શ્રીમદ્‌ લોકભાગવત–માહાત્મ્ય

શ્રીમદ્‌ લોકભાગવત

નાનાભાઇ ભટ્ટ

ॐ नमो भगवते वासुदेवाय |

श्रीगणेशाय नम: | श्रीसरस्वत्ये नम: | श्रीगुरुभ्यो नम: |

શ્રીમદ્‌ ભાગવતમાહાત્મ્ય

એક વાર શોનકમુનિએ નૈમિષારણ્યમા મહા બુદ્ધિશાળી સૂત પુરાણીને પ્રણામ કરીને પુછ્યું : “હે મહારાજ ! લોકોના મનમા અંધારાનો નાશ કરનારા સૂત પુરાણી ! આપ વાર્તાઓ કહેવામાં કુશળ છોતો મારા કાનને આંનદ આપે એવી જીવનની સારભૂત કથા મને કહો. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, એ ત્રણનો યોગ થવાથી માણસના મનમા સારાસારનો વિવેક કેવી રીતે ઉભો થાય છે તે આપ મને સમજાવો. આ ભયંકર કળીયુગમાં અનેક ઉપાધિથી વીંટાયેલો જીવ કેવી રીતે ઉપાધિઓથી છૂટો થઇ શકે તે આપ મને સમજાવો.”

સૂત પુરાણી કહે છે : હો શૌનક ! તમે જે પ્રશ્ન પૂછો છો તે પ્રશ્ન જીવનના મોક્ષનો પ્રશ્ન છે. મોક્ષનુ સારામા સારુ સાધન ક્યુ છે તે તમે જાણવા માંગો છો, તો સાંભળો. આ કળીયુગને માટે સંસારના ઝેરને ઉતારનારું સારામા સારુ અને પવિત્રમાં પવિત્ર એવું શ્રીમદ્‌ ભાગવત નામનુ શાસ્ત્ર શુકદેવજીએ કહ્યું છે. જ્યારે શુકદેવજી પરીક્ષિત મહારાજને આ શાસ્ત્ર સંભળાવવા માટે સભામાં બિરાજતા હતા ત્યારે દેવતાઓ પણ અમૃત લઈને તે સભામાં આવ્યા અને શુકદેવજીને કહેવા લાગ્યા : ‘હે મુનિ! અમારું આ અમૃત લઈને તેના બદલામા આપ અમને ભગવાનની કથારૂપી અમૃત પાઓ, એટલે અમે સાચા અર્થમા અમર થઈએ.’ દેવતાઓની આવી વિનંતી સાંભળીને શુકદેવજી હસવા લાગ્યા અને બોલ્યા : ‘ક્યાં દેવતાઓનું સાધારણ અમૃત અને ક્યાં સંસારના ત્રણેય તાપને ટાળનારું આ ભાગવતરૂપી અમૃત ? આ બંનેની સરખામણી કોઈ દિવસ થઇ શકે જ નહિ.’

એ જ પ્રમાણે એક વાર બ્રહ્માએ સત્યલોકમાં ત્રાજવા બાંધીને મોક્ષ મેળવવાના તમામ સાધનોને તોળી જોયા હતા અને પરિણામે શ્રીમદ્‌ ભાગવત એ જ સૌથી મોટું સાધન જણાયુ હતું.

આ શ્રીમદ્‌ ભાગવત સનકાદીક મુનિઓએ પૂર્વ નારદજીને પણ સંભળાવ્યું હતું.

એક દિવસે સનકાદીક ચારે મુનિઓ સત્સંગ કરવા માટે બદરિકાશ્રમમા આવ્યા. ત્યાં તેમણે નારદજીને જોયા. સનકાદિક કુમારોએ નારદને જોઇને પુછ્યું : ‘હે નારદજી! તમારુ મોઢું કેમ ઊતરી ગયું છે ? તમારા મોઢા ઉપર ચિંતા કેમ દેખાય છે ? તમે ક્યાથી આવો છો અને આમ ક્યા ઉતાવળા ક્યા જાઓ છો, છતા તમને આવી ચિંતા શાથી થઇ છે ?’

કુમારોની આવી વાણી સાંભળીને નારદજી બોલ્યા : ‘હે મુનિઓ ! આ બ્રહ્માડમાં સત્યલોક જેવા લોકો તો અનેક છે પરંતુ મોક્ષ મેળવવાનુ ઉતમ સ્થાન તો એક માત્ર મૃત્યુલોક અર્થાત પૃથ્વી જ છે, માટે હું પૃથ્વી ઉપર યાત્રા કરવા ગયો હતો. ત્યાં પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી, હરદ્વાર, કુરુક્ષેત્ર, શ્રીરંગ અને સેતુબંધ ઇત્યાદી તીર્થોમાં મનની પ્રસન્નતા સાધવા માટે બહુ બહુ ફર્યા પરંતુ કોઈ જગ્યાએ મનને સંતોષ આપે એવી સ્થિતિ મે જોઈ નહી. હમણાંમાં અધર્મના મિત્ર કળીયુગે આખી પૃથ્વીને ઘેરી લીધી છે અને દુ:ખી કરી નાખી છે. સત્ય, તપ, પવિત્રતા, દયા અને દાન પ્રુથ્વી પર શોધ્યા જડતા નથી. જીવો પેટભરા, ખોટાબોલા, આળસુ અને મંદબુદ્ધિવાળા થઈ ગયા છે. સાધુસંતો પાખંડમા પરોવાયા છે, ત્યાગીઓ ઘર માંડી ને બેથા છે, પ્રત્યેક ઘરમા સ્ત્રીઓ યોગ્યતા વીના ધણીથઈ પડી છે, પુરુષો કામાશક્તિના માર્યા પોતાના સાળાઓને જ એકલા સગા તરીકી દેખે છે. વ્યવહારમા લોકો પોતાની કન્યાઓને વેચવા લાગ્યા છે, અને લગ્નસંબંધથી એકઠા થયેલા સ્ત્રીપુરુષો પરસ્પર પ્રેમ રાખવાને બદલે લડવા માડ્યાં છે, આશ્રમો, તીર્થો, અને નદીઓમા યવનો ફરી વળ્યા છે અને દેવાલયો દેવના સ્થાનો રહ્યા નથી પણ પાખંડના સ્થાન બની ગયા છે. અત્યારે પ્રુથ્વી ઉપર કોઈ પણ યોગી, સિદ્ધ, જ્ઞાની કે સાચો કર્મમાર્ગી દેખાતો નથી. આ કળીયુગના પ્રભાવને લઈને લોકો બધા વૈશ્યવ્રુત્તિના થઈ ગયા છે. ગામે ગામ ન વેચવા યોગ્ય પદાર્થો વેચવા લાગ્યા છે; લોકો રાંધેલુ અનાજ દુકાનો માંડીને વેચે છે; બ્રાહ્મણો પોતાના ધર્મથી ભ્રષ્ટ થઈને વેદને વેચે છે અને સ્ત્રીઓ ધન લઈને પોતાના શરીરને વેચવા લાગી છે. કળીયુગના આવા પ્રભાવને જોતો જોતો હુ યમુના નદીના કાંઠા ઉપર ગયો ત્યા મે આશ્ચર્ય જોયુ. એક યુવાન સ્ત્રી ત્યા બેઠી હતી અને તેની પાસે બે ઘરડા પુરુષો બેભાન અવસ્થામા પડ્યા હતા. પેલી સ્ત્રી આ બન્ને પુરુષોની સેવા કરતી હતી, તેમને અવારનવાર જગાડ્યા કરતી હતી, પોતે રડતી હતી અને કોઈ મદદ કરનાર મળે એવા આશયથી દશે દિશાઓમા જોયા કરતી હતી. આ સ્ત્રીને દિલાસો આપતી બીજી સેંકડો સ્ત્રીઓ એને પવન નાખતી ઉભી હતી. હુ આ સ્ત્રીની પાસે ગયો એટલે તે યુવાન સ્ત્રી બેબાકળી ઉભી થઈ અને મને કહેવા લાગી : ‘હે મહારાજ ! આપ ઘડી ભર ઉભા રહો અને મારુ દુ:ખ મટાડો. જે ભાગ્યશાળી હોય તેનેજ આપના દર્શન થાય છે. આપના બે મીઠા બોલથી પણ મારુ હદય તૃપ્ત થશે.’

મે પૂછ્યું : ‘હે સ્ત્રી ! તુ કોણ છે? આ બે ઘરડા પુરુષ કોણ છે? અને તારી આસપાસ ઉભેલી આ સેંકડો સ્ત્રી કોણ છે? તાર દુ:ખનુ શુ કારણ છે તે મને જણાવ.’

પેલી તરુણ સ્ત્રીએ મને કહ્યુ : ‘મારુ નામ ભક્તિ. આ બે પુરુષો તે જ્ઞાન અને વૈરાગ્ય નામના માર બે દીકરા છે. કાળના બળથી તેઓ આજે ઘરડા જેવા થઈ ગ્યા છે. આ મારી આસપાસ જે સ્ત્રી દેખાય છે તે ગંગાદિ નદીઓ મને સુખ આપવા મટે મહેનત કરે છે તો પણ મને સુખ મળતુ નથી. હે મહારાજ ! મારી વાત તો લાંબી છે તો પણ આપ તે સાંભળો. હુ દ્રવીડ દેશમા ઉત્પન્ન થયેલી છુ, કર્ણાટકમા અને મહારાષ્ટ્રમા કોઈ કોઈ સ્થળે મોટી થઈ છુ, પણ ગુજરાતમા જીર્ણ થઈ ગઈ છુ. ગુજરાત મા પાખંડી લોકોએ મારા અંગોને ભાંગી નાખ્યા તેથી મારા પુત્રોની સાથે હુ ઘણા દહાડાથી દુ:ખી છુ. આ વ્રુંદાવનમા જોકે હુ તાજી થઈ છુ તો પણ મારા બે પુત્રો અહી બેભાન અવસ્થામા સુતા છે. તેથી મારે આ સ્થાન છોડવુ પડસે. હુ યુવાન થઈ છુ તેમ છતા મારા પુત્રો કેમ ઘરડા જ રહ્યા હશે?

તરુણ સ્ત્રીના આવા વાક્યો સાંભળીને મે જવાબ આપ્યો. ‘હે મારી દિવ્ય દ્રષ્ટી થી તારી બધી વાત સમજી શકુ છુ, તરી ખેદ કરવો નહી. પ્રભુ તારુ કલ્યાણ કરશે હુ તને કહુ છુ તે સાંભળ. અત્યારે ભયંકર કળીયુગ પ્રવર્તે છે. આ કળીયુગ સદાચાર, યોગમાર્ગનો અને તપશ્ચર્યાનો નાશ કર્યો છે. લોકો અસુરોના જેવા થઈ ગયા છે. હમણા કોઈ લોકો તારી જેમજ તારા પુત્રો ની દરકાળ કરતુ નથી. વિષયોથી આંધળા થયેલા લોકોએ તારી દરકાળ ન કરી એટલે તુ ખખળી ગઈ હતી, પણ પાછી વ્રુંદાવનમા આવી એટલે તાજી થઈ છો; પણ તારા દીકરાઓને કોઈ ભાવ પૂછતુ નથી તેથી તે ઘરડા મટતા નથી.’

ભક્તિ બોલી : ’હે મહારાજ ! આવા દુષ્ટ કળીયુગને પરીક્ષીત રાજાએ પ્રુથ્વીમા શા માટે રહેવા દીધો ? આ કળીયુગના આવ્યા પછી ધર્મ ક્યા ચાલ્યો ગયો ? પ્રાણી માત્ર ઉપર દયા કરનારા એવા ભગવાન આવા હડહડતા આવા અધર્મ ને શામાટે જોયા કરતા હશે?

ભક્તિના આવ વચનો સાંભળીને મે કહ્યું : ‘જે દિવસથી શ્રીક્રુષ્ણ ભગવાન પ્રુથ્વીનો ત્યાગ કરીને સ્વધામ પધાર્યા છે તે દિવસથી કળીયુગ પ્રુથ્વી ઉપર આવ્યો છે. એક વખત પ્રિક્ષીત મહારજ દિગ્વિજય કરતા કરતા પ્રુથ્વી પર ફરતા હતા ત્યા તેમણે કળીયુગ જોયો. પરિક્ષીત મહારાજ ને જોઈને કળિયુગ રાંગ જેવો બની ગયો, એટલે પરિક્ષીત મહારજના મનમા થયુ કે આ કળીયુગનો ગુણ જોતા તેને મારવો ઠીક નથી. એનો સૌથી મોટો ગુણ તો એ છે કે બીજા યુગોમા જે ફળ તપથી યોગથી પણ મળવુ કઠણ છે તે ફળ કળીયુગમા ભગવાનની ભક્તિમાત્ર કરવાથી સહેજે મળે છે. કળિયુગનો આ એક ગુણ જોઈ ને પરિક્ષિત રાજાએ તેને પ્રુથ્વી ઉપર રહેવા દીધો છે. હમણા બ્રાહ્મણો દ્રવ્યના લોભથી ભગવાનની કથા કરે છે તેથી બીજી વસ્તુઓ તો શુ, પણ ભગવાનની કથા માથી કથાનો ક્ષાર પણ જતો રહ્યો છે. કામી, ક્રોધી અને લોભી લોકો તપશ્ચર્યા કરવા લાગ્યા છે એટલે તપશ્ચર્યા માથી પણ ક્ષાર વયો ગયો છે. લોકો પશુઓની માફક સ્ત્રીઓની સાથે ક્રીડા કરવામા મશગૂલ બન્યા છે. સાચુ વૈષ્વપણુ કોઇ જ્ગ્યા એ રહ્યુ નથી. આ બધા યુગ બળને સમજીને તેને મૂંગે મોએ સહન કરે છે.

ભક્તિ બોલી : ‘હે સાધુ પુરુષ ! મારા અહોભગ્ય કે મને આપનો સમાગમ થયો. આપનુ એક વચનમાત્ર સાંભળી ને પ્રહલાદે જગતની માયા ત્યજી હતી. હે બ્રહ્માના પુત્ર! હુ આપને પ્રણામ કરુ છુ.’

‘હે ભક્તિ ! તુ ખેદ કર નહી. શ્રીક્રુષ્ણ ભગવાનના ચરણારવિંદુનુ ધ્યાન  કરવાથી તરુ દુ:ખ દૂર થશે. જે ભગવાને અનેક દુ:ખો માથી દ્રોપદીની રક્ષા કરી હતી, અને જે ભગવાને અનેક દુ:ખોપ માથી ગોપીઓનુ રક્ષણ  કર્યુ હતુ તે ભગવાન હજી આજે પણ પ્રુથ્વી ઉપર વિધ્વાન છે. ક્યાય ગયા નથી. હે ભક્તિ ! તુ સૌના કરતા ભગવાનને વધારે વહાલી છો. તારા બોલવાથી ભગવાન નીચ ગણાતા લોકો ના ઘરે પણ જાય છે. સત્યુગમા, ત્રેતાયુગમા અને દ્વાપરયુગમા લોકો જ્ઞાન અને વૈરાગ્ય વડે મુક્તિ મેળવે છે, પરંતુ આ કળીયુગમા તો તુજ લોકોને મોક્ષ આપનારી છે. એટલાજ માટે ભગવાને તને સ્વરૂપમાન બનાવી છે. તનેજ એક વાર ભગવાને આજ્ઞા કરી કે તુ મારા ભક્તોનુ રક્ષણ કર. ભગવાનની આ આજ્ઞાને તે માથે ચડાવી ત્યારે તને ભગવાને જ્ઞાન અને વૈરાગ્ય નામના બે પુત્રો આપ્યા હતા. આ બે પુત્રો લઈ તુ આજ સુધી પ્રુથ્વી પર આંનદ થી ફરી. આજે કળીયુગમા લોકો એ ઉપેક્ષા કર્વાથી તારા આ બે દીકરા ઘરડા થઈ ગયા છે. પણ તુ તેમની ચિંતા કરવાનુ છોડી દે. હે ભક્તિ ! કળીયુગના જેવો બીજો કોઈ યુગ નથી. બીજા ધર્મોને પાછળ રાખીને પણ હુ જો આ લોક મા તારો પ્રચાર ન કરુ તો હુ હરિનો દાસ નહી એમ સમજ્જે. જેઓના હદયમા ભક્તિનો વાસ હસે તેઓને યમરાજ પણ કશુ કરી સક્તા નથી. ભગવાન તપશ્ચર્યાથી, વેદોથી, જ્ઞાનથી કે કર્મોથી વશ થતા નથી, પરંતુ ભક્તિથીજ વશ થાય છે. આ કળીયુગમા ભક્તિ એ એકજ સંસારને તરવાનુ સાધન છે.’

આ સંભાળીને ભક્તિ રાજી રાજી થઈ ગઈ અને કહેવા લાગી : ‘હે નારદ ઋષિ! તમારી મારા ઉપર બહુ મોટી પ્રીતી છે એટલે હુ કોઈ દિવસ તમારો ત્યાગ નહી કરુ. હવે આ માર પુત્રોને હજી ભાન આવ્યુ નથી એટલે તે માટે તેમને જાગ્રત કરો.’

ભક્તિનુ આવુ કથન મે સાંભળીને મે જ્ઞાન અને વૈરાગ્યને ઢંઢોળીને જગાડવા માડ્યા અને તેમને માડ માડ ઉથાડ્યા પણ ખરા, પરંતુ તેમની આંખો સ્થીર ન હતી; બગાસા ખાતા ખાતા તેઓ પાછા પ્રુથ્વી ઉપર ઢળી પડ્યા.

જ્ઞાન અને વૈરાગ્યની આવી દશા જોઈ ને મને ચિંતા થઈ અને મે ભગવાનનુ સ્મરણ કર્યુ. એટલામા આકાશવાણી થઈ : ‘હે ઋષિ! તમે ખેદ ન કરો. તમારો પ્રયત્ન અફળ નહી જાય. આ બન્નેને જગાડવા માટે સત્કર્મો કરો. શીલવંત મહાપુરુષો અને સત્કર્મોનો ઉપદેશ કરસે. તમે એ સત્કર્મો કરશો એટલે બન્નેની ઊંઘ અને ઘડપણ વયા જાશે અને ભક્તિ પ્રુથ્વી ઉપર ચારે બાજુ ફેલાય જાશે.’ આવી દિવ્ય વાણી સાંભળીને હુ વિચાર મા પડી ગયો અને આ સત્કર્મ કયુ અને તેનો ઉપદેશ મને કોણ આપશે, વગેરે વિચારમા હુ તીર્થયાત્રા કરવા નીકળી ગયો.

હુ તીર્થે તીર્થે મળતા મુનિશ્વરોને પેલા સત્કર્મ સંબંધી પૂછપરછ કરતો પરંતુ કોઈ મને સંતોષકારક જવાબ આપી શક્યુ નહી. મોટા મોટા મુનિશ્વરો પણ સંશયમા પડી ગયા, અને મારા જેવો પણ જે વાત ને જાણી શક્યો નથી તે વાતને બીજો કોણ જાણી શકે, એમ સમજીને તેઓ મૂંગા રહ્યા. આ પ્રમાણે હુ ફરતા ફરતા બદરિકાશ્રમમા આવ્યો અને આકાશવાણીનો અર્થ સમજવા માટે મારે તપશ્ચર્યા કરવી જોઈએ એવો મે નિશ્ચય કર્યો. એટલામા મને સનકદિક કુમારોનો ભેટો થયો એટલે મે તરતજ પૂછ્યું : ‘હે કુમારો! તમે બધા યોગી લોકો છો. પાંચ વર્ષની ઉમરના છતા જ્ઞાનમા સૌથી વુદ્ધ છો. ભગવાનના જ સ્મરણમા નિરંતર જીવન ગાળનારા છો.

સંત કુમારો બોલ્યા : ‘હે દેવર્ષિ નારદ! તમે ચિંતા ન કરો. આ સંબંધમા અમે તમને એક અપૂર્વ ઉપાય બતાવીએ છીએ. આ જગતમા ઋષિમુનિઓએ ભવસાગરનો પાર પામવા માટે ઘણા માર્ગો નક્કિ કર્યા છે. પરંતુ એમાના ઘણા અટપટા છે, અને બહુ બહુ તો સ્વર્ગ આપનારા છે. પરંતુ વૈકુંઠનો માર્ગ તો ભારે ગુપ્ત માર્ગ છે. આકાશવાણીએ તમને જે સત્કર્મ કરવા કીધુ છે એ અમે તમને કહીએ. આ પ્રુથ્વી પર કેટલાક એક દ્રવ્યથી થતા યજ્ઞો છે અને કેટલાક તપથી થતા યજ્ઞો છે; કેટલાક એકજ્ઞાન યજ્ઞો છે, કેટલાક સ્વાધ્યાય યજ્ઞો છે અને કેટલાક જ્ઞાન યજ્ઞો છે. આ બધા યજ્ઞોમા શ્રીમદ્‌ ભાગવતના વ્યાખ્યાનરૂપ જે શ્રેઠ જ્ઞાન યજ્ઞ છે તે તમારુ સત્કર્મ સમજશે. તમે આ યજ્ઞ કરસો એટલે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એમ ત્રણેય જાગ્રુત થશે.

મે પ્રશ્ન ક્કર્યો : ‘આ જ્ઞાન અને વૈરાગ્યને વેદના ઉચ્ચારોથી અને ગીતાના પાઠો કરીને જગાડવાનો પ્રયત્ન કર્યો તો પણ તેઓ જાગ્યા નથી, ત્યારે તેઓ શ્રીમદ્‌ ભાગવતના શબ્દોથી કેવી રીતે જાગશે? શ્રીમદ્‌ ભાગવતમા તો શ્લોકે શ્લોકે અને પદે પદે વેદનો અર્થ જ ભરેલો છે.’

સનકાદીક કુમારો કહેવા લાગ્યા : ‘હે દેવર્ષિ! વેદ અને ઉપનીશદોના ક્ષાર માથી ભાગવતની કથા થઈ છે, ઝાડના મૂળથી ઠેઠ ટોચ સૂધી રસ વ્યાપી રહેલો છે, પરંતુ ઝાડના ગમેતે ભાગ ને ચુસવાથી રસનો સ્વાદ આવતો નથી; પરંતુ ઝાડનો રસ બીજા ભાગોથી છૂટો પડીને જ્યારે ફળોમા એકઠો થાય છે ત્યારે જ તેની મીઠાસ આવે છે. તો તમને પોતાને આ બાબતમા શા માટે આશ્ચર્ય થાય છે?

આ પ્રમાણે સનતકુમારોએ કહ્યુ એટલે મે પ્રશ્ન કર્યો : ‘હુ પ્રેમ ભક્તિનો પ્રચાર કરવા માટે તમારે શરણે આવ્યો છું. શુકદેવજી એ કહેલી શ્રીમદ્‌ ભાગવતની કથાનો જ્ઞાન યજ્ઞ હુ કરીશ. આ માહાયજ્ઞ ક્યા આગળ કરવો, કેટલા દિવસ સુધી કરવો, ક્યા વિધીથી કરવો, તેનુ ફળ શુ છે, વગેરે તમે મને કહો.’

સનકાદિક કુમારો બોલ્યા : ’હે નારદ! હરિદ્વારની પાસે આનંદ નામનુ એક તટ છે. તે તટ ઉપર ઋષિઓ, દેવો અને સિદ્ધોનો વ્યાસ છે. એ તટ એકાંતમા આવેલુ છે. ઘણુજ રમણીય છે અને ત્યા રહેનારા જીવો પોતાનુ સ્વાભાવીક વેર છોડીને અહિંશાવ્રુતિથી રહે છે. તમારે એ સ્થળે ભાગવતનો યજ્ઞ કરવો. ભક્તિ પન પોતાના બન્ને દિકરાઓ ને લઈ ને ત્યા આવે.’

આ પ્રમાણે વાત થયા પછી કુમારો સાથે અમે ગંગા ના કીનારે ગયા. તે વખતે પ્રુથ્વી ઉપર બ્રહ્મલોકમા તેમ જ દેવ લોકમા મોટો કોલાહલ મચી ગયો. ભગવાનના ભક્તો ભાગવતની કથાનુ પાન કરવા માટે ત્યા દોડી આવ્યા. વશિષ્ઠ, ચ્યવન, પરશુરામ, વિશ્વામિત્ર, વ્યાસ, પરાશર વગેરે મુનિઓ પોતાના પુત્રો, શિષ્યો, તથા સ્ત્રીઓ સાથે ત્યા આવી પહોચ્યા. ગંગાધી નદીઓ, પુષ્કર આદી સરોવરો, ક્ષેત્રો, દીશાઓ, વનો, વ્રુક્ષો તેમજ દેવ, ગંધર્વ, કિન્નર વગેરે તમામ જડચેતન સ્રુષ્ટિ ભગવાનની કથા સાંભળવા ત્યા આવી પહોચી. આ પ્રમાણે બધા સ્થિર થયા પછી સનકાદિક કુમારો શ્રીમદ્‌ ભાગવતનુ માહાત્મય કહેવા લાગ્યા.

કુમારોએ કહ્યું : ‘હે નારદ્જી! આ ભાગવતની કથા જે માણસ સાંભળે તેના મનમા પરમાત્માનો વાસ થાય છે. આ ભાગવતના 18000 શ્લોક છે અને 12 સ્કંધ છે. અનેક શાસ્ત્રો અને પુરાણો સાંભળવાનુ કશુએ પ્રયોજન નથી. આ ભાગવત શાસ્ત્ર એકલું મોક્ષ આપવા માટે બસ છે. જે ઘરમા ભાગવતની કથા થાય છે એ ઘરજ એક તીર્થરૂપ છે, એટલે તેને બીજા તીર્થો કરવાની જરૂર નથી. હજારો અશ્વમેઘ યજ્ઞ કરો તો પણ તે ભાગવતના સોળમા ભાગ જેટલા પણ પવિત્રતા આપતા નથી. જેણે મનુષ્ય જનમ પામી ભાગવતની કથા સાંભળી નથી તેનો જન્મ એળે ગયો સમજવો. ભાગવતની કથા અમુક દિવસેજ સંભળાય એવો કોઇ નિયમ પણ નથી. પણ પર્વ ના દિવસે સાંભળી હોય તો વિશેશ લાભ કરે. પણ આ કળીયુગમા એટલુ બધુ બની શકે નહી, તેથી શુકદેવજીએ તેની સાત દિવસની મર્યાદા બાંધી છે. તે મર્યાદા પાળીને ભાગવતની કથા સાંભળવી. ભાગવતની  આવી સપ્તાહ ગજ્ઞાન કરતા પણ મોટી છે.

જ્યારે શ્રીક્રુષ્ણ પરમાત્મા પ્રુથ્વીનો ત્યાગ કરીને સ્વધામ જાવા તૈયાર થયા ત્યારે ઉદ્વવજીએ ભગવાનને પૂછ્યુકે, હે ગોવિંદ! તમે તો ભક્તો નુ કાર્ય કરીને ચાલ્યા. પણ તમારી પાછળ ભયંકર કળીયુગ ચાલતો આવે છે, તે વખતે લોકો દુષ્ટ થશે અને સત્પુરુષો પણ તેમના સંગથી બગડશે. એ વખતે પ્રુથ્વી કોનો આશ્રય લેશે? હે ભક્તવત્સલ્ય પ્રભુ! તમે હમણા સ્વધામ પધારશો નહી, પછી પોતાનુ જે તેજ હતુ તે બધુ શ્રીમદ્‌ ભાગવતને વિષે મૂક્યું. તેથી જ આ ભાગવતમા શ્રીક્રુષ્ણ પરમત્માની પ્રત્યક્ષ મૂર્તિ છે.

આ પ્રમાણે સનકાદિક મુનિઓ સપ્તાહનુ માહત્મય સંભળાવતા હતા એટલામા ‘હે ગોવિંદ! હે મુરારે!’ એ પ્રમાણે ભગવાનના નામ લેતી લેતી પ્રેમ-ભક્તિ પોતાના જુવાન દિકરાને લઈને સભામા પ્રગટ થઈ, અને સનતકુમાઅરોને કહેવા લાગી : હુ તો કળીયુગના લીધે ખોખરી થઈ ગઈ હતી પણ તમે મને ભગવાનની કથાનો રસ પાઈ ને હષ્ટપુષ્ટ બનાવી છે. હવે મારે ક્યા રહેવુ એ મને કહો.

પછી સનકાદિકે કહ્યુ : ‘હે ભક્તિ! તારે વૈષ્ણવોના હદયમા વાસ કરવો. આ જગતમા કળીયુગના દોષો બળવાન પ્રવર્તે છે, છતા પણ તે તારી સમે નજર સરખી કરી શક્શે નહી.’

સનકાદિક કુમારોએ કહ્યુ, હે નારદજી! જે માણસો નિરંતર પાપ, દુરાચારી, ક્રોધમા બળી રહેલા અને કામી હોય તેઓ પણ આ સપ્તાહના શ્રવણથી પવિત્ર થાય છે.

પૂર્વ તુંગભદ્રા નદીના કાઠા ઉપર એક શહેર હતુ. તેમા આત્મદેવ નામનો એક બ્રાહમણ હતો . તેની સ્ત્રીનુ નામ ધંધુંલી હતુ.

ધંધુલી સ્વભાવે ક્રુર, લોભી અને કજિયાકંકાસમા રાજી હતી. આ દંપતિને ધન હતુ, વૈભવ હતો, ઘર્બાર હતા, તોપણ પ્રજા ન હોવાથી તેઓ બન્ને દુ:ખી હતા. સંતાન માટે તેમને ગરીબોને દાન કર્યુ તો પણ સંતાન થયુ નહી.

એક દીવસે આ બ્રાહ્મણ દુ:ખના મારે ઘર છોડીને વનમા જતો રહ્યો. ત્યારે બપોરે તરસ લાગવાથી તે તળાવ પાસે ગયો. તે તળાવમાથી પાણી પીને બેઠો ત્યારે ત્યા કોય એક સંન્યાસી ચડી આવ્યા. સંન્યાસીએ પૂછ્યુ : ‘હે ભાઇ! તને આવડી મોટી શી ચિંતા લાગી છે?’

બ્રાહ્મણ કહેવા લાગ્યો : ‘હે ઋષિ! હુ મારા દુ:ખની વાત કરુ? હુ સંતાનના દુ:ખથી પીડાયેલો છુ. એટલે આપઘાત કરવા માટે અહી આવ્યો છુ. પ્રજા વિનાનુ જીવતર નકામુ છે, હુ જે ગાય ને પાળુ છુ એ ગાય પણ હમેશા વાઝણી જ રહે છે; હુ મારા ઘરમા કોય પણ લીલુ ફળ લાવુ તો પણ તે સુકાઇ જાય છે. માટે મને લાગે છે કે મારુ જીવવાનુ કશુ પ્રયોજન નથી.

બ્રાહ્મણ ની આવી વાત સાંભળીને સન્યાસીને દયા આવી, અને બ્રાહ્મણને કહેવા લાગ્યો : હુ તારુ ભાગ્ય સમજી ગયો છુ. તારા ભાગ્યમા સાત જન્મનારા સુધી સંતાનનુ સુખ નથી. માટે તુ સંતાન ની આશા છોડી દે.

સન્યાસી ના આવા વચન સાંભળીને બ્રાહ્મણ બોલ્યો : આપનો ઉપદેશ મારે ક્યા કામનો છે? આપ મારા ભાગ્યમા ન હોય તો પન પુત્ર આપો. જો નહી આપો તો હુ તમારા આગળ આપઘાત કરીશ.

બ્રાહ્મણનો આવો આગ્રહ જોઇને સન્યાસી એ કહ્યુ તુ હઠથી પુત્ર મેળવીશ તો તને તેનાથી સુખ થશે નહી. છતા તારો આગ્રહ જ હોય તો આ ફળ લે તારે સ્ત્રીને તે ખવરાવજે એટલે તેને એક પુત્ર થશે. આમ કહીને સન્યાસી પોતાને સ્થાને ગયા, અને બ્રાહ્મણ પોતાના ઘેર આવી તો તે ફળ સ્ત્રીના હાથમા મૂક્યુ તથા તેને બધી વાત કહી સંભળાવી.

સ્ત્રી સ્વભાવે કુટિલ હતી. તે પોતાની બહેનપણીઓ આગળ રોવા લાગી : ‘અરેરે! હું તો આ ફળ ખાઈશ નહી. કારણકે ફળ ખાવાથી ગર્ભ રેવાથી પેટ વધે, પેટ વધવાથી અન્ન થોડું ખવાઇ, થોડું ખાવાથી અશક્તિ આવે અને પછી ઘરનું કામકાજ ન થાય. કદાચ ગામમાં ધાડ પડે તો ગર્ભવતી સ્ત્રી કેવી રીતે નાસી શકે? પેટમાં ગર્ભ રહે તેને પેટમાથી બહાર શી રીતે કાઢવો? મારી કાયા કોમળ છે તો બાળકને જાણવાની વેદના હું શી રીતે શહન કરી શકું? વળી સત્ય, પવિત્રતા વગેરે નીયમો પાળવા વધારી આકરા છે. છોકરાઓ જણનારી સ્ત્રી કરતાં, વાંઝણી સ્ત્રી અથવા વિધવા સ્ત્રી વધારે સુખી છે એવો મારો મત છે. આવું ધાંધલ કરી તે સ્ત્રી એ ફળ ખાધું જ નહી અને તેના પતિએ પૂછ્યું ત્યારે ‘હા ખાધું છે.’ એમ ખોટું જણાવ્યુ.

ત્યાર પછી ધંધૂલીની બહેને  એક બાળકને જન્મ આપ્યો અને તેના પતિએ તે બાળકને ધૂંધૂલીને પોતાની વાત તેને કરી. એટલે બહેને કહ્યું : ‘બહેન! મૂઝા માં. મને ગર્ભ રહ્યો છે તે જાણ્યા પછી હું તેની આપીશ. એટલો વખત તું સગર્ભા હો એવો ઢોંગ કરીને ઘરમાજ રહે. તું મારાપતિને ધન આપજે, તે તેને છોકરું આપશે, હું તારે ઘેર આવીને એ બાળકને ધરાવીશ. પણ આ પરીક્ષા કરવા માટે તું તારી ગાય ને તે ખવરાવ.’

ત્યાર પછી ધૂંધુલી ની બહેણી એક બાળકની જન્મ આપ્યો અને તેના પતિએ તે બાળકને ધૂધૂલીને લાવીની આપ્યો. અને તેમણે બ્રાહ્મણો ને મોટા દાન આપ્યા.

ત્યાર પછી ધૂધૂલીએ પોતાના પતિને જણાવ્યુ : ‘મારે ધાવણ આવતું નથી. આ બાળકને ધરાવવા માટે કોઈ બીજી સ્ત્રીને હું શા માટે બોલાવું? મારી નાની બહેનને પણ દીકરો અવતર્યો છે પણ તે તરત પાછો વળી ગયો. માટે જો મારી નાની બહેનને આપણાં ઘરમાં રાખો તો તે આપાણા બાળકને ધવરાવશે.’

આત્મદેવે એ પ્રમાણે વ્યવસ્થા કરી અને ધુધુલીએ પોતાના દીકરાનું ધુધુકારી એવું નામ પાડ્યું.

ત્યાર પછી ત્રણ મહીને પેલી ગાયે સર્વાંગ સુંદર એવા એક દીવ્ય પુત્રને જન્મ આપ્યો. ગાયને માણસના જેવો દીકરો અવતર્યો એ આશ્ચર્ય જોવા માટે લોક આત્મદેવને ત્યાં દોડી આવ્યા.

આત્મદેવે પુત્રના કાન ગાય જેવા જોઈ ને તેનું નામ ગોકર્ણ પાડ્યું. પછી વખત વીત્યે આ બંને પુત્રો જુવાન થયા. ધુધુકારી પારકાના ઘરોને આગ લગાડતો અને બીજાના છોકરાને રમાડવા માટે બોલાવી તુરત કૂવામાં નાખી દેતો. તે નિરંતર ગરીબોને દૂ:ખ આપતો અને હાથમાં ફરશી લઈને જ ફર્યા કરતો. તેણે વેશયાના શંગ થી પોતાના પિતાના ધનનો નાશ કર્યો અને માંબાપને મારીને ઘર માઠી વાસણ પણ લઈ ગયો. આ રીત થવાથી આત્મદેવ રડવા લાગ્યો અને દૂ:ખ થી આપઘાત કરવા તૈયાર થઈ ગયો એટલામાં ગોકર્ણ ત્યાં આવી ચડ્યો. તેણે આત્મદેવને શાંત કર્યા. ત્યાર પછી ગોકર્ણના કહેવાથી આત્મદેવ મનને સ્થિર કરી વનમાં ચાલ્યો ગયો અને ભગવાનની ભક્તિ કરવા લાગ્યો, અને એ રીતે પોતાના જીવનનો અંત લાવ્યો.

આત્મદેવ મારી ગયા પછી ધુધુકારીએ ધૂધૂલીને સારી રીતે માર માર્યો અને ન કહેવાના વચનો સંભળાવ્યા. પુત્ર ના દૂ:ખાટી ત્રાસીને ધૂધૂલી કૂવામાં પડીને મારી ગઈ; અને ગોકર્ણ તીર્થયાત્રા કરવા માટે ઘર છોડી ચાલી નીકળ્યો. પેલો ધુધુકારી પાંચ વેશ્યાઓને સાથે રાખીને ઘરમાં રહેવા લાગ્યો, અને મૂઢ થઈને ભયંકર કર્મો કરવા લાગ્યો. વેશ્યાઓના મનની તૃપ્તિ માટે ધુધુકારી ચોરીઓ કરવા લાગ્યો. ચોરીથી તેણે ઘણું ધન એકઠું કર્યું. છેવટે તે વેશયાઓ એજ ધુધુકારી ના ગાળામાં ફાંસો ભરાવીને મારી નાખવાની કોશીશ કરી; પણ ધૂધુકારી એકદમ મૂઑ નહી એટલે વેશ્યાઓએ તેના મોમાં ધગધગતા અંગારા નાખીને તેની મારે નાખ્યો. વેશયાઓ ધૂધૂકારીનું ધન લઈ ને ભાગી ગઈ અને ધુધુકારી મોટો પ્રેત થયો. તે ટાઢ અને તડકાથી પીડાવા લાગ્યો અને ભૂખ્યો તથા તરસ્યો વંટોળિયાનું રૂપ લઈને દશે દીશા માં દોડવા લાગ્યો.

ત્યાર પછી અનેક તીર્થોમાં ફરતો ફરતો ગોકર્ણ એક દીવસ પાછો પોતાને ગામ આવ્યો ને ઘરના આંગળામાં સૂતો. તે વખતે ધુધુકારીએ મધરાતે પોતાનું મહાભયાનક સ્વરૂપ એને દેખાડ્યું. આવું ભયંકર રૂપ જોઈને આ કોઈ આવાગતીનો છે, અથવા તો રાક્ષસ છે? કોણ છે તે મને કહે.’ આ પ્રમાણે ગોકર્ણ પૂછ્યું એટલે એ પ્રેત બોલવા લાગ્યો : ‘હું તારો ભાઈ ધુધુકારી છુ. મારા કુકરમો નો પાર નથી. મને વેશ્યાઓએ મારી નાખ્યો છે એટલે હું પ્રેત થયો છુ, તું મને આ પ્રેતયોની માઠી જલદી છૂટો કાર.’ મારી મુક્તિ કરવા માટેનો તું કોઈ બીજો ઉપાય શોધી કાઢ.

તે દીવસે ગોકર્ણ આખી રાત વિચાર કર્યો પણ તેને કોઈ ઉપાય સૂઝયો નઈ. સવારે ગોકર્ણે આખા ગામને ધૂધૂકારીની હકીકત કહી સંભળાવી. પછી ગોકર્ણે મધ્યાહન વખતે સૂર્યનારાયણના રથને પોતાની પ્રાથના થી અટકાવીને કહ્યું : ‘હે જગતના સાક્ષી! આપ મને પ્રેતની મુક્તિ નો ઉપાય કહો.’ આ સાંભળીને સૂર્યનારાયને ઘણી દૂરથી પરંતુ સ્પષ્ટ રીતે જણાવ્યુ કે શ્રીમદ ભાગવતની કક્ષા સાભળવાથી ધૂધૂકારીની પ્રેતની મુક્તિ થશે.

પછે ગોકર્ણ પારાયણ વાચવા માટે તૈયાર થયો. પારાયણ સાંભળવા માટે દેશેદેશથી અને ગામે ગામથી લોકો આવ્યા. પાંગળા, આંધળા, ઘરડા, અને માંદા માણસો પણ પોતાના પાપનો નાશ કરવા માટે ત્યાં આવ્યા.

ગોકર્ણે કથા શરૂ કરી ત્યારે તે પ્રેત પણ ત્યાં કથા સાંભળવા આવ્યો અને બેસવા માટે આમતેમ સ્થાન શોધવા લાગ્યો; પ્રેતનો દેહ વાયુ રૂપ હોય છે તેથી કથા સાંભળવા માટે તે વાસના મૂળમાં જે છીદ્ર હતું તેમાં બેઠો.

તેણે સવારથી સાંજ સુધી કથા કરી. સાંજે જ્યારે કથાને બંધ કરી, તે વખતે પેલા વાંસની એક ગાંઠ મોટો અવાજ કરીને તૂટી, એજ પ્રમાણે બીજા દિવસે સાંજે વાંસની બીજે ગાંઠ તૂટી, ત્રીજા દિવસે ત્રીજી ગાંઠ તૂટી, એજ રીતે ગાંઠો તૂટી ગઈ, કથા પૂરી થઈ એટલે ધુધુકારી ની પ્રેત મટી ગયો અને દીવી રૂપ ધારણ કરીને ગોકર્ણના પગમાં પડ્યો અને બોલ્યો : ‘હે ભાઈ! તે દયા કરી મને પ્રેતપણામાથી છોડાવ્યો, આ ભાગવતની કથાને ધન્ય છે. ભાગવતનું શ્રવણ લીલાસૂકા, નાનામોટા, મન, વાણી કે કાયા વડે કરેલા તમામ પાપોને બાળી નાખે છે.’

આ પ્રમાણે ધુધુકારી બોલતો હતો, એટલામાં ત્યાં એક વિમાન આવ્યું. તેમાં ધૂધુકારી વૈકુંઠલોકમાં ગયો.

સનકાદિક કુમારો કહે છે, હવે હું તમને સપ્તાહ સાંભળવાનો વિધિ કહું છુ તે સાંભળો,

જેને સપ્તાહ સાંભળવાની ઇચ્છા થાય તેણે વિવાહના જેમ પોતાનું મન આનંદ માં રહે છે તેમ મનને આનંદ માં રાખવું.

આ પારાયણ તીર્થમાં, વનમાં અથવા તો છેવટે પોતાના ઘરમાં પણ સાંભળી શકાય છે. જે બ્રાહ્મણ વૈરાગ્યવાળો, સાચો વૈષ્ણવ હોય તેવા બ્રાહ્મણને પાસે આ કથા વંચાવી.

પછી યજમાને સવારના પહોરમાં દિશા – જંગલથી પરવારી, નાઇધોઈ, પાઠપૂજા કરી પોતાના અંત: કરણમાં તેમજ બહાર આસન ઉપર ભગવાનનું સ્થાપન કરવું, અને તેમની પૂજા કરવી. : ‘હે પ્રભુ! હું સંસારરૂપી સાગરમાં ડૂબેલો છુ; દીન છુ, મોટા મગરમાચ્છથી પકડાયેલો છુ. આપ આ સંસારરૂપી સાગરમાથી મારો ઉદ્ધાર કરો.

ત્યાર બાદ કથા કરનાર બ્રાહ્મણની પૂજા કરવી, તેને વસ્ત્રો તેમજ ફૂલના આભૂષણોથી શણગારવા, અને જે બીજા વૈષ્ણવો વગેરે આવ્યા હોય તો તેમની રાજા લઈ ને કથા સાંભળવા બેસવું. કથા સાંભળનારાઓ એ શક્તિ હોય તેટલા ઉપવાસા પણ કરવા. પણ કથામાં વિધ્ન કરે એવા ઉપવાસ કોઈએ પણ ન કરવા. હે નારદજી! આ કથા સાંભળનારાઓને સાંભળવાનો પૂરે પૂરો લાભ મળે એ માટેના થોડાક નિયમો હું તમને સંભળાવું છુ.

આ કથા સાંભળનારાઓને સાતે દિવસ બ્રહ્મચાર્ય પાળવું; કઠણ પથારીમાં સૂવું, શરીરને નુકસાન કરે તેવા ભારી અને વાસી એન્નનો ત્યાગ કરવો, કામ, ક્રોધ વગેરે નો ત્યાગ કરવો. તથા સત્ય, પવિત્રતા, દયા, મૌન આગ્રહથી પાલન કરવું.

આ પ્રમાણે ભાગવતની કથા સાંભળવાથી માણસના આ સંસારના તમામ બંધનોથી મુક્તિ થાય છે.

બધા લોકોએ સાતે દિવસ સુધી શ્રદ્ધાથી આ કથા સાંભળી. ત્યાર પછી સૌએ ભાગવતની સ્તુતિ કરી. સ્તુતિ પૂરી થતાં તરતજ જ્ઞાન, વૈરાગ્ય, અને ભક્તિ એ ત્રણે હષ્ટપુષ્ટ થઈ ગયા. આ પ્રમાણે પોતાનો મનોરથ શિદ્ધ થવાથી નારદ આનંદમાં આવી ગયા. હે તપસ્વીઓ! હું બધાય ધર્મમાં શાસ્ત્રશ્રવણને ઉત્તમ માનું છુ.’

નારદજી આ પ્રમાણે કહેતા હતા એટલામાં યોગેશ્વર શુકદેવજી ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા. શુકદેવજી સોળ વર્ષ ની ઉમરના હતા, એણે પ્રેમ વડે ભાગવતનો પાઠ કરતાં કરતાં ચાલ્યા આવતા હતા. અને નારદે પ્રેમ થી તેમની પૂજા કરી.

પછી શુકદેવજી બોલ્યા :

શુકદેવના મોઢા ઉપર પડેલું વેદના ફળરૂપ આ ભાગવત અમ્રુતથી ભરેલું છે. તેના રસનો, હે ભાઈઓ! વારંવાર સ્વાદ લો.

આ ભાગવતમાં ઈર્ષા વિનાનું દયાળુ સંતપુરુષોનો પરમધર્મ નિરૂપણ કર્યો છે. તેમજ એમાં જાણવા યોગ્ય પરમેશ્વરના સત્ય સ્વરૂપનું વર્ણન કર્યું છે.

અઢારે પુરાણોમાં શ્રેષ્ઠ એવું આ શ્રીમદ ભાગવત વૈષ્ણવોનું પરમ ધન છે.

શુકદેવજી આ પ્રમાણે કહેતા હતા ત્યારે પ્રહલાદ, બલીરાજા, અર્જુન વગેરેથી વીટળાયેલા શ્રીકૃષ્ણ સભામાં પ્રગટ થયા. ભક્તો પૂજા કરી કીર્તન કરવા લાગ્યા. તે વખતે શંકરપાર્વતી તથા બ્રહ્મબ્રહ્માણી ત્યાં કીર્તન સાંભળવા આવ્યા.

કીરતન વખતે પ્રહલાદજી તાલ દેવા લાગ્યા, ઉદ્ધવ કાસિયા વગાડવા લાગ્યા, નારદ વીણા વગાડવા લાગ્યા, અર્જુન ગાવા લાગ્યા, વ્યાસ પુત્રો રસ લાવાવા માટે ભાવ કહેવા લાગ્યા. આ સભા માં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય નાચવા લાગ્યા.

આ બધુ જોઈ શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા : ‘હે વૈષ્ણવો! હું તમારી કથા અને કીર્તન થી પ્રસનથયો છુ. માટેટમે મારી પાસે વરદાન માંગો.

સભાદરો બોલ્યા ભગવાન પ્રતિ બોલ્યા : ‘હે મહારાજ! આપે જ્યાં જ્યાં સપ્તાહ-પારાયણ થાય ત્યાં આપ સર્વ ભક્તો ને લઈ જરૂર પધારવું, આ અમારો મનોરથ છે.

ભગવાને કહ્યું : ‘તથાસ્તુ!’ અને પોતે અંતધાર્યા થઈ ગયા.

શૌનક પૂછી છે : ‘હે સૂટ પુરાણી! પરીક્ષિત રાજાને શુકદેવજીએ ભાગવત ક્યારે સંભળાવ્યુ હતું તે મને કહો.’

 

 

 

निगमकल्पतरोगर्लित फलम,

शूकमुखादमृतद्रवसयुतम |

पिबत भागवत रसमालयम

मुहूरहों रसिका भुवी भावुका: ||     माहात्म्य ६-८०

 

धर्म : प्रोज्झिटकैतवोडत्र परमो निर्मत्सराणा सताम

वेध वास्तवमत्र वस्तु शिवद तापत्रयोंमूलनाम |

श्रीमदभागवते माहामुनिकृते कि वा परारीश्वर:

सघो हघवरुध्यटेडत्र कृतिभी: शुश्रुषुभीस्ताक्षणात ||

 

સૂત પૂરાણી કહે છે : ‘શ્રીકૃષ્ણ સ્વધામમાં પધાર્યા પછી કળીયુગના ત્રીસ કરતાં કઈક વધારે વર્ષો ગયા તે વખતે ભાદરવા મહિનાની નવમીને દિવસેથી શુકદેવજી એ કથાનો આરંભ કર્યો હતો. પરીક્ષિત રાજાએ શુકદેવજી પાસેથી સાંભળ્યા પછી કળિયુગમાં બસો વર્ષ વીતી ગયા. હે પાપ રહીત શૌનક! કળીયુગમાં ભાગવતની કથા સંસારરૂપી રોગનો નાશ કરે છે. યમરાજ પોતે પણ કહે છે હું બીજા માણસો નો માલેક છુ પરતું ભગવાનના ભક્તો ઉપર મારુ કઈ ચાલતું નથી.

‘હે ભાઈઓ! તમે આ સાર વિનાના સંસારમાં એક અરધો ક્ષણ જ આ ભાગવતનરૂપી અમૃતનું પાન કરો તો સંસારનું ચડેલું ઝેર ઉતારી જાય. ભાગવત સાંભળવાથી મોક્ષ થાય છે તે બાબત પરીક્ષિત રાજા સાક્ષી છે. માટે તતે આ ભાગવત શ્રદ્ધાપૂર્વક સાંભળો.

‘જે માણસ નિયમમાં રહીને ન્હાકતી થી આ ભાગવતની કથા સાંભળે છે, તેમ જ જે બીજાને આ કથા કહે છે, તે બન્ને ઉત્તમ ફળને પામે છે અને ત્રણે લોકમાં તેમણે બીજું કાઇ મેળવવા જેવુ રહેતું નથી.’

 

|| ઇતિશ્રી ભાગવતમાહાત્મ્ય સમાપ્ત ||

 

 

 

 

 

 

 

 

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,820 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ઓક્ટોબર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: