ઇન્દુલાલ ગાંધી (ભજન)

 

પડદાની આરપાર

પ્રભુજીને પડદામાં રાખ માં

પૂજારી, તારા-

આતમને ઓઝલમાં નાખ માં,

વાયુ વીંઝાય ને દીવડો હોલાશે એની

ભીતી વંટોળિયાની ભાખ માં,

આડે ઊભો તારો દેહ અડીખમ,

બાપુ, ભળી જાશે ખાખમાં.

પૂજારી, તારા-

આતમને ઓઝલમાં નાખ માં,

ઊડી ઉડીને આવ્યા પંખી હેમાળેથી,

થાક ભરેલો એની પાંખમાં:

સાત સમુંદર પાર કર્યા એનું

નથી રે ગુમાન એની આંખમાં.

પૂજારી, તારા-

આતમને ઓઝલમાં નાખ માં,

આખના રતન તારા છોને હોલાય,

છોને હીરા લૂટાય તારા લાખના;

હૈયાનો હીરો તારો નહી લૂંટાય કોથી,

ખોટા હીરાને ખેંચી રાખ માં.

પૂજારી, તારા-

આતમને ઓઝલમાં નાખ માં,

 

પુ.લ.દેશપાંડે એક એકાંકી લખ્યું હતું. ઇનો અનુવાદ તારક મહેતાએ કર્યો. નામ રાખ્યું : ને રણછોડે રણ છોડયું’. વિષય કાઈક આવો હતો. મંદિરમાં રહીને ઈશ્વર થાકી ગયા છે. ભાવના ભૂખ્યા ઈશ્વર માટે ભક્તો ફૂલ-ફળ લાવે છે. અન્નકૂટ ધરાય છે. પણ એમને તો કશું પહોચતું જ નથી. ભક્તોની શ્રદ્ધા પણ ભગવાન કરતાં જાણે કે પૂજારીમાં વિશેષ છે એ બધુઈ પૂજારીને ધરવામાં આવે છે. આને આ બધુ ઈશ્વરના નામે, ધર્મને નામે થાય છે. ઈશ્વરને એમ થાય કે આ મંદિર નથી કેદખાનું છે. એક દિવસ ઈશ્વર પ્રગટ થાય છે અને કહે છે કે મારે આ મદિર છોડીને ચાલી જવું છે. આ ક્ષણે મદિરમાં વકીલ પણ હાજર હોય છે. એ કહે છે કે તમે ગીતા પર હાથ રાખીને પુરવાર કરો કે તમે ઈશ્વર છો. એક બજારુ સ્ત્રી કહે છે કે તમે મારી પિત્તળની બરણીને સોનાની કરી આપો તો માનું કે તમે ઈશ્વર છો. ઈશ્વરની આપણે આવી પરિસ્થિતી કરી મૂકી છે.

 

ઈશ્વરના દરવાજા તો સહુને માટે ખુલ્લા રહેવા જોઈએ. અમુક સમયે જ દર્શન થાય અને પછી દર્શન બંધ થઈ જાય એમાં તો ધક્કામુક્કીને કારણે ઈશ્વરની અલપઝલપ ઝાંખી થાય તો થાય.

 

ઇન્દુલાલ ગાંધીએ ગીતાનો પ્રકાર સહજ. એમનું એક પ્રસિદ્ધ ગીત આંધળી માનો કાગળ એક જમાનામાં ખૂબ પ્રચલીત હતું. આ ગીત પ્રજાના કઠે વસેલુ. કેટલાયે લોકો એવા હશે કે જેને આ ગીત ખબર હોય પણ કવિતાના નામથી અજાણ હોય. ઉપાડની પંક્તિજ અન્ય છે. ગીતમાં ઉપાડની પંક્તિનું ઘણું મહત્વ છે. રમેશ પારેખની એક કવિતામાં આવે છે એમ આવી પંક્તિ જનોઈવઢ ઘા કરનારી હોય છે. પ્રભૂજીને પડદામાં રાખવાનો શો અર્થ? પણ અહી કેવળ મંદિરના સ્થૂળ પડદાની વાત નથી. બીજી પંક્તિ કહે છે આતમને ઓઝલમાં રાખ માં આપણું શરીર એક પડદો જ છે. શરીરની પાછળ આપણો આત્મા છુપાયેલો છે. જીવનમાં આપણે જેટલા પ્રેમથી નથી જીવતા એટલા ભયથી જીવીએ છીએ. મોટા ભાગના ભય આપણે જાતજાતની ચિત્રવિચિત્ર વિષમ કલ્પનાઓ કરીએ છીએ અને અંદર ને અંદર અસ્વસ્થ થઈએ છીએ.

 

શરીરને શરીરનો ભય હોય છે. શરીરનો ભય પીડાતો હોય છે. મનનો ભય યાતનાનો હોય છે. આ પીડાને યાતના માણસને બેચેન કરે છે. એક ભય છે કે વંટોળીયો આવે તો દીવો હોલવાઈ જશે. અડીખમાં દેહની પાછળ  રહેલો આત્મા એમ કેમ ઓલવાઈ જાય! અને માની લો કે દેહ પડ્યો તોપણ આત્માને તો કશું થતું જ નથી. નૈનમ છીંદંતી શસ્ત્રાળી નૈનમ દહતી પાવક: આત્માને શાસ્ત્રો વીંધી શકતા નથી. અગ્નિ પ્રજાળી શકતો નથી એ જાણીતું ભગવદગીતાનું વચન છે. આત્મા નીકળી જાય છે પછી શરીરા જ રહે છે. શિવ નીકળી જાય પછી શવ-શબ છે. જે બળે તે દેહ બળે છે આત્મા તો પંખી જોવો છે. એની પાંખમાં અંતે થાક હોય તોપણ એ સાત સમંદરે પાર કરીને ક્યાય પણ જતો હશે તોપણ એનામાં ગુમાન નથી. ઇન્દુલાલ ગાંધીના ગીતોમાં ક્યારેકક્યારેક અર્થનું અજવાળું ઓછું હોય પણ ધુમ્મસના વાલયો ઝાંઝા હોય એટલે દરેક શબ્દનો અર્થ બેસાડી ન શકાય કે અમુક અર્થથી ઝાઝું અર્થઘટન કરી ન શકાય.

 

શરીરનો મહીમાં ઓછો નથી. આત્મા પણ શરીરમાં રહેવું પડે છે. શરીરની વૃદ્ધાવસ્થા હોય છે. આત્માની વૃદ્ધાવસ્થા નથી હોતી. શરીરને કરચલીઓ પડે છે. આત્મા ને નહી. આંખને મોતિયો આવે છે. પણ આત્મદર્શન કદીયે ઝાંખું થતું નથી. આપણે શરીરને વળગીએ છીએ અને આત્માને ઓળખાતા પણ નથી. શરીર અંતે ખોટો હીરો પુરવાર થાય છે. આપણે જેને કોહિનૂર માનતા હતા એનું નૂર કોહી જાય છે. હૈયાનો હીરો કોઈ લૂટી ન શકે. જે થાય છે એ શરીરને થાય છે. આત્મા તો હંસાલાની જેમ શરીરના જૂના દેવાળને છોડીને ક્યાક જતો રહે છે.

 

     

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,834 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
નવેમ્બર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: