પુષ્ટિમાર્ગના અષ્ટસખાના ત્યાગ અને ભક્તિની અનોખી કથા

જન્મભૂમિપ્રવાસી(03/11/2019)

પુષ્ટિમાર્ગના અષ્ટસખાના ત્યાગ અને ભક્તિની અનોખી કથા

પુષ્ટિમાર્ગના મહાપ્રભુજી આઠ સખાઓ સુપ્રસિદ્ધ છે. તેઓના જીવનમાં ઝાંખી કરીને આપણને ઘણું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અષ્ટસખાની વાત કરતા પહેલા સૂરદાસજી અને બાદશાહ અકબરના મિલનની વાત કરી લઈએ. એક વખત સૂરદાસજી બાદશાહ અકબરને મળ્યા. એ વખતે એમણે બાદશાહનું નઇ પરંતુ શ્રીક્રુષ્ણના યશનું ગાન કર્યું. અનાથી બાદસાહ ખૂબ ખુશ થયા. પ્રસન્નથઈને એમણે સૂરદાસજીને વિનંતી કરી કે આપને જે જોઈએ તે બધુ મળી રહેશે. બસ આપ ઇચ્છા જણાવો. ત્યારે સૂરદાસજીએ કહ્યું કે આપના રાજયમાં ઠાકુરજી અને વૈષ્ણવોને કોઈ પણ પ્રકારની કનડગત ન થવી જોઈએ. બાદશાહે વચન આપ્યું કે વૈષ્ણવો અને તેઓના ઠાકુરજી પ્રત્યે કોઈ ઉપદ્રવ થશે નહી.

પરમાનંદદાસ મહાપ્રભુજીના ખાસ સખા હતા. એક વખત એમને ત્યાં વૈષ્ણવોનું સમેલન યોજાયું હતું. એ વખતે એમની પાસે ઠાકુરજીને ન્યોછાવર કરવા માટે કશુજ ન હતું. એમણે એવખતે એક સુંદર પદની રચના કરી અને પ્રભુ તો ભાવ અને ભાવનાનાં ભૂખ્યા આવી હતી પ્રેમલક્ષણા ભક્તિ.

કુંભનદાસજી ખેતીવાડી કરી પોતાના કુંટુંબોનું નિર્વાહ કરતાં હતા. કોઇની પાસેથી કશું જ લેતા નહી. સાવ અકિંચન હતા. સીકરીના શાહે એમની પ્રશંસા સાંભળીને એમને મળવા આવવાની વિનંતી કરી. રથ લઈને સિપાઈઓ અને મહાજન એમને લેવા ગયા. કુંભનદાસજીએ કહ્યું કે આપ અમારી સાથે નહી પધારો તો રાજા અમારા પર નારાજ થઈ જાશે માટે કૃપા કરી આપ પધારો.

આ સાંભળીને કુંભનદાસજી તૈયાર થયા પણ કહ્યું કે મારે હાથી-ઘોડા કે પાલખીની જરૂર નથી, તેઓ ચાલતા ચાલતા સીકરી પહોચ્યા. રાજાએ એમનું ભાવિ સ્વાગત કર્યું. રાજાને હતું કે મારો આ વૈભવ જોઈને કુંભનદાસજી મારી પ્રશંસા કરશે પણ કુંભનદાસજીએ દરબારમાં આ પ્રમાણે પડનું ગાન કર્યું.

ભક્ત કો કહા કામ.

આવત જાત પંહૈયા તૂટી બિસરી ગયો હરિનામ

જાકો સુખ દેખે દૂ:ખ લાગત, તાકો કારનો પડ્યો પ્રણામ,

કુંભનદાસ લાલ ગિરિધર બીનું યહ સબ ઝૂઠો ધામ.

આ સાંભળીને રાજા બહુજ પ્રશન્ન થયા. બહુમાન કરીને અનેક ભેટસોગાદો આપી જે કુંભનદાસજીએ બધાને વહેંચી દીધી.

એક વખત રાજા માનસિંહ દિગ્વિજય કરીને ગિરિરાજમાં આવ્યા, અને કુંભનદાસજીને મળવા ગયા. કુંભનદાસજી તો અકિંચન હતા. કોઇની પાસેથી કશું માંગે નહી. સેવાપૂજા ચાલતી હતી. તિલક કરવા માટે કચ તો હતો નહી એટલે પાણીમાં જોઈને તિલક કર્યું. રાજાએ સોનાની આરસી મોકલાવી. કુંભનદાસજીએ કહ્યું કે ‘મોકૂ યહ ન ચાહીએ’. વિદાય વખતે રાજાએ સુવર્ણમુદ્રા ધરી. કુંભનદાસજીએ ધન્યવાદ કરીને રાજાને કહ્યું કે મને સુવર્ણમહોરની જરૂર નથી. ‘મેરે ખેતી સે ધાન આવે હે વાએ મેરો કર્ય ચાલે હે’. ત્યારે રાજાએ કહ્યું કે મારા લાયક કાઇ કામ તો કહો. કુંભનદાસજી એ કહ્યું કે ભગવત કૃપાથી એવો સમય ન આવે કે હું કઈક માંગુ.

વૈષ્ણવધર્મમાં ત્યાગનું બહું જ મહત્વ છે. કોઇની પોયયાસે યાચના ન કરવી અને પ્રભુપારાયણ જીવન જીવવું એ મહાપ્રભુજીનો આદેશ અષ્ટસખાઓએ જીવનમાં ઉતાર્યો. છીતસ્વામી પણ આવાજ અકિંચન હતા. સ્થિતિ ગરીબ પણ ભક્તિ ઉત્તમ. કોઈ કઈ દેવા આવેતો કહેતા મે આ ધન કે સોના માટે વૈષ્ણવ ધર્મનો સ્વીકાર નથી કર્યો. મારો નંદલાલ મારા નયનમાં સદા વાસ અકરે છે એટલે મને કોઈ મોહ નથી.

પદ્મનાભદાસજી ભાગવતની પારાયણ કરીને જીવનનિર્વાહ કરતાં હતા. એ વખતે આચાર્યશ્રીએ આજ્ઞા કરી કે શ્રીમદ્ ભાગવત પારાયણ કરીને જીવનનિર્વાહ કરવો યોગ્ય નથી. ત્યારથી એ જંગલ માથી લાકડા કાપીને લાવતા અને વેચતા અને જીવનનિર્વાહ કરતાં. ગરીબની સ્થિતિ હતી એટલે ભોગમાં ભગવાનને ચણાનો ભોગ ધરતા અને ભગવાન પ્રશન્ન થઈ ભોગ આરોગતા. પ્રેમમય ભગવાન ફક્ત ભાવથી ધારેલ ભોગ આરોગે છે.

પદ્મરાવલ વિધવાન હતા પણ ગરીબ હતા. ભોગમાં સૂકી રોટલી ધરતા હતા. પણ ભગવાન હોશે હોશે ભોગ સ્વીકારતા હતા. આ રીતે અનેક વૈષ્ણવ ત્યાગમૂર્તિ થઈ ગઈ હતી.

ઠાકુરજીના મસ્તક પર મોરના પીછાનો મુગુટ હોય છે. આનું કારણ બતાવતી શ્રી ગોસાઈજીએ જે કહ્યું તે ધ્યાનમાં રાખવા જેવુ છે. એમણે કહ્યું એ મોર વિષયવાસણાથી દૂર છે. એ વાસનારહીત છે. મોરની આંખમાથી જે આંસુઓ નીકળે છે એ અશ્રુ પીને મયૂરી ગર્ભધારણ કરે છે. મયૂર મયૂરીના કામને નેત્રો થી તૃપ્ત કરે છે. આવી જ રેટે પ્રભુ પણ ભક્તોના કામને દર્શન આપીની શાંત કરે છે. ફૂલની માળા દોરામાં ફૂલ પરોવીને બનાવાય છે જે પ્રભુના વક્ષ:સ્થળ પર પહેરાવાય છે. ભક્તોના હદયની સ્નેમયી માળા પ્રભુના વક્ષ:સ્થળ સુધી પહોચે છે. વ્રજભક્તોના મન પણ આવી જ રીતે પ્રભુમાં પરોવાયેલા રહે છે.

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “પુષ્ટિમાર્ગના અષ્ટસખાના ત્યાગ અને ભક્તિની અનોખી કથા
  1. k કહે છે:

    satvik vanchan thi man prasann thai gayu, dhanyawad

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,194 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
નવેમ્બર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: