવે છે. એમાં ઉપાલંભ છે, કટાક્ષ છે, દયા છે, કરુણા છે. આવું તે કેમ બની શકે કે પાણીમાં માછલી પ્યાસી રહે? એ પાણીનો વાક છે કે માછલીનો વાક છે? સાગરની વચ્ચે જે જીભ પ્યાસી રહે, કંઠ કોરો રહે તો જળનો વાંક ન હોય. આ સૃષ્ટિમાં રહીને, મૃગજળની માયા લગાડીને, જળને કોરે મૂકી મિથ્યા તત્વની ગલીમાં પડ્યા તો પથ્થર સાથે પ્રીત બાંધવા જેવુ કામ કર્યું કહેવાય. એને એટલે જ આવું સાંભળીને હસવું આવે છે.

 

બધુજ હોય પણ ભીતર જ્ઞાન ન હોય તો બહારનો ઠાઠમાઠ નકામો છે. મથુરા અને કાશી જવાની ઈશ્વ ન મળે. ઈશ્વરનું સરનામું આપની બહાર નથી. કદાચ આપણે પોતેજ ઈશ્વરનું સરનામું છીએ. મુખ્ય વાત એ છે આપણે આપણને કાગળ લખતા નથી અને લખીએ છીએ તો સરનામા ખોટા કરીએ છીએ. આપણાં જ ઘરમાં આપણાં જ  શરીરમાં જ છે તો પણ આપણે બહાર વલખાં મારીએ છીએ. પછીની વાત જાણીતી છે. પણ કબીરે પહેલી વાર કહી ત્યારે કેટલી બધી તાજી હતી! આપણી સ્થીતી કસ્તુરીમૃગ જેવી છે. કસ્તુરીની સુવાસથી આપણે મત્ત – ઉન્નમત થઈએ છીએ પણ આપણે સુવાસવ્યાકુળ બની સુવાસને બહાર શોધીએ છીએ પણ કસ્તુરી તો આપની નાભીમાં છે. બધુ જ વિનાશમય છે. આ વિનાશથી વચ્ચે કેવળ સહજ સાધનાથી આપણને અવિનાશી મળી શકે. જેની સ્થાપના આપણી ભીતર છે. પણ કરુણાતા એ કે છે આપણે ભીતર ઉઠાપ્યું છે અને એટલે જ હસવા જેવી વાત છે કે પાણીમાં હોવા છતાંય માછલી પ્યાસી છે.

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 427,534 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 277 other followers

તારીખીયું
નવેમ્બર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: