ઓહહો, વાલીડા! મનહર ત્રિવેદી

જન્મભૂમિ પ્રવાસી 3 નવેમ્બર, 2019

ઓહહો, વાલીડા!     કવિ: મનોહર ત્રિવેદી

ખેતરના સૌ કામ આટોપી

ઘરઢાળા અમે નીકળ્યા સાંજે સીમાની માયા સીમાને સોંપી

ભોયામાં વેર્યા બીજ

ને ધરુવાડિયું ખોળે મો, વાલીડા

ચૂટી ચૂટી રોપ ધાર્યા

તો ક્યારીઓ કે’ : ઓહહો, વાલીડા

નીકળી ડાબે રીંગણી-લસણ : જમણી બાજુ મરચી ચોપી

રાત બોલી ત્યાં વાડમાથી :

અંધારું રખોપું કરશે, ભાઈ

ટાઢ ભૂલીને શેઢે ચોગમ

પગ બે એના ફરશે, ભાઈ

રાખીએ મીઠી મીટ : ભલે ને ડાંડ જતાં મરજાદને લોપી

ઘરઢાળા અમે નીકળ્યા સાંજે સીમની માયા સીમને સોંપી

-મનોહર ત્રિવેદી

 

આ ગોપકાવ્ય છે.

ગીતની શરૂઆત અર્ધપંક્તિથી થાય છે. ‘ખેતરના સૌ કામ આટોપી.’ દિવસ આખો શરીરશ્રમ કર્યો હોય, તો સાંજપડ્યે ટૂંકો ઉદગાર જ નીકળવાનો કે ‘હાશ, પરવાર્યા…’

ઘર ગામમાં હોય ને ખેતર સીમમાં હોય. સાંજે ખેડૂતો ઘર ભાણી ચાલતા થાય. ચાલવાનું હોય લાંબે સુધી, માટે બીજી પંક્તિ પહેલી પંક્તિ કરતાં વધારે લાંબી છે. ખેડૂટની સંપતિ એનું ખેતર, એની માયા તો હોય જ ને! પણ એની સાચવણી કરવા રોજરોજ ઉજાગરા ન કરાય, કુદરત ઉપર ભરોસો રાખવો પડે, માટે કહે છે, સીમની માયા સીમાને સોંપી.

ડાંગર જેવો છોડ પેલા રોપાય તેને ધરું કહેવાય. તે થોડો મોટો થાય પછી ધરું ને ધરુવાડીયા માથી મૂળસોતો ઉખેડીને મધ્યમ કાળી નીચાણવાડી જમીનમાં ફરી રોપવાનો હોય. કાવ્યનાયકને ખેતરની એટલી માયા છે કે તે ખેતીના કામકાજનું વર્ણન ઉમંગેથી કરે છે. કાવ્યનાયક આનંદમાં છે, માટે આખું ખેતર તેને મલકતું દેખાય છે. આ ગીત જેને સંભળાવાય છે તે વ્યક્તિ પણ આનંદથી ‘વાડીલો’ કહેવાય છે. પાણી જેમાથી વહી નીકળે તે ‘નીક’. ઊગી નીકળેલા છોડને બીજી જગ્યાએ રોપવો એટલે ‘ચોપવું’. ડાંગર, રીંગણી, લસણ અને મરચીથી શોભતું ખેતર ભાવકની આંખ સામે કળા કરરે છે.

કાવ્યનાયક ગીતના પહેલા અંતરામાં ખેતરની માયા બંધાય પછી બીજા અંતરામાં માયાથી મુક્ત થતો દેખાય છે. તે રાતને સમયે ખેતરની ચોકી કરવા રોકાતો નથી. રાત પોતેજ આશ્વાસન આપે છે. ‘અંધાર રખોપું કરશે, ભાઈ.’ શેઢો એટલે ખેતરની હદ ફરતેની પાળી. અંધારના પગ રખેવાળની જેમ છોહમ ફરતા હોય એ કેવી નવતર કલ્પના! કવિ અંધારને ચોર નહી પણ ચોકીદાર સાથે સરખાવે છે.

ડાંડ એટલે બાહુબલી કે  લોંઠકા માણસ. વાડામાં છીંડું પાડીને એવા માણસો મર્યાદાને લોપે તોય કાવ્યનાયક સૌ પ્રત્યે સમદ્રષ્ટિથી જુએ છે.

આ ગીત ‘ખેડવું કેમ’ વિષે નથી, પણ ‘જીવવું કેમ’ વિષે છે, કુદરતના ન્યાયમાં વિશ્વાસ વિશે છે.

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “ઓહહો, વાલીડા! મનહર ત્રિવેદી
  1. udayan thakker કહે છે:

    આ આસ્વાદ-લેખ મેં લખ્યો છે. નામોલ્લેખ પણ ન કર્યો?
    -ઉદયન ઠક્કર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 535,830 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
નવેમ્બર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: